રાહુલ ગાંધીને મળવા શ્રીનગર પહોંચેલા સોનિયા ગાંધીએ કરી બોટની સવારી

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી 3 દિવસના અંગત પ્રવાસ માટે શ્રીનગર પહોંચ્યા છે. શનિવારે સોનિયા ગાંધી પણ દીકરા રાહુલ ગાંધીને મળવા શ્રીનગર પહોંચ્યા હતા. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ આ અંગેની પુષ્ટી કરી હતી. શ્રીનગરમાં બોટની સવારી કરતા જોવા મળ્યા સોનિયા ગાંધી કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી શ્રીનગરમાં નિગીન ઝીલમાં હોડીની સવારી કરતા જોવા મળ્યા હતા. […]

Share:

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી 3 દિવસના અંગત પ્રવાસ માટે શ્રીનગર પહોંચ્યા છે. શનિવારે સોનિયા ગાંધી પણ દીકરા રાહુલ ગાંધીને મળવા શ્રીનગર પહોંચ્યા હતા. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ આ અંગેની પુષ્ટી કરી હતી.

શ્રીનગરમાં બોટની સવારી કરતા જોવા મળ્યા સોનિયા ગાંધી

કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી શ્રીનગરમાં નિગીન ઝીલમાં હોડીની સવારી કરતા જોવા મળ્યા હતા. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ સોનિયા ગાંધી દીકરા રાહુલને મળવા માટે શ્રીનગર પહોંચ્યા હોવાની પુષ્ટી કરી હતી. રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા અને તેમના પતિ રોબર્ટ વાડ્રા પણ ત્યાં સૌને મળવા પહોંચે તેવી શક્યતા જણાઈ રહી છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા પાર્ટી નેતાઓની આ શ્રીનગર મુલાકાતને તેમનો અંગત પ્રવાસ ગણાવવામાં આવ્યો છે. પ્રવાસ દરમિયાન પાર્ટીના આ બંને વરિષ્ઠ નેતાઓ કોઈ પણ પાર્ટીની બેઠકમાં સામેલ નહીં થાય તેમ જણાવવામાં આવ્યું છે.

લદ્દાખ પ્રવાસ બાદ શ્રીનગર પહોંચ્યા રાહુલ ગાંધી

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી છેલ્લા અનેક દિવસોથી લદ્દાખ પ્રવાસે હતા. રાહુલ ગાંધીએ લેહ-લદ્દાખમાં અનેક સ્થળોની મુલાકાત લીધી હતી. લદ્દાખમાં તેમણે અનેક લોકોની મુલાકાત લીધી હતી અને આ દરમિયાન અનેક રાજકીય નિવેદનો દ્વારા ચર્ચામાં પણ રહ્યા હતા. છેલ્લે કારગિલમાં તેમણે એક જનસભાને સંબોધિત કરી હતી. 

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કારગિલમાં કેન્દ્ર સરકાર ચીન મામલે સંપૂર્ણ સત્ય જાહેર ન કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. વધુમાં કહ્યું હતું કે, લદ્દાખ એક રણનૈતિક જગ્યા છે. ચીને ભારત પાસેથી હજારો કિલો મીટર જમીન છીનવી લીધી છે. દુઃખની વાત એ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષની એક બેઠકમાં ચીને એક ઈંચ જમીન પણ ન છીનવી હોવાનું કહેલું. વડાપ્રધાનની આ વાત સંપૂર્ણપણે ખોટી છે. લદ્દાખની દરેક વ્યક્તિ આ વાત જાણે છે કે, લદ્દાખની જમીન ચીને લઈ લીધી છે. વડાપ્રધાન સત્ય નથી બોલી રહ્યા. લદ્દાખ પ્રવાસના અંતિમ દિવસે કારગિલમાં જનસભાને સંબોધિત કરતી વખતે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ આ પ્રકારનું નિવેદન આપ્યું હતું જેનો ભારે વિવાદ વ્યાપ્યો હતો. 

કોંગ્રેસી નેતાઓ શ્રીનગરમાં અંગત પ્રવાસે

જમ્મુ કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ વિકાર રસૂલ વાનીએ કોંગ્રેસી નેતાઓની શ્રીનગર મુલાકાતને વ્યક્તિગત અને અંગત મુલાકાત ગણાવી હતી. શુક્રવારે સાંજે શ્રીનગર પહોંચેલા વાયનાડના સાંસદ રાહુલ ગાંધી હાઉસબોટમાં રહી રહ્યા છે અને તેમનો પરિવાર રૈનાવાડી વિસ્તારની હોટેલમાં રોકાય તેવી શક્યતા છે. ઉપરાંત તેઓ ગુલમર્ગની મુલાકાત લે તેવી પણ શક્યતા છે. 

રાહુલ ગાંધીની અનેક પ્રમુખ સ્થળોની મુલાકાત

રાહુલ ગાંધી 17 ઓગષ્ટે લદ્દાખ પહોંચ્યા હતા અને ગુરૂવારે કારગિલ પહોંચ્યા તે પહેલાના એક સપ્તાહ દરમિયાન તેમણે મોટરસાઈકલ દ્વારા પૈંગોગ ઝીલ, નુબ્રા ઘાટી, ખારદુંગલા ટોપ, લામાયુરૂ અને જાંસ્કર સહિતના વિસ્તારોના લગભગ તમામ પ્રસિદ્ધ સ્થળોની મુલાકાત લીધી હતી.