સપા નેતાનો કોલર પકડવા દોડી ગયા હતા સોનિયા ગાંધી… નિશિકાંત દુબેએ યાદ કરાવી જૂની ઘટના

લોકસભામાં બુધવારના રોજ મહિલા આરક્ષણ બિલ પર ચર્ચા દરમિયાન ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ એવો આરોપ લગાવ્યો હતો કે, 2012માં પ્રમોશનમાં ક્વોટા અંગેની ચર્ચા દરમિયાન કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ સમાજવાદી પાર્ટીના એક સદસ્યનો કોલર પકડવા પ્રયત્ન કર્યો હતો. નિશિકાંત દુબેએ લોકસભામાં સત્તા પક્ષ તરફથી નારી શક્તિ વંદન બિલ પર ચર્ચાની શરૂઆત કરી હતી. ત્યારે વિપક્ષી સાંસદોએ […]

Share:

લોકસભામાં બુધવારના રોજ મહિલા આરક્ષણ બિલ પર ચર્ચા દરમિયાન ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ એવો આરોપ લગાવ્યો હતો કે, 2012માં પ્રમોશનમાં ક્વોટા અંગેની ચર્ચા દરમિયાન કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ સમાજવાદી પાર્ટીના એક સદસ્યનો કોલર પકડવા પ્રયત્ન કર્યો હતો.

નિશિકાંત દુબેએ લોકસભામાં સત્તા પક્ષ તરફથી નારી શક્તિ વંદન બિલ પર ચર્ચાની શરૂઆત કરી હતી. ત્યારે વિપક્ષી સાંસદોએ તેનો વિરોધ કરીને મહિલા સાંસદે ભાજપ તરફથી ચર્ચાનું નેતૃત્વ કરવું જોઈએ તેવી માગણી કરી હતી. ત્યારે અમિત શાહે તરત જ પુરૂષો મહિલા સાથે સંબંધિત મુદ્દો શા માટે ન ઉઠાવી શકે તેવો સવાલ કર્યો હતો. 

નિશિકાંત દુબેનો કટાક્ષ

નિશિકાંત દુબેએ વિપક્ષી ગઠબંધન INDIA અંગે કટાક્ષ કરતા કહ્યું હતું કે, જ્યારે તત્કાલીન યુપીએ સરકાર 2011માં લોકસભામાં મહિલા આરક્ષણ બિલ લઈને આવી હતી ત્યારે કોંગ્રેસના સાંસદોએ લોકસભાની વેલમાં પોતાના સહયોગીઓની સાથે મારપીટ કરી હતી અને પ્રમોશનમાં આરક્ષણ બિલને લઈ 2012માં થયેલી ચર્ચાનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

સોનિયા ગાંધીએ યશવીર સિંહનો કોલર પકડવા પ્રયત્ન કર્યો

નિશિકાંત દુબેએ કહ્યું હતું કે, “જ્યારે હું પ્રમોશનમાં આરક્ષણ બિલ અંગે બતાવીશ તો આ બેન્ચીસમાં ઉપસ્થિત સૌ ઉભા થઈ જશે.” નિશિકાંત દુબેએ પોતાની વાત આગળ વધારતા કહ્યું હતું કે, તે સમયે મુલાયમ સિંહ યાદવે એમ કહેલું કે જો ભાજપ હસ્તક્ષેપ ન કરતું તો તેમની પાર્ટીના સાંસદ બચી ન શકેત. તમે સાંસદોની હત્યા માટે પ્રયત્ન કર્યો હતો. હવે તમે ગઠબંધનમાં એકસાથે આવી ગયા છો.

જાણો 2012માં શું બનેલું

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ 2012ની જે ઘટનાનો ઉલ્લેખ કર્યો તેમાં લોકસભામાં હંગામા દરમિયાન જ્યારે યશવીર સિંહે નારાયણસામી પાસેથી કાગળો છીનવી લીધા ત્યારે સોનિયા ગાંધીએ કથિત રીતે યશવીર સિંહને પકડીને “તું શું કરી રહ્યો છે” તેવો સવાલ કર્યો તો. સોનિયા ગાંધીએ તે સમયે યશવીર સિંહ પાસેથી કાગળ પાછા લેવા માટે પણ પ્રયત્ન કર્યો હતો. 

ભાજપે વામપંથી નેતાને આપ્યો શ્રેય

નિશિકાંત દુબેએ સોનિયા ગાંધી પર પ્રહાર કરવાની એક પણ તક જતી નહોતી કરી. નિશિકાંત દુબેએ કહ્યું હતું કે, મહિલા આરક્ષણ બિલના પક્ષમાં સૌથી વધારે બોલનારી 2 મહિલાઓ બંગાળના ગીતા મુખર્જી અને ભાજપના સુષ્મા સ્વરાજ હતા. તેમના વગર આપણે આ તારીખ ન જોઈ શકતા. પણ સોનિયાજીએ તેમનો ઉલ્લેખ ન કર્યો. આ કેવું રાજકારણ છે?

શરદ યાદવની ટૂંકાવાળ વાળી ટિપ્પણી પર પ્રતિક્રિયા

નિશિકાંત દુબેએ મહિલા આરક્ષણ બિલ પર દિવંગત શરદ યાદવની ટિપ્પણીને પણ યાદ કરી હતી જેને લઈ વિવાદ થયો હતો. નિશિકાંત દુબેએ જણાવ્યું કે, પ્રથમ વખત 1996માં એચડી દેવેગૌડાની સરકારે સંસદમાં મહિલા આરક્ષણ બિલ રજૂ કર્યું હતું. તેના પછીના વર્ષે કાયદા પર ચર્ચા દરમિયાન શરદ યાદવે તેનો વિરોધ કર્યો હતો. તેમણે પોતાના ભાષણ દરમિયાન કહ્યું હતું કે, “બિલ માત્ર ટૂંકા વાળવાળી મહિલાઓને સશક્ત બનાવશે.” જે શિક્ષિત અને આધુનિક મહિલાઓ માટેનો કટાક્ષ હતો.