ભારતનો ચીનને જડબાતોડ જવાબ, અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન ભાગ છે અને હંમેશા રહેશે

અરુણાચલ પ્રદેશમાં 11 સ્થળોના નામ બદલવાના ચીનના પ્રયાસને ભારતે નકારી દીધો છે. ભારતે કહ્યું હતું કે, અરુણાચલ પ્રદેશ હંમેશા ભારતનો અભિન્ન ભાગ રહ્યો છે અને હંમેશા રહેશે. ચીને ફરી એકવાર આ ક્ષેત્ર પર પોતાનું પ્રભુત્વ હોવાનો દાવો કરતા ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. ચીને દાવો કર્યો એક પ્રેસ કોન્ફરન્સમાં, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું […]

Share:

અરુણાચલ પ્રદેશમાં 11 સ્થળોના નામ બદલવાના ચીનના પ્રયાસને ભારતે નકારી દીધો છે. ભારતે કહ્યું હતું કે, અરુણાચલ પ્રદેશ હંમેશા ભારતનો અભિન્ન ભાગ રહ્યો છે અને હંમેશા રહેશે. ચીને ફરી એકવાર આ ક્ષેત્ર પર પોતાનું પ્રભુત્વ હોવાનો દાવો કરતા ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે.

ચીને દાવો કર્યો

એક પ્રેસ કોન્ફરન્સમાં, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે, ઝાંગનાન (અરુણાચલ પ્રદેશ) ચીનના ક્ષેત્રનો ભાગ છે. ચીન સરકારના સક્ષમ અધિકારીઓએ ઝાંગનાનના કેટલાક ભાગોના નામ પ્રમાણિત કર્યા છે. જે ચીનની અંદર છે અને ચીનને સાર્વભૌમ અધિકારો હોવાનો દાવો કર્યો છે.

ચીને અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો અરુણાચલ પ્રદેશ રાજ્યના 11 સ્થળો માટે નવા નામોની એક યાદી જાહેર કરી છે. આવું ત્રીજીવાર બન્યું છે, જ્યારે ચીને અરુણાચલ પ્રદેશના સ્થાનોનું નામ બદલ્યું હોય. ચીન અરુણાચલ પ્રદેશને ‘ઝાંગનાન, તિબેટનો દક્ષિણ ભાગ’ કહે છે.

ચીનના ગૃહ મંત્રાલયે સોમવારે ચાઈનીઝ, તિબેટીયન અને પિનયિન અક્ષરોમાં નામોની એક યાદી બહાર પાડી છે, જે ચીનની રાજ્ય પરિષદની કેબિનેટ દ્વારા જાહેર કરાયેલા ભૌગોલિક નામોના આધારે છે. ચીને જાહેર કરેલા નામોની યાદીમાં 5 પર્વતીય શિખરો, બે જમીન વિસ્તાર, બે રહેણાંક વિસ્તારો અને બે નદીઓનો સામેલ છે.

આ પહેલા પણ ચીને યાદી જાહેર કરી હતી

મહત્વનું છેકે,  ચીને આવી પ્રથમ બે યાદી વર્ષ 2017 અને 2021માં બહાર પાડી હતી. પ્રથમ યાદીમાં ચીને 6 નામ જાહેર કર્યા હતા, જ્યારે બીજી યાદીમાં અરુણાચલ પ્રદેશમાં 15 સ્થાનોના નામ બદલ્યા હતા.

ભારતે જડબાતોડ જવાબ આપ્યો

જોકે, ભારતે બંને સમયે ચીનના તમામ દાવાને સખત રીતે વખોડી કાઢ્યા હતા. ભારતે કહ્યું હતું કે, અરુણાચલ પ્રદેશ હંમેશા ભારતનો અભિન્ન ભાગ રહ્યો છે અને હંમેશા રહેશે.

ભારતને મળ્યો અમેરિકાનો સાથ

ચીને એવા સમયે અરુણાચલ પ્રદેશમાં કેટલીક જગ્યાઓનું નામ બદલ્યા છે, જ્યારે પૂર્વ લદ્દાખમાં મે 2020માં શરૂ થયેલી ભારત-ચીન વચ્ચેનો વિવાદ હજુ શાંત પડ્યો નથી.  જોકે, ચીનની આ ચાલ વચ્ચે ભારતને અમેરિકાનો સાથ મળ્યો છે. આ અંગે અમેરિકાએ કહ્યું કે, અમે અરુણાચલ પ્રદેશને ભારતના અભિન્ન અંગ તરીકે ઓળખી છીએ. ચીન દ્વારા ભારતના સ્થાનિક વિસ્તારોનું નામ બદલવાના એકપક્ષીય પ્રયાસનો સખત વિરોધ કરીએ છીએ.

ડિસેમ્બર 2021માં પણ ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, આ પહેલીવાર નથી જ્યારે ચીને અરુણાચલ પ્રદેશના સ્થાનોના નામ આ રીતે બદલવાનો પ્રયાસ કર્યો હોય. અરુણાચલ પ્રદેશ હંમેશા ભારતનો અભિન્ન ભાગ છે અને હંમેશા રહેશે. અરુણાચલ પ્રદેશમાં સ્થાળોના નવા નામ નક્કી કરીને કોઈ સત્યને બદલી શકાતું નથી.