સલામ છે આ ST ડ્રાઈવરને,  ચાલુ બસે અટેક આવ્યો, પણ સ્ટિયરિંગ ના છોડ્યું

અમદાવાદ:  ગુજરાત ST બસના ના 40 વર્ષીય ડ્રાઇવરે તેની છાતીમાં દુઃખાવો થતો હોવા છતાં 15 કિમી સુધી સતત બસ ચલાવી અને મુસાફરોને ડેપો સુધી લઇ ગયો. છેલ્લે ડેપો પર પહોંચ્યા ત્યાં જ હૃદયરોગના હુમલોથી ST ડ્રાઇવરનું કરૂણ મોત થયું. ગત સોમવારે આ કરૂણ ઘટના રાધનપુરમાં બની હતી. આમ, ડ્રાઈવરે બસમાં સવાર મુસાફરોનો જીવ બચાવ્યો, પણ […]

Share:

અમદાવાદ:  ગુજરાત ST બસના ના 40 વર્ષીય ડ્રાઇવરે તેની છાતીમાં દુઃખાવો થતો હોવા છતાં 15 કિમી સુધી સતત બસ ચલાવી અને મુસાફરોને ડેપો સુધી લઇ ગયો. છેલ્લે ડેપો પર પહોંચ્યા ત્યાં જ હૃદયરોગના હુમલોથી ST ડ્રાઇવરનું કરૂણ મોત થયું. ગત સોમવારે આ કરૂણ ઘટના રાધનપુરમાં બની હતી. આમ, ડ્રાઈવરે બસમાં સવાર મુસાફરોનો જીવ બચાવ્યો, પણ પોતે જીંદગીથી હારી ગયો.

પાટણના રાધનપુરમાં સોમવારે એક એવી ઘટના બની, જેને લોકોના દિલ જીતી લીધા, પણ છેલ્લે લોકો હ્રદય દ્રવી ઉઠ્યા. રાધનપુરમાં એક બસ ચાલકને છાતીમાં દુઃખાવો થતો હોવા છતાં બસ ચાલુ રાખી અને 15 કીમી સુધી બસ ચલાવી હિંમત સાથે ડ્રાઇવરે બસને બસ સ્ટેન્ડ સુધી પહોંચાડી. જોકે, બસ ચાલકને બસ ચલાવતી વખતે જ ડ્રાઇવરને હાર્ટ અટેક આવ્યો હતો. છેલ્લે ડ્રાઇવરનું હાર્ટ અટેકથી મોત થયું.

છાતીમાં દુઃખાવા થયો છતાં 15 કિમી સુધી બસ ચલાવી

આ અંગે બસના કંડક્ટર દિનેશ દેસાઈએ કહ્યું કે, હિંમતવાન ડ્રાઈવર ભારમલભાઈ આહિરને છાતીમાં પીડા થઇ રહી હોવા છતાં 20 મિનિટ સુધી બસ ચલાવવાની ચાલુ રાખી. ડ્રાઇવર બસમાં સવાર મુસાફરોને અધવચ્ચે છોડવા માંગતો નહોતો. બસ જેવી રાધનપુર ડેપોમાં પહોંચતા કે તરત જ આહિર નીચે પડી ગયા. ડ્રાઇવરને રાધનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે તો લઇ જવાયો પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

કોઈ મુસાફરો પરેશાન ન થાય એટલે આખી રાત બસ ચલાવી

ડ્રાઇવર આહિર રવિવારે રાત્રે 8.30 વાગ્યે સોમનાથથી નીકળ્યા હતા અને સોમવારે સવારે 7.05 વાગ્યે રાધનપુર પહોંચવાનું હતું અને મુસાફરો સવારે ચાના વિરામ માટે રાધનપુરથી લગભગ 15 કિમી દૂર વારાહી ખાતે થોડા સમય માટે રોકાયા હતા. સાથી કંડક્ટર દેસાઈએ કહ્યું કે, જ્યારે ફરીથી મુસાફરી શરૂ થઈ, ત્યારે આહિર છાતીમાં દુઃખાવા અને તબિયત ખરાબ લાગતી હોવાની ફરિયાદ કરી. મને કહે કે, મારે હોસ્પિટલમાં જવું પડશે નહીં તો હું મરી જશે, પરંતુ વધુ 15 કિમી સુધી બસ ચલાવાનું ચાલુ રાખ્યું, એ કોઇ મુસાફરોને મુશ્કેલી ન પડે એવું ઇચ્છતો હતો. જો તેણે દુઃખાવાને નજરઅંદાજ ન કર્યો હોય તો શાયદ એ બચી જાત. જોકે, અમે બસ ડેપો પર 15 મિનિટ મોડા પહોંચ્યા અને બસ પાર્કિંગ કર્યા પછી ડ્રાઇવર સીટ પર જ ઢળી પડ્યો હતો. મુસાફરોનો જીવ બચાવ્યો, પણ પોતે જીંદગીથી હારી ગયો.