રાજ્યનો પ્રથમ  LGD શૉરૂમ અમદાવાદમાં શરૂ

બજેટ-2022 દેશના નાણામંત્રી નિર્મલા સીતારમને દેશના હીરા ઉદ્યોગને પ્રોત્સાહન આપતા જાહેરાત કરી હતી કે, LGD અર્થાત લેબમાં બનતા તમામ હિરાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે IITની ગ્રાન્ટ આપવામાં આવશે. એ જાહેરાતની હકારાત્મક અસર રૂપે અમદાવાદમાં પહેલો LGD એટલે કે લેબ ગ્રાઉન્ડ ડાયમંડ શૉ રૂપની શરૂઆત કરવામાં આવી.આ જ્વેલરી શૉ રૂમ અયાની બ્રાન્ડ દ્વાર શરૂ કરવામાં આવ્યું […]

Share:

બજેટ-2022 દેશના નાણામંત્રી નિર્મલા સીતારમને દેશના હીરા ઉદ્યોગને પ્રોત્સાહન આપતા જાહેરાત કરી હતી કે, LGD અર્થાત લેબમાં બનતા તમામ હિરાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે IITની ગ્રાન્ટ આપવામાં આવશે. એ જાહેરાતની હકારાત્મક અસર રૂપે અમદાવાદમાં પહેલો LGD એટલે કે લેબ ગ્રાઉન્ડ ડાયમંડ શૉ રૂપની શરૂઆત કરવામાં આવી.આ જ્વેલરી શૉ રૂમ અયાની બ્રાન્ડ દ્વાર શરૂ કરવામાં આવ્યું છે. જે અમદાવાદના સિંધુભવન વિસ્તારમાં સ્થિત છે.

આ અંગે વાત કરતા અયાનીના ઓનરે કહ્યું કે, લેબ ડાયમંડ ઓરિજનલ ડાયમંડ કરતા ઘણા હોય છે. જેને ખાસ કરીને લેબમાં બનાવવામાં આવે છે. વધુમાં તેમણે કહ્યું કે, અસલી હીરા અને તેમાંથી બનેલા આભુષણો બધા માટે ખરીદવા સરળ નથી હોતા. આ સ્થિતિમાં આ લેબ ડાયમંડ તેવા તમામ ગ્રાહકો માટે વરદાન સ્વરૂપ છે જેમને હીરાઓ પસંદ છે. અમે અમદાવાદની જનતા માટે સસ્તામાં અને નવિનતમ ડિઝાઈન સાથે હાજર છીએ. મહત્વનું છે કે, ગુજરાતમાં સુરત એ ડાયમંડ બજાર તરીકે જાણીતું છે. જ્યાં સૌ પ્રથમ ડાયમંડને લેબમાં બનાવવાની શરૂઆત થઈ હતી.

હવે હીરાના પ્રકારની વાત કરીએ તો એક આવે છે પ્રાકૃતિક હીરો. જે અમૂલ્ય છે. એ હીરો એક ખનિજ છે. જે જમીનની નીચે હાજર કાર્બનિક પદાર્થ છે. ડાયમંડ સંપૂર્ણપણે કોર્બનિક છે. એટલે કે, જો તમે તેને બાળી નાખો તો તમને તેની રાખ પણ નહીં મળશે અને તે કાર્બનમાં બદલાઈ જશે. જ્યારે કાર્બનના કણો જમીનની અંદર દબાણ અને તાપમાનમાં મળે છે અને આ લોકો તેમાંથી હીરા બનાવે છે. મહત્વનું છેકે, જો હીરાને પકાવવાની ભઠ્ઠીમાં 763 ડિગ્રી સેલ્સિયસ પર ગરમ કરવામાં આવે છે તો તે બળીને કાર્બન ડાયોક્સાઇડ બની જાય છે.

લેબમાં બનતા હીરા

વર્તમાનમાં બીજા નંબરનો ઉદ્યોગ એટલે લેબમાં તૈયાર થતા હીરાનો ઉદ્યોગ. જેમાં લેબ ગ્રોન ડાયમંડ અને આર્ટિફિશિયલ હીરા પણ કહેવામાં આવે છે. જે દેખાવમાં બિલકુલ અસીલી જેવો હોય છે.જેવી રીતે આપણે ખાંડના ડબ્બામાં ખાંડને દબાઈ-દબાવીને ભરીએ છીએ તેવી જ રીતે ઘણા કાર્બન પરમાણુઓ દબાઈ-દબાઈને ભરવામાં આવે ત્યારે તે હીરો બને છે. તેને બનાવવા માટે લેબમાં ઉચ્ચ તાપમાન અને દબાણ પેદા કરવામાં આવે છે.

મહત્વનું છે કે, LGD જ્વેલરીના ઘણા બધા સ્ટોરો મુંબઈમાં જોવા મળે છે, પરંતુ સૌથી વધુ હીરાનું ઉત્પાદન કરતા રાજ્ય તરીકે ગુજરાતમાં આજ સુધી એક પણ સ્ટોર જોવા મળતો નહોત.