અતિક અહેમદ અને અશરફની હત્યા બાદ રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની સૂચના

પ્રયાગરાજમાં માફિયામાંથી રાજકારણી બનેલા અતિક અહેમદ અને તેનાં  ભાઈ અશરફની ગોળી મારીને હત્યા બાદ રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની સૂચના ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મોડી રાતની બેઠકમાં રાજ્યના પોલીસ અધિકારીઓને આપી હતી.  મુખ્ય પ્રધાન કાર્યાલયનાં કે નિવેદનમાં જણાવ્યું છે કે, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પોલીસ અધિકારીઓને રાજ્યમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આવે […]

Share:

પ્રયાગરાજમાં માફિયામાંથી રાજકારણી બનેલા અતિક અહેમદ અને તેનાં  ભાઈ અશરફની ગોળી મારીને હત્યા બાદ રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની સૂચના ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મોડી રાતની બેઠકમાં રાજ્યના પોલીસ અધિકારીઓને આપી હતી. 

મુખ્ય પ્રધાન કાર્યાલયનાં કે નિવેદનમાં જણાવ્યું છે કે, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પોલીસ અધિકારીઓને રાજ્યમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આવે અને લોકોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે જોવા જણાવ્યું છે. આ સાથે જ તેમણે લોકોને આ ઘટના અંગેની અફવાઓ પર ધ્યાન ન આપવાની પણ અપીલ કરી છે. તેમણે એમ પણ જાનવ્યું હતું કે, અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 

અતિક અહેમદ 2005ના બીએસપી ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસ અને આ વર્ષે ફેબ્રુઆરીમાં બનેલા ઉમેશ પાલ હત્યા કેસમાં પણ આરોપી હતો. આ ઉપરાંત પણ તેની સામે અનેક કેસ ચાલી રહ્યા હતા. તેઓને પ્રયાગરાજની હોસ્પિટલમાં તપાસ માટે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે ત્યાં પત્રકારોના વેશમાં ત્રણ લોકોએ તેમની ગોળી મારીને હત્યા કરી દીધી હતી અને તેઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા આ બધુ અચાનક જ બન્યું અને તરત જ ત્રણ આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા. 

મુખ્યપ્રધાનનાં નિવાસસ્થાને મળેલી બેઠકમાં  ઉત્તર પ્રદેશના ગૃહ સચિવ સંજય પ્રસાદ, યુપી પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) આરકે વિશ્વકર્મા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હજુ થોડા દિવસો અગાઉ જ ઉત્તર પ્રદેશના ઝાંસીમાં એક એન્કાઉન્ટરમાં અતિક અહેમદના પુત્ર અસદની હત્યા પછી, માફિયામાંથી રાજકારણી બનેલા અતિક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદને શનિવારે પ્રયાગરાજમાં મેડિકલ માટે લઈ જવામાં આવતાં માર્યા ગયા હતા.

આ ઘટના બાદ ઉત્તર પ્રદેશ સરકારે રવિવારે તમામ જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરી હતી, અને તમામ પોલીસ સ્ટેશનોને પેટ્રોલિંગ વધારવા અને હાઈ એલર્ટ પર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. પોલીસની તમામ રજાઓ રદ કરવામાં આવી છે. અનામત દળોના પોલીસકર્મીઓને પણ તૈનાતના આદેશ આપવામાં આવ્યા છે.  હત્યા બાદ પ્રયાગરાજમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે .  17 જેટલા પોલીસકર્મીઓને સસપેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ  સાથે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.  વધુ અફવા નાં ફેલાય તે માટે પ્રયાગરાજમાં ઈન્ટરનેટ સેવા બંધ પણ કરી દેવામાં આવી છે. 

અત્રે એ ઉલ્લેખનીય  છે કે, હત્યા પહેલા અતિકને મીડિયાએ સવાલ પૂછ્યો કે જો તમને અંતિમ સંસ્કારમાં ન લઈ જવામાં આવ્યા તો અતિકે આના પર કંઈક કહ્યું હતું અને ત્યારે અશરફે કહ્યું કે મુખ્ય વાત એ છે કે ગુડ્ડુ મુસ્લિમ છે. અને તે સાથે જ ફાયરિંગ શરૂ થઈ ગયું હતું અને બંનેની હત્યા થઈ ગઈ હતી. આ દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા છે.