કેરળમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો, કોચના કાચ તૂટ્યા

કેરળમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર હુમલાની ઘટના સામે આવી છે. કાસરગોડથી તિરુવનંતપુરમ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો થયો હતો. કેરળમાં જાણે ટ્રેન પર પથ્થરમારાની ઘટનાઓએ જોર પકડ્યું હોય તેમ એક પછી એક આવી ઘટનાઓ સામે આવી રહી છે. રવિવારે 3 ટ્રેનો પર અસમાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. જોકે આ ઘટનામાં 4 […]

Share:

કેરળમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર હુમલાની ઘટના સામે આવી છે. કાસરગોડથી તિરુવનંતપુરમ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો થયો હતો. કેરળમાં જાણે ટ્રેન પર પથ્થરમારાની ઘટનાઓએ જોર પકડ્યું હોય તેમ એક પછી એક આવી ઘટનાઓ સામે આવી રહી છે. રવિવારે 3 ટ્રેનો પર અસમાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. જોકે આ ઘટનામાં 4 શ્રમિકોની અટકાયત કરાઈ હતી.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન બની રહી છે ટાર્ગેટ

અગાઉ કેરળનાં કાસરગોડથી તિરુવનંતપુરમ જઈ રહેલી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો છે. ટ્રેન જ્યારે થાલાસ્સેરીથી પસાર થઈ ત્યારે આ ઘટના બની છે. ગઈકાલે 15મીએ બપોરે બનેલી આ ઘટનામાં કોત નંબર સી8ના કાચ તુટી ગયા છે. જોકે મુસાફરો સલામત હોવાની વાત સામે આવી છે. પથ્થમારો એવો જોરથી કરાયો કે, એસી કોચની 1 બારીના બંને પરતના કાંચ તુટી ગયા હતા. રેલવે એ આ ઘટનામાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય ટ્રેન પર પણ કરાયો પથ્થરમારો

15મી ઓગસ્ટે કોઝિકોડ અને કલ્લાઈ વચ્ચે કન્નૂર-યશવંતપુરા એક્સપ્રેસ ટ્રેન પર પથ્થમારાની ફરિયાદ કરાઈ હતી. ફરિયાદમાં એસ4 કોચ પર પથ્થમારો કરાયો હોવાનું જણાવાયું હતું.

જ્યારે 14મી ઓગસ્ટે સવારે નિઝામુદ્દીનથી એર્નાકુલમ જઈ રહેલી દુરન્તો એક્સપ્રેસ પર કન્નાપુરમ-પોપિનિસેરી વચ્ચે પથ્થમારો કરાયો હતો. એન્જીન પર પત્થર પડતા લોકો પાયલટે રેલવે સુરક્ષા દળને જાણ કરી હતી.

કેરળમાં ત્રણ ટ્રેન પર કરાયો પથ્થરમારો

કેરળના કન્નુર અને કાસરગોડ જિલ્લામાંથી પસાર થતી ત્રણ ટ્રેનો પર પથ્થરમારો કરાયો છે. આ ઘટના પથ્થરમારાની ઘટનામાં દક્ષિણી રેલવેના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. 13મીએ સાંજે 7.11થી 7.16 વચ્ચે બે ટ્રેનો કન્નૂર રેલવે સ્ટેશનથી રવાના થઈ કાસરગોડ જઈ રહી હતી. ત્યારે વલમપટ્ટનમ પાસે ટ્રેનો પર પથ્થમારો કરવામાં આવ્યો. જ્યારે ત્રીજી ટ્રેન કાસરગોડથી કન્નૂર જઈ રહી હતી ત્યારે નીલેશ્વરમાં પથ્થરમારો કરવામાં આવ્યો.

આ ઘટનામાં પોલીસે વાલાપટ્ટનમના ચાર પ્રવાસી શ્રમિકોની ધરપકડ કરી છે. આ શ્રમિકો નશાની હાલતમાં મળી આવ્યા હતા. શ્રમિકોએ કહ્યું કે, તેમનો કોઈ ખોટું કામ કર્યું નથી. ઉલ્લેખનીય છે કે કેરળમાં છેલ્લા 20 મહિનાની અંદર ટ્રેન પર પથ્થરમારાના કુલ 60 કેસ નોંધાયા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2023માં જ કેરળમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સેવા શરૂ કરાઈ છે.  રેલવે અધિકારીઓ કેરળમાં સતત આવી ઘટનાથી ચિંતિત છે અને તેની તપાસ ચાલી રહી છે. જોકે સદનસીબે એક પણ ઘટનામાં મોટી જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.