GST ચૂકવતા વેપારીઓ સાવધાન, IT વિભાગની હવે ચાંપતી નજર રહેશે

ગુડ્સ અને સર્વિસ ટેક્સ GST વિભાગ ટૂંક સમયમાં વેપારીઓ અને વ્યાવસાયિકો દ્વારા ફાઇલ કરાયેલ ઇન્કમ ટેક્સ રિટર્ન અને એમસીએ ફાઇલિંગનું વિશ્લેષણ કરવાનું શરૂ કરશે કે શું કંપની એક સંસ્થા તેમની GST ભરવાની જવાબદારી પર્યાપ્ત રીતે નિભાવી રહી છે અને વેરો ભરતા માળખાને વિસ્તૃત કરી રહી છે કે કેમ.  હાલમાં, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) હેઠળ […]

Share:

ગુડ્સ અને સર્વિસ ટેક્સ GST વિભાગ ટૂંક સમયમાં વેપારીઓ અને વ્યાવસાયિકો દ્વારા ફાઇલ કરાયેલ ઇન્કમ ટેક્સ રિટર્ન અને એમસીએ ફાઇલિંગનું વિશ્લેષણ કરવાનું શરૂ કરશે કે શું કંપની એક સંસ્થા તેમની GST ભરવાની જવાબદારી પર્યાપ્ત રીતે નિભાવી રહી છે અને વેરો ભરતા માળખાને વિસ્તૃત કરી રહી છે કે કેમ. 

હાલમાં, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) હેઠળ 1.38 કરોડ નોંધાયેલા વેપાર અને વ્યાવસાયિકો છે, તેને 1 જુલાઈ, 2017 ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો. ઉત્પાદન અને સેવા ક્ષેત્રના વ્યવસાયો અનુક્રમે રૂ. 40 લાખ અને રૂ. 20 લાખથી વધુના વાર્ષિક ટર્નઓવર સાથે GST હેઠળ પોતાની નોંધણી કરાવવી અને ટેક્સ રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે. “અમે આયકર વિભાગ પાસે ઉપલબ્ધ માહિતીના આધારે ડેટાનું વિશ્લેષણ કરીશું અને જો તે પ્રમાણે જે સંસ્થાઓએ GST હેઠળ ટેક્સ ચૂકવવો જોઈએ અને તે તેમ નથી કરી રહી, તો શરૂઆતમાં અમે હળવી તપાસ મોકલીશું,” તેમ એક અધિકારી પીટીઆઈને જણાવ્યું હતું.

માહિતીના વિશ્લેષણમાં એવી સંસ્થાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે જે કાર માળખામાં આવે છે અને તેને GST હેઠળ નોંધણી કરાવવાની અને માસિક અથવા ત્રિમાસિક રીતે રિટર્ન ફાઇલ કરવા જરૂરી છે. GST કાયદાનું પાલન ન કરતી સંસ્થાઓને જાણ્યા પછી, GST વિભાગ તેમને તેમના રજિસ્ટર્ડ વ્યવસાયના સ્થળે સંપર્ક કરશે અને તેમને પાલન ન કરવા માટેના કારણો પૂછશે.

 અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ડેટા એનાલિસિસ વિંગ કોર્પોરેટ બાબતોના મંત્રાલયમાં વેપાર દ્વારા દાખલ કરવામાં આવેલા ત્રિમાસિક અને વાર્ષિક ડેટાને પણ તપાસશે કે શું કોઈ GST ચોરી થઈ રહી છે?

આયકર વિભાગ અને GSTનાં  ડેટાને ચકાસાશે.  મેચિંગ એ પ્રથમ તબક્કો હશે, ત્યારબાદ MCA ફાઇલિંગ મેચિંગ થશે. અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે ટૂંક સમયમાં આવકવેરા ડેટાને મેચ કરવાનું શરૂ કરીશું.”

માન્ય શૈક્ષણિક સંસ્થાઓ, કૃષિકારો, વીજળી ટ્રાન્સમિશન અથવા વિતરણ કંપનીઓ, તબીબી સેવાઓ સહિત અનેક સેવા ક્ષેત્રોને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ નાણાકીય વર્ષમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ચોરીના કેસોની કુલ સંખ્યા ફેબ્રુઆરી સુધીમાં 13,492 કેસ મળી આવી છે. જુલાઈ 2017 થી ફેબ્રુઆરી 2023 ની વચ્ચે મળી આવેલ કુલ ચોરી રૂ. 3.08 લાખ કરોડની નજીક હતી, જેમાંથી રૂ. 1.03 લાખ કરોડની વસૂલાત કરવામાં આવી છે. છેલ્લા સાડા પાંચ વર્ષમાં 1,402 લોકોની કરચોરી બદલ ધરપકડ કરી છે.