સુરતમાં ગુજરાતનુ સર્વપ્રથમ વેરામુક્ત સોના વેચાણ કેન્દ્ર શરૂ થયું

સુરતનાં ઘરેણાં બનાવનાર હવે સુરતમાં જ વેરા મુક્ત સોનું  ખરીદી શકે તે માટેની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. પહેલાથી જ સુરત જ્વેલરી ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર છે અને તેમાં મળેલા આ લાભથી ત્યાંનાં વેપારીઓની માંગ પૂરી થઈ છે.  અગાઉ ઝવેરાત બનાવનારા એકમોને આ માટે મુંબઈ જવું પડતું હતું. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા આ પ્રથમ કેન્દ્ર […]

Share:

સુરતનાં ઘરેણાં બનાવનાર હવે સુરતમાં જ વેરા મુક્ત સોનું  ખરીદી શકે તે માટેની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. પહેલાથી જ સુરત જ્વેલરી ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર છે અને તેમાં મળેલા આ લાભથી ત્યાંનાં વેપારીઓની માંગ પૂરી થઈ છે.  અગાઉ ઝવેરાત બનાવનારા એકમોને આ માટે મુંબઈ જવું પડતું હતું. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા આ પ્રથમ કેન્દ્ર કાર્યરત કરાયું છે. 

ઘણા સમયથી સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશનની માગણીને ધ્યાનમાં લઈ અને એસબીઆઈની મદદથી આ સોનાનું વિતરણ કેન્દ્ર શરૂ થયું છે. જે ગુજરાત ખાતેનું પહેલું ડયુટી ફ્રી સોનાનું વેચાણ કેન્દ્ર છે. હાલમાં માત્ર સુરત અને તેની આસપાસ જ 450 જેટલા ઘરેણાં બનાવતા એકમો છે, અને તેમાંના મોટાભાગના એકમોને વેરા મુક્ત સોનાની ખરીદી મુંબઈથી કરવી પડતી હતી, તેમ સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (SJMA) નાં અધ્યક્ષ જયંતી સાવલિયાએ જણાવ્યું હતું. 

તેમણે વધુમાં જણાવ્યું કે, આ વેચાણ કેન્દ્ર સ્ટેટ બેન્કની મુખ્ય શાખા જે ચોક બજાર આવેલી છે ત્યાં કાર્યરત કરાયું છે અને જે લોકો પાત્રતા ધરાવતા ઘરેણાં ઉત્પાદકો છે તેઓ ત્યાંથી સોનું ખરીદી શકશે.

વૈશ્વિક બજારની સ્પર્ધામાં ટકી રહેવા માટે વેરા મુક્ત સોનાની આવશ્યકતા છે કારણકે દુબઈ જેવા દેશોમાં વેપારમાં વિકાસ માટે સોનાની નિકાસ માટે વેરા વસૂલવામાં આવતા નથી.  વેરા મુક્ત સોનાનું વેચાણ કેન્દ્ર શરૂ થતાં રાજ્યના ઘરેણાં ઉત્પાદકોને વેપારની સમાન તક મળશે.  હાલમાં ગોલ્ડ વૉલ્ટની ક્ષમતા 50 કિલોની છે. 

ડ્યુટી ફ્રી ગોલ્ડની અછતનાં  કારણે ડાયમંડ જ્વેલરી ક્ષેત્રમાં નિરાશા વ્યાપી ગઈ હતી. ઘરેણાંની નિકાસ કરતી કંપનીઓને અત્યારસુધી મોટી નોડલ એજન્સીઓએ માત્ર મોટી એજન્સી દ્વારા મોટા સોનાના ઘરેણાં ઉત્પાદકોને જ ડયુટી ફરી સોનું અપાતું હતું. આ સુવિધા નાણાં એકમોને પણ આપવામાં આવે તેવી એક માંગ સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા સ્ટેટ બેન્કના ઉચ્ચ અધિકારીઓને કારાઈ હતી. જેના પગલે એસબીઆઈની ચોકબજાર મુખ્ય બ્રાન્ચમાં જરૂરી દસ્તાવેજો રજૂ કરી ડયુટી ફરી સોનું પ્રાપ્ત કરી શકાય તેવી સગવડ શરૂ કરાઇ છે. 

સાવલિયાએ  જણાવ્યું કે, આ સગવડથી  સુરતના નાણાં એકમો અને નિકાસકારોને ખૂબ સરળતાથી અને સમયસર સોનું મળી રહેશે. સુરતમાં વિશ્વનો સૌથી મોટો જ્વેલરી પાર્ક ઈચ્છાપોર જ્વેલરી પાર્ક બની રહ્યો છે. તેમજ સુરતના 450થી પણ વધુ એકમો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ધોરણે ખૂબ જ મોટા પ્રમાણમાં વેપાર કરી રહ્યા છે તેમને આ કેન્દ્ર શરૂ થતાં ઘણી રાહત થઈ છે.