Surat Suicide Case: મનીષ સોલંકીએ 6 પરિવારજનોની હત્યા કર્યા બાદ જીવ ટૂંકાવ્યો

Surat Suicide Case: સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં એક જ પરિવારના 7 સદસ્યોની આત્મહત્યાની ઘટના બાદ ભારે હડકંપ મચી ગયો હતો. એક સાથે 7 લોકોની અર્થી નીકળતા ગામમાં ભારે સોપો પડી ગયો હતો. ફર્નિચરનું કામકાજ કરતા મનીષ સોલંકી (Manish Solanki)એ એક કથિત સુસાઈડ નોટ પણ લખી હતી જેમાં તેણે નજીકના લોકો સાથે પૈસાકીય બાબતે મનદુઃખ થવાથી […]

Share:

Surat Suicide Case: સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં એક જ પરિવારના 7 સદસ્યોની આત્મહત્યાની ઘટના બાદ ભારે હડકંપ મચી ગયો હતો. એક સાથે 7 લોકોની અર્થી નીકળતા ગામમાં ભારે સોપો પડી ગયો હતો. ફર્નિચરનું કામકાજ કરતા મનીષ સોલંકી (Manish Solanki)એ એક કથિત સુસાઈડ નોટ પણ લખી હતી જેમાં તેણે નજીકના લોકો સાથે પૈસાકીય બાબતે મનદુઃખ થવાથી આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. 

Surat Suicide Caseમાં 6 હત્યા!

અડાજણ પાલનપુર પાટિયા પાસે આવેલા સિદ્ધેશ્વર કોમ્પ્લેક્ષમાં શનિવારે સવારે સોલંકી પરિવારના 7 સદસ્યોના મૃતદેહ મળી આવ્યા બાદ હડકંપ મચી ગયો હતો. ત્યારે પોલીસના કહેવા પ્રમાણે આ કેસ સામૂહિક આત્મહત્યાનો નથી. મૃતક મનીષ સોલંકીએ આત્મહત્યા કરતા પહેલા ઠંડા કલેજે પોતાના પરિવારના 6 સદસ્યોની હત્યા કરી હતી અને બાદમાં પોતાનો જીવ ટૂંકાવ્યો હતો.

વધુ વાંચો: Surat: એક જ પરિવારના સાત સભ્યોએ સામુહિક આપઘાત કર્યો

મહિને 2-3 લાખ રૂપિયાની આવક હતી

મનીષ સોલંકી ઈન્ટીરિયર ડીઝાઈનિંગ અને ફર્નિચરના કામકાજ સાથે સંકળાયેલો હતો અને તેના હાથ નીચે 30 જેટલા લોકો કામ કરતા હતા. જાણવા મળ્યા મુજબ આશરે 30 જેટલી સાઈટ્સ પર મનીષ સોલંકી (Manish Solanki)નું કામકાજ ચાલી રહ્યું હતું અને તેની માસિક આવક 2-3 લાખ રૂપિયાની હતી. 

28 તારીખે સવારે કારીગરે મનીષને ફોન કર્યો હતો પણ તે રીસિવ ન થયો એટલે તે ઘરે પહોંચ્યો હતો અને ઘરનો દરવાજો ન ખુલતા પાછળના ભાગે બારીમાંથી જોતા મનીષ છત સાથે લટકતો દેખાયો હતો. બાદમાં તેણે મનીષના અન્ય સંબંધીઓને જાણ કરી હતી અને અંદરનું દૃશ્ય વધુ વિચલિત કરી નાખનારૂ હતું જેમાં મનીષના માતા-પિતા, પત્ની અને 3 સંતાનોની લાશ રૂમમાંથી મળી આવી હતી. 

વધુ વાંચો: ઈસાઈ કન્વેન્શન સેન્ટરમાં ધમાકામાં 3નાં મોત, 45થી વધુ ઘાયલ

ઘરમાં જંતુનાશક દવા હતી

સુરત આત્મહત્યા કેસ (Surat Suicide Case)માં સામે આવેલી વિગતો પ્રમાણે મનીષ ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાથી તેના ઘરે ઉધઈ મારવાની જંતુનાશક દવાઓ પડી હતી. પોલીસને તેના ઘરેથી ડિવાઈન 550 જંતુનાશક દવાની ખાલી બોટલ પણ મળી આવી હતી. 

પોલીસના કહેવા પ્રમાણે મનીષે પોતાના પિતા, પત્ની અને નાની દીકરી, દીકરાની ઝેર આપીને હત્યા કરી હતી જ્યારે પોતાની માતા અને મોટી દીકરીની ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યાર બાદ તેણે છત સાથે લટકીને આત્મહત્યા કરી હતી. 

તાંત્રિક વિદ્યાના રવાડે ચડ્યો હોવાની શક્યતા

આ કેસની તપાસ કરી રહેલી ટીમને  મનીષ સોલંકી (Manish Solanki)ના કેસમાં તાંત્રિક વિદ્યા જવાબદાર હોવાની પણ આશંકા છે. તેને અલગ અલગ લોકો પાસેથી 1 કરોડ રૂપિયા લેવાના હોવાથી મનદુઃખમાં આત્મહત્યા કરી હોવાના અહેવાલો વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કોઈ અઘોરીના આશીર્વાદ લઈ રહેલો જણાય છે. તેણે આ વીડિયો ફેસબુક પર શેર કર્યો હતો ત્યારે આ કેસમાં તાંત્રિક વિદ્યા જવાબદાર હોવાની આશંકા પણ પ્રબળ બની છે.