આદિવાસી પરંપરાને ધ્યાનમાં લઈ બનાવાઈ રહેલી ફિલ્મનું ઓડિશન

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં આદિવાસીઓની પરંપરા પર આધારિત ફિલ્મ બની રહી છે જેમાં આત્મસમર્પણ કર્યું હોય તેવા નક્સલીઓએ ફિલ્મની વિવિધ ભૂમિકાઓ માટે ઓડિશન આપ્યું હતું. આ ફિલ્મ આદિવાસી પરંપરાને ધ્યાનમાં લઈને બનાવાઈ રહી છે અને ત્યાંનાં સ્થાનિક લોકોને પણ તેમાં લેવામાં આવશે. આ માટે તેમણે અભિનય અને તેમના અવાજમાં મોડયુલેશન કેવી રીતે કરવું તે શીખવાડવા માટે એક […]

Share:

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં આદિવાસીઓની પરંપરા પર આધારિત ફિલ્મ બની રહી છે જેમાં આત્મસમર્પણ કર્યું હોય તેવા નક્સલીઓએ ફિલ્મની વિવિધ ભૂમિકાઓ માટે ઓડિશન આપ્યું હતું. આ ફિલ્મ આદિવાસી પરંપરાને ધ્યાનમાં લઈને બનાવાઈ રહી છે અને ત્યાંનાં સ્થાનિક લોકોને પણ તેમાં લેવામાં આવશે. આ માટે તેમણે અભિનય અને તેમના અવાજમાં મોડયુલેશન કેવી રીતે કરવું તે શીખવાડવા માટે એક કાર્યક્રમ યોજાયો હતો. 

શનિવારે મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં મૂવીની ભૂમિકા માટે ઓડિશનનું આયોજન કરાયું હતું. રાજ્ય પોલીસની પહેલના ભાગરૂપે તેમને ફિલ્મોમાં પોતાની કારકિર્દી બનાવવા માટે સુવિધા આપવામાં આવે છે. 

મરાઠી અભિનેત્રી તૃપ્તિ ભોઈર અને ફિલ્મ નિર્માતા વિશાલ કપૂર દ્વારા એક ઓડિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, તેઓ ગઢચિરોલીનાં આદિવાસીઓની પરંપરા પર આધારિત ફિલ્મ પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મ ગઢચિરોલીની જ એક વર્ષો જૂની પરંપરાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહી છે. જેમાં, જે પણ મહિલાને માસિક આવે તેણે ઘરની બહાર બનવવામાં આવેલી ઝુંપડીમાં રહેવું આવશ્યક છે. ઘરની બહાર બનાવાયેલી આ ઝુંપડીને કુર્મઘરના નામે ઓળખવામાં આવે છે. તેને અનુલક્ષીને આ ફિલ્મનું નામ પણ કુર્મઘર રાખવામાં આવ્યું છે. 

આ ઓડિશન ગઢચિરોલીના પોલીસ હેડક્વાટર નજીક નવજીવન કોલોનીમાં કરાયું હતું. જેમાં, પુરુષો અને મહિલાઓ બંનેએ ભાગ લીધો હતો. ત્યાં હાજર લોકોને તૃપ્તિ ભોઈર અને વિશાલ કપૂર દ્વારા અવાજમાં આવશ્યક ફેરફાર કરવાની તેમજ અભિનયની તાલીમ આપવામાં આવી હતી. 

આ પ્રસંગે ગઢચિરોલીનાં પોલીસ અધિક્ષક નીલોત્પલે જણાવ્યું કે, આત્મસમર્પણ કરેલા નક્સલીઓને ફિલ્મોમાં અભિનય કરવાની તક મળે અને તેમાં તેઓ કારકિર્દી બનાવી શકે તે માટે આ પહેલ કરવામાં આવી છે અને આ પ્રયત્નો સફળ થાય તો તેમને નવી ઓળખ મેળવવામાં મદદ મળશે. 

તૃપ્તિ ભોઈર અને વિશાલ કપૂરે અગડબમ, તુજ્યા મારા સંસારલા, કાયે હેવ અને ટુરિંગ ટોકીઝ જેવી ઘણી જાણીતી અને લોકોએ પસંદ કરેલી મરાઠી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

આ પ્રસંગે પોલીસ અધિક્ષક (વહીવટ) કુમાર ચિન્તા, સમર્પણ શાખાના પ્રભારી અધિકારી, પી.ઓ. સબ ઈન્સ્પેક્ટર સાગર ઝાડે અને અમલદાર હાજર રહ્યા હતા.

મરાઠી અભિનેત્રી તૃપ્તિ ભોઈર મરાઠી થિયેટર અને ફિલ્મ ઉદ્યોગ માટે કોઈ નવું નામ નથી. એક અભિનેત્રી તરીકે તેણીએ પહેલેથી જ એક અલગ છાપ બનાવી છે પછી તે સ્ટેજ, ટેલિવિઝન કે ફિલ્મો હોય.