‘ચંદ્રને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવું જોઈએ’, સ્વામી ચક્રપાણી મહારાજે કરી માગ

ચંદ્રયાન-3 એ ચંદ્રની સપાટીના દક્ષિણ ધ્રુવ પર સફળ સોફ્ટ-લેન્ડિંગ કર્યાના એક દિવસ પછી, હિન્દુ સ્વામી ચક્રપાણી મહારાજે સરકારને ચંદ્રને “હિંદુ રાષ્ટ્ર” જાહેર કરવા સરકારને અપીલ કરી હતી.  અખિલ ભારતીય હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામીએ જણાવ્યું હતું કે ચંદ્રને “હિંદુ રાષ્ટ્ર” જાહેર કરવાથી કોઈ આતંકવાદી ત્યાં સુધી પહોંચી શકશે નહીં.  તાજેતરમાં PM મોદીએ જાહેરાત કરી હતી […]

Share:

ચંદ્રયાન-3 એ ચંદ્રની સપાટીના દક્ષિણ ધ્રુવ પર સફળ સોફ્ટ-લેન્ડિંગ કર્યાના એક દિવસ પછી, હિન્દુ સ્વામી ચક્રપાણી મહારાજે સરકારને ચંદ્રને “હિંદુ રાષ્ટ્ર” જાહેર કરવા સરકારને અપીલ કરી હતી.  અખિલ ભારતીય હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામીએ જણાવ્યું હતું કે ચંદ્રને “હિંદુ રાષ્ટ્ર” જાહેર કરવાથી કોઈ આતંકવાદી ત્યાં સુધી પહોંચી શકશે નહીં. 

તાજેતરમાં PM મોદીએ જાહેરાત કરી હતી કે, ચંદ્ર પર એ બિંદુ જ્યાં ચંદ્રયાન-3નું લેન્ડર વિક્રમ સોફ્ટ-લેન્ડ થશે તેનું નામ ‘શિવ શક્તિ’ રાખવામાં આવશે અને જ્યાં ચંદ્રયાન-2નું ક્રેશ લેન્ડીંગ થયું હતું તે જગ્યાને ‘તિરંગા’ કહેવામાં આવશે.

અગાઉ ટ્વીટર તરીકે ઓળખાતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વિડિયો શેર કરતા, સ્વામી ચક્રપાણી મહારાજે કહ્યું કે, ભારત સરકારે “ઝડપથી કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને કોઈ આતંકવાદી ચંદ્ર સુધી ન પહોંચે. સંસદ દ્વારા ચંદ્રને હિંદુ સનાતન રાષ્ટ્ર જાહેર કરવામાં આવે, ચંદ્રયાન-3ના ઉતરાણ બિંદુ શિવ શક્તિ પોઈન્ટને તેની રાજધાની તરીકે વિકસાવવામાં આવે, જેથી જેહાદી માનસિકતા ધરાવતો કોઈ આતંકવાદી ત્યાં પહોંચી ન શકે.” તેમણે એક પ્રસ્તાવ પણ પસાર કર્યો કે અમે શિવશક્તિ પોઈન્ટ પર ભગવાન શિવ, મા પાર્વતી અને ભગવાન ગણેશનું ભવ્ય મંદિર બનાવીશું.”

23 ઓગસ્ટના રોજ, ભારતના ચંદ્રયાન-3 મિશને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરીને અવકાશમાં ઈતિહાસ રચ્યો હતો. જે બાદ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે. PM મોદીએ શનિવારે (26 ઓગસ્ટ)ના રોજ જાહેરાત કરી હતી કે ચંદ્રયાન-3ની લેન્ડિંગ સાઇટને ‘શિવ શક્તિ’ પોઇન્ટ કહેવામાં આવશે. આ નામ બદલ્યા બાદ દેશમાં રાજકારણ પણ તેજ થઈ ગયું છે. 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવશે એવી જાહેરાત પણ થઇ છે. ચંદ્રયાન-3 મિશનની સફળતા બાદ સમગ્ર વિશ્વ ભારતના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર તરફથી આવતી માહિતીની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. આ પહેલા કોઈ ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચી શક્યું ન હતું. ભારત આમ કરનાર પ્રથમ દેશ બની ગયો છે.

ચંદ્ર ર હિંદુ સનાતનીઓનો પ્રથમ અધિકાર- સ્વામી ચક્રપાણી

અન્ય એક ટ્વીટમાં ચક્રપાણી મહારાજે લખ્યું કે, દેવી અનુસૂયાના પુત્ર ચંદ્ર પર હિંદુ સનાતનીઓનો પ્રથમ અધિકાર છે. એટલા માટે ચંદ્રને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવા અને પાકિસ્તાનના ધ્વજ પરથી ચંદ્રને હટાવવા માટે PM મોદીને પત્ર લખવામાં આવ્યો છે. આ ટ્વીટમાં તેમણે પત્રની કોપીની તસવીર પણ પોસ્ટ કરી છે જેના પર લખવામાં આવ્યું છે કે પાકિસ્તાન આતંક છોડી દે અથવા આપણા ચંદ્ર ભગવાનનો ફોટો તેના ધ્વજ પર લગાવે.

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે સ્વામી ચક્રપાણી મહારાજ તેમના વિચિત્ર નિવેદનોને કારણે હેડલાઈનમાં આવ્યા હોય. અગાઉ 2020માં, કોરોના રોગચાળા દરમિયાન, તેમના નેતૃત્વ હેઠળ અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ “ગૌમૂત્ર પાર્ટી”નું આયોજન કર્યું હતું.