દુષ્કર્મ પીડિત સગીરા સાથે મળવા દેવાની જિદને લઈ DCW પ્રમુખ સ્વાતિ માલીવાલનાં આખી રાત હોસ્પિટલ બહાર ધરણા

દિલ્હી સરકારના એક વરિષ્ઠ અધિકારી દ્વારા 16 વર્ષીય સગીરા સાથે વારંવાર દુષ્કર્મની ઘટના સામે આવ્યા બાદ દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ ભારે રોષે ભરાયા છે. દુષ્કર્મ પીડિત સગીરાને હોસ્પિટલમાં મળવા દેવાની જિદ્દને લઈ તેઓ ધરણા પર બેસી ગયા હતા અને આખી રાત હોસ્પિટલમાં જ વિતાવી હતી.  દુષકર્મ પીડિત સગીરાને મળવાની જિદ સ્વાતિ માલીવાલે દુષ્કર્મ […]

Share:

દિલ્હી સરકારના એક વરિષ્ઠ અધિકારી દ્વારા 16 વર્ષીય સગીરા સાથે વારંવાર દુષ્કર્મની ઘટના સામે આવ્યા બાદ દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ ભારે રોષે ભરાયા છે. દુષ્કર્મ પીડિત સગીરાને હોસ્પિટલમાં મળવા દેવાની જિદ્દને લઈ તેઓ ધરણા પર બેસી ગયા હતા અને આખી રાત હોસ્પિટલમાં જ વિતાવી હતી. 

દુષકર્મ પીડિત સગીરાને મળવાની જિદ

સ્વાતિ માલીવાલે દુષ્કર્મ પીડિત સગીરાને મળવા દેવાની મંજૂરી ન મળ્યા બાદ દિલ્હી પોલીસ પર ગુંડાગીરીનો આરોપ લગાવ્યો હતો. સ્વાતિ માલીવાલે કહ્યું હતું કે, “તેઓ મને પીડિતા કે તેની માતાને નથી મળવા દઈ રહ્યા. પોલીસ મારાથી શું છુપાવે છે તે મને સમજાતું નથી. મને એવું કહેવાયું કે, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સના અધ્યક્ષને છોકરીની માતાને મળવાની મંજૂરી આપવામાં આવી હતી. જો NCPCRના અધ્યક્ષ દુષ્કર્મ પીડિત સગીરાની માતાને મળી શકે તો DCWના પ્રમુખને એ મંજૂરી શા માટે નથી અપાઈ રહી?”

સ્વાતિ માલીવાલ દ્વારા આ અંગે X (ટ્વિટર) પર પણ પોસ્ટ કરવામાં આવી હતી. તેમણે લખ્યું હતું કે, “ગઈકાલે બપોરના 12 વાગ્યાથી હું પીડિતા અથવા તેના પરિવારને મળવા માટે હોસ્પિટલની બહાર બેઠી છું. રાતે હોસ્પિટલની બહાર સૂઈ રહી છું. જો NCPCR પીડિતાની માતાને મળી શકે તો મને શા માટે અટકાવાઈ? તમે લોકો શું છુપાવવા પ્રયત્ન કરી રહ્યા છો?” 

જાણો શું છે સમગ્ર ઘટના 

દિલ્હી મહિલા અને બાળવિકાસ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર પ્રેમોદય ખાકા પર પોતાના દિવંગત મિત્રની સગીર દીકરી સાથે વારંવાર દુષ્કૃત્ય કરવાનો આરોપ છે. તેણે અનેક મહિના સુધી તે સગીરાનું શારીરિક શોષણ કર્યું હતું જેથી તે ગર્ભવતી બની છે. દિલ્હી પોલીસે મંગળવારના રોજ 51 વર્ષીય સરકારી અધિકારી પ્રેમોદય ખાખા અને તેની પત્ની સીમા રાની (50 વર્ષ)ની ધરપકડ કરી હતી.

પોલીસના કહેવા પ્રમાણે પીડિતા ઓક્ટોબર 2020માં પોતાના પિતાના અવસાન બાદ ફેબ્રુઆરી 2021 સુધી આરોપી અને તેના પરિવાર સાથે બુરાડીમાં રહી હતી. મહિલા અને બાળવિકાસ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટરે આ સમયગાળા દરમિયાન અનેક વખત સગીરાનું શારીરિક શોષણ કર્યું હતું. ઉપરાંત તેના પત્ની સીમા રાનીએ પીડિતાને એબોર્શન માટેની ગોળીઓ આપી હતી જેથી તેની પણ ધરપકડ કરાઈ છે. 

આ ઘટના સામે આવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેમોદય ખાકાને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો અને આ મામલે મુખ્ય સચિવના રિપોર્ટની માગણી કરી હતી. બુરાડી પોલીસે પ્રમેદય ખાકા સામે આઈપીસીની અનેક કલમો અને પોક્સો અંતર્ગત એફઆઈઆર દાખલ કરી છે. અચાનક બેચેની બાદ તબિયત લથડતાં સગીરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેણે ડૉક્ટર્સ અને પોલીસ અધિકારીઓ સમક્ષ પોતાની સાથે થઈ રહેલા દુષ્કર્મની વાત રજૂ કરી હતી.