‘તાજમહલ પ્રેમનું પ્રતીક નથી’ રૂપજ્યોતિ કુર્મીની ટિપ્પણી 

દુનિયાની અજાયબીમાંથી એક તાજમહલને લઈને વિવાદ સર્જાયો છે. NCERT (રાષ્ટ્રીય શૈક્ષણિક અનુસંધાન અને પરશિક્ષણ પરિષદ) દ્વારા તાજેતરમાં ઇતિહાસના પુસ્તકમાં ફેરફાર કરાયા તે બાબતે ટિપ્પણી કરતાં આસામના ભાજપના ધારાસભ્ય રૂપજ્યોતિ કુર્મી જણાવ્યું કે,  અમારે અમારા બાળકોને એ નથી ભણાવવું કે, મુઘલ સામ્રાજ્યમાં  જહાંગીરે 20 વાર લગ્ન કર્યા હતા અને શાહજહાં કે જેણે કુલ સાત વાર લગ્ન […]

Share:

દુનિયાની અજાયબીમાંથી એક તાજમહલને લઈને વિવાદ સર્જાયો છે. NCERT (રાષ્ટ્રીય શૈક્ષણિક અનુસંધાન અને પરશિક્ષણ પરિષદ) દ્વારા તાજેતરમાં ઇતિહાસના પુસ્તકમાં ફેરફાર કરાયા તે બાબતે ટિપ્પણી કરતાં આસામના ભાજપના ધારાસભ્ય રૂપજ્યોતિ કુર્મી જણાવ્યું કે,  અમારે અમારા બાળકોને એ નથી ભણાવવું કે, મુઘલ સામ્રાજ્યમાં  જહાંગીરે 20 વાર લગ્ન કર્યા હતા અને શાહજહાં કે જેણે કુલ સાત વાર લગ્ન કર્યા હતા તેણે ‘symbol of love’ ની રચના કરી છે. 

 રૂપજ્યોતી જણાવ્યું કે મુઘલ સામ્રાજ્યના રાજ્ય શાહજહાએ તેમની ચોથી પત્ની મુમતાઝની યાદમાં બનાવેલ તાજમહલ એ પ્રેમનું પ્રતિક છે જ નહીં. અત્રે એ ઉલ્લેખનીય છે કે, NCERT દ્વારા ત્રણ દિવસ અગાઉ જ તેમના પાઠ્યપુસ્તકોમાં કેટલાંક અંશ કાઢી નાખવામાં આવ્યા છે અને ત્યાર બાદ પાઠયપુસ્તકો બહાર પાડવામાં આવતા, ભાજપના ધારાસભ્યએ કહ્યું, “અમે નાના બાળકોને શીખવવા માંગતા નથી કે એક મુઘલ શાસક જહાંગીરે 20 વખત લગ્ન કર્યા, જ્યારે બીજા શાહજહાંએ કુલ સાત વાર લગ્ન કરીને ‘પ્રતિક’ બનાવ્યું, છતાં પ્રેમનું પ્રતિક!” તેમણે ઉમેર્યું, “અમે આવનારી પેઢીઓને આવી માહિતી આપવા માંગતા નથી. હવે જ્યારે NCERTએ મુઘલો પરની સામગ્રીને કાપી નાખવાનો નિર્ણય લીધો છે તેને અમારું  સમર્થન આપીએ છીએ.”

કુર્મીએ એમ પણ જણાવ્યું કે, આ મહેલ કોઈ તેમની સંપત્તિમાંથી નથી બનાવવમાં આવ્યો પણ હિન્દુ રાજાઓની સંપત્તિમાંથી બનાવાયો હતો.  1526માં ભારતમાં આવ્યા અને બાદમાં તાજમહેલ બનાવ્યો. શાહજહાંએ હિંદુ રાજાઓ પાસેથી લીધેલા પૈસાથી તાજમહેલ બનાવ્યો હતો અને તે અમારા પૈસા હતા. તેણે પોતાની ચોથી પત્ની માટે તાજમહેલ બનાવ્યો હતો. તેને સાત પત્નીઓ હતી અને મુમતાઝ ચોથી પત્ની હતી. જો તે મુમતાઝને આટલો પ્રેમ કરતો હતો તો પછી તેણે વધુ પત્નીઓ સાથે શા માટે લગ્ન કર્યા?

ચા આદિજાતિ સમુદાયના અગ્રણી નેતા કે જેમણે 2006 થી ઉપલા આસામમાં મારિયાની મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે, કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાના ત્રણ દિવસ બાદ 2021માં ચાર વખતના ધારાસભ્ય રૂપજ્યોતિ કુર્મી ભાજપમાં જોડાયા હતા.  કુર્મીની માતા, રૂપમ કુર્મી, કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રધાન અને ત્રણ વખત ધારાસભ્ય હતા.

NCERTએ તેનાં બારમાં ધોરણના ઇતિહાસના પાઠ્યપુસ્તકમાંથી મુઘલ સામ્રાજ્ય સંબંધી પ્રકરણ હઠાવી દીધા છે તે ઉપરાંત અન્ય ફેરફાર પણ કરાયા છે અને તે બાબતે હવે અનેક સ્તરે વિવાદ સર્જાઇ રહ્યા છે. 

NCERT એ તેનાં અગિયાર અને 12 ધોરણના પુસ્તકમાં ફેરફાર કર્યા છે. ‘થીમ્સ ઓફ ઇંડિયન હિસ્ટ્રી” શીર્ષક સાથે ત્રણ ભાગમાં બહાર પાડ્યું છે. તેનાં બીજા ભાગમાં રાજા અને ઇતિહાસ, મુઘલ દરબાર હવે પાઠ્યપુસ્તકમાંથી બહાર કરવામાં આવ્યો છે.