તમિલનાડુના રાજ્યપાલે જેલમાં બંધ મંત્રી સેંથીલ બાલાજીની બરતરફી પાછી ખેંચી

મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ વી. સેંથીલ બાલાજીને તમિલનાડુનાં રાજ્યપાલ આર. એન. રવિએ મંત્રીમંડળમાંથી તાત્કાલિક અસરથી બરતરફ કર્યા બાદ મોડી રાત્રે ગવર્નરની ઓફિસના સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ આ બાબતે એટર્ની જનરલ સાથે આ મામલે સલાહ લઈ રહ્યા છે અને નિર્ણય હાલમાં સ્થગિત છે તેમજ જણાવ્યું કે, અત્યારે તેઓ મંત્રીપદે રહેશે. તમિલનાડુ સરકારે મૂળ આદેશની […]

Share:

મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ વી. સેંથીલ બાલાજીને તમિલનાડુનાં રાજ્યપાલ આર. એન. રવિએ મંત્રીમંડળમાંથી તાત્કાલિક અસરથી બરતરફ કર્યા બાદ મોડી રાત્રે ગવર્નરની ઓફિસના સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ આ બાબતે એટર્ની જનરલ સાથે આ મામલે સલાહ લઈ રહ્યા છે અને નિર્ણય હાલમાં સ્થગિત છે તેમજ જણાવ્યું કે, અત્યારે તેઓ મંત્રીપદે રહેશે.

તમિલનાડુ સરકારે મૂળ આદેશની અવગણના કરવાની અને તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની યોજના બનાવી હતી.

તમિલનાડુનાં રાજભવનની એક યાદી મુજબ વી સેંથીલ જોબ અપાવવા માટે નાણાં લેવા અને મની લોન્ડરિંગ સહિત અનેક ભ્રષ્ટાચારનાં કેસનો સામનો કરી રહ્યા છે તેમજ કાયદા અને ન્યાયની પ્રક્રિયામાં અવરોધ પેદા કરી રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં લઈ રાજ્યપાલે આ પગલું લીધું હતું. 

ગુરુવારે રાજ્યની ડીએમકે સરકારના મુખ્યમંત્રી MK સ્ટાલિનની સલાહ લીધા વિના વી સેંથિલ બાલાજીને મંત્રીમંડળમાંથી બરતરફ કરવાની જાહેરાત કર્યા બાદ  તમિલનાડુના ગવર્નર આર.એન.રવિએ વિવાદાસ્પદ આદેશ પાછો લીધો હોવાનું  સૂત્રોએ જણાવ્યું હતું.

સેંથિલ બાલાજી, જેમની બે અઠવાડિયા પહેલા ધરપકડ કરવામાં આવી હતી અને મની લોન્ડરિંગ અંગેની ફોજદારી કાર્યવાહી ચાલી રહી છે. તેઓ જેલમાં છે, ત્યારે તેમને MK સ્ટાલિન દ્વારા પોર્ટફોલિયો વિના મંત્રી તરીકે જાળવી રાખવામાં આવ્યા હતા, જે નિર્ણય રાજ્યપાલ આર.એન.રવિએ એકપક્ષીય રીતે રદ કરવાનો નિર્ણય લીધો હતો.

MK સ્ટાલિને રાજ્યપાલ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે તેમને મંત્રીને બરતરફ કરવાનો અધિકાર નથી અને તેમની સરકાર આ મામલે કાયદેસર રીતે આગળ વધશે. તેમણે કહ્યું, રાજ્યપાલને અધિકાર નથી અને અમે કાયદાકીય રીતે તેનો સામનો કરીશું. તમિલનાડુ સરકારે મૂળ આદેશની અવગણના કરવાની અને તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની યોજના બનાવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ડીએમકેના નેતા એ સરવનને, રાજ્યની મંત્રી પરિષદમાંથી બાલાજીને બરતરફ કરવાનો આદેશ જે કાગળ પર તૈયાર કરવામાં આવ્યો હતો તેની કિંમત પણ નથી. આ સાથે જ તેમણે રાજ્યપાલ પર બંધારણનાં અવમૂલ્યનનો પણ આક્ષેપ કર્યો હતો. 

તેમણે એમ પણ જણાવ્યું કે, રાજ્યપાલ તેમને શું માને છે કે તે કોણ છે? તેઓ બંધારણનું ઉલ્લંઘન કરી રહ્યા છે. તે તેમના રાજકીય આકાઓને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.