Tata iPhones: વિસ્ટ્રોન સાથે કરાર, મેડ ઈન ઈન્ડિયા ફોનનું ગ્લોબલ માર્કેટમાં થશે વેચાણ

Tata iPhones: ટાટા ગ્રુપ સાથે તાઈવાનની કંપની વિસ્ટ્રોન (Wistron) ફેક્ટરીના અધિગ્રહણની ડીલને મંજૂરી મળી ગઈ છે. ત્યારે હવે ટાટા ગ્રુપ ભારતમાં આઈફોન (Tata iPhones) બનાવશે. ટાટા ગ્રુપની કંપની ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રા. લિ. સાથે વિસ્ટ્રોન ઈન્ફોકોમ મેન્યુફેક્ચરિંગ (ઈન્ડિયા) પ્રા. લિ.ને વેચવાની ડીલ 125 મિલિયન ડોલર એટલે આશરે 1,000 કરોડ રૂપિયામાં કરવામાં આવી છે. વધુ વાંચો: વડાપ્રધાને […]

Share:

Tata iPhones: ટાટા ગ્રુપ સાથે તાઈવાનની કંપની વિસ્ટ્રોન (Wistron) ફેક્ટરીના અધિગ્રહણની ડીલને મંજૂરી મળી ગઈ છે. ત્યારે હવે ટાટા ગ્રુપ ભારતમાં આઈફોન (Tata iPhones) બનાવશે. ટાટા ગ્રુપની કંપની ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રા. લિ. સાથે વિસ્ટ્રોન ઈન્ફોકોમ મેન્યુફેક્ચરિંગ (ઈન્ડિયા) પ્રા. લિ.ને વેચવાની ડીલ 125 મિલિયન ડોલર એટલે આશરે 1,000 કરોડ રૂપિયામાં કરવામાં આવી છે.

વધુ વાંચો: વડાપ્રધાને કહ્યું, વિશ્વનાં ટોપ-3 સ્ટાર્ટઅપ્સ ઈકોસિસ્ટમમાં ભારત સામેલ

કેન્દ્રીય મંત્રીએ આપી Tata iPhonesની જાણકારી

ઈલેક્ટ્રોનિક્સ અને ટેક્નોલોજી મંત્રી રાજીવ ચંદ્રશેખરે શુક્રવારના રોજ સોશિયલ મીડિયા દ્વારા આ ડીલ અંગેની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ટાટા ગ્રુપ 2.5 વર્ષમાં ભારતમાં જ ડોમેસ્ટિક અને ગ્લોબલ માર્કેટ માટે એપલના આઈફોન બનાવવાનું શરૂ કરી દેશે. 

કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ  X પરની પોસ્ટમાં લખ્યું હતું કે, “@GoI_MeitY ગ્લોબલ ઈન્ડિયન ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓના વિકાસમાં સંપૂર્ણપણે સમર્થનમાં ઉભું છે. તે એવી ગ્લોબલ ઈલેક્ટ્રોનિક બ્રાન્ડ્સનું સમર્થન કરશે જે ભારતને પોતાનું વિશ્વસનીય વિનિર્માણ અને પ્રતિભા ભાગીદાર બનાવવા ઈચ્છે છે. ભારતને ગ્લોબલ ઈલેક્ટ્રોનિક્સ પાવર બનાવવા માટે વડાપ્રધાન મોદીના લક્ષ્યને સાકાર કરવા ઈચ્છે છે. વિસ્ટ્રોનનું ઓપરેશન સંભાળવા બદલ ટાટા ટીમને શુભેચ્છાઓ.”

કર્ણાટકના સાઉથ ઈસ્ટમાં વિસ્ટ્રોન (Wistron) ફેક્ટરી આવેલી છે. અહેવાલો પ્રમાણે માર્ચ 2024 સુધીમાં વિસ્ટ્રોન આ ફેક્ટરી દ્વારા આશરે 1.8 બિલિયન ડોલરના એપલના આઈફોન્સ તૈયાર કરશે. ટાટા આ ફેક્ટરીમાં ગ્લોબલ માર્કેટ માટે iPhone 15નું ઉત્પાદન કરશે. 

વધુ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે GPC ઈન્ફ્રાને બ્લેક લિસ્ટ કરવા આદેશ આપ્યો

600 મિલિયન ડોલરનું કંપનીનું વેલ્યુએશન

વિસ્ટ્રોન ફેક્ટરીનું વેલ્યુએશન આશરે 600 મિલિયન ડોલરનું છે. આ ડીલ માટે આશરે એક વર્ષથી વાતચીત ચાલી રહી હતી. આ ફેક્ટરી iPhone 14 મોડલના મેન્યુફેક્ચરિંગ માટે ઓળખાય છે. આ ફેક્ટરીમાં આશરે 10,000થી વધારે લોકો કામ કરે છે. 

Wistronના વેચાણનું કારણ

જાણવા મળ્યા મુજબ વિસ્ટ્રોનને નુકસાન થઈ રહ્યું છે. કારણ કે એપલની શરતોના લીધે કંપનીએ નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. વિસ્ટ્રોનના કહેવા પ્રમાણે એપલ ફોક્સકોન અને પેગાટ્રોનની સરખામણીએ વધુ માર્જિન લઈ રહી છે. જ્યારે ચીનની સરખામણીએ ભારતમાં અલગ પડકારો છે જેથી ભારતમાં કર્મચારીઓ સાથે કામ કરવું મુશ્કેલ બની રહ્યું છે. આ કારણે વિસ્ટ્રોન પોતાની કંપની વેચી રહ્યું છે.  

ચીનને ટક્કર

વિસ્ટ્રોન ગ્રુપ દ્વારા ટાટા ગ્રુપને પોતાનું ભારતીય યુનિટ વેચવા માટે મંજૂરી આપવામાં આવી તેના લીધે ટેક્નોલોજી ક્ષેત્રે પોતાનો પાવર દેખાડનારા ચીનને ભારે આંચકો લાગ્યો છે. કોરોના અને લોકડાઉનના કારણે ચીનનું અર્થતંત્ર ધીમુ પડી રહ્યું છે તેવામાં ભારતની સાખમાં થઈ રહેલો વધારો બળતામાં ઘી હોમવાનું કામ કરી રહ્યો છે. 

વિસ્ટ્રોને 2008માં ભારતમાં એન્ટ્રી કરી હતી અને 2017માં એપલના ફોનનું પ્રોડક્શન શરૂ કર્યું હતું. જોકે ટાટાના અધિગ્રહણ બાદ વિસ્ટ્રોન ભારતીય માર્કેટમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગઈ છે. જોકે ભારતમાં વિસ્ટ્રોન સિવાય ફોક્સકોન અને પેગાટ્રોન દ્વારા આઈફોનનું પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે.