ટાટા ટેકનાં IPOને Sebiની લીલી ઝંડી

ટાટા ટેકના IPOને Sebiની લીલી ઝંડી અપાતા ટાટા મોટર્સના ભાવ ઉછળીને 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. માર્કેટ નિયમનકાર Sebiએ  27 જૂન ટાટા મોટર્સની પેટા કંપની ટાટા ટેક્નોલોજીસને તેની પ્રારંભિક જાહેર ભરણા માટે મંજૂરી આપી છે. ઓટોમોબાઈલ ક્ષેત્રે અગ્રણી ટાટા મોટર્સની પેટા કંપની ટાટા ટેક્નોલોજીસને પ્રારંભિક જાહેર ભરણા  (IPO) દ્વારા ભંડોળ એકત્ર કરવા Sebi તરફથી […]

Share:

ટાટા ટેકના IPOને Sebiની લીલી ઝંડી અપાતા ટાટા મોટર્સના ભાવ ઉછળીને 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.

માર્કેટ નિયમનકાર Sebiએ  27 જૂન ટાટા મોટર્સની પેટા કંપની ટાટા ટેક્નોલોજીસને તેની પ્રારંભિક જાહેર ભરણા માટે મંજૂરી આપી છે. ઓટોમોબાઈલ ક્ષેત્રે અગ્રણી ટાટા મોટર્સની પેટા કંપની ટાટા ટેક્નોલોજીસને પ્રારંભિક જાહેર ભરણા  (IPO) દ્વારા ભંડોળ એકત્ર કરવા Sebi તરફથી મંજૂરી મળ્યા બાદ 28 જૂને ટાટા મોટર્સના શેરના ભાવમાં વધારો થયો હતો.

ટાટા મોટર્સના શેરના ભાવ 579,95 એ ખૂલીને એક ટકો રૂ. 5 વધ્યો હતો. જો કે, તેનો વધારો ટક્યો નહતો અને તેના ભાવ 576.20 થયા હતા. ટાટા મોટરના ભાવ 52 સપ્તાહની ઊંચાઈએ ગયા હતા. આ વધારો જળવાશે કારણકે ટાટા મોટર્સનો IPO બ્લોકબસ્ટર સાબિત થશે તેવી અપેક્ષા રોકાણકારો રાખી રહ્યા છે. 

Sebiની મંજુરીથી બે દાયકા પછી પ્રથમ વખત ટાટા જુથની કંપની માટે IPO લાવવાનો માર્ગ મોકળો થયો છે. ટાટા ટેક્નોલોજીસે માર્ચ 2023 માં IPO લાવવા માટે ડ્રાફ્ટ પેપર રજૂ કર્યું હતું. 

ટાટા ટેક્નોલોજીસના IPOમાં તમામ શેરનું વેચાણ ઓફર ફોર સેલ દ્વારા કરવામાં આવશે. એટલે કે, હાલના રોકાણકારો IPOમાં 9.57 કરોડ શેર વેચશે. જે 23.60 ટકા જેટલા છે. કંપની આ 23 ટકામાંથી 8.11 કરોડ શેર વેચશે બાકીના શેરોમાં આલ્ફા ટીસી હોલ્ડિંગ્સ 97.2 લાખ શેરનું વેચાણ કરશે. અને ટાટા કેપિટલ ગ્રોથ ફંડ 1 તેના હોલ્ડિંગમાંથી 48.6 લાખ શેરનું વેચાણ કરશે.

23% વેચાણમાંથી, ટાટા મોટર્સ કંપનીમાં 8.11 કરોડ શેર અથવા 20% હિસ્સો ઓફલોડ કરશે. અન્ય શેરધારકોમાં, આલ્ફા ટીસી હોલ્ડિંગ્સ 97.16 લાખ શેર સુધી વેચવાની યોજના ધરાવે છે અને ટાટા કેપિટલ ગ્રોથ ફંડ I 48.58 લાખ ઇક્વિટી શેર્સ સુધીનું વેચાણ કરશે.

ટાટા ટેક્નોલોજીસ IPOમાં ટાટા મોટર્સનું શેરહોલ્ડિંગ છે અને ઑટોમોબાઇલ ક્ષેત્રની અગ્રણી કંપની તેના શેર વેચાણ માટે ઓફર કરી રહી છે. જેનો અર્થ એ થયો કે, ટાટા ટેક્નોલોજીસનાં IPOની ચોખ્ખી આવક ટાટા મોટર્સની બેલેન્સ શીટને મજબૂત બનાવશે. તેઓએ જણાવ્યું હતું કે ટાટા મોટર્સે ટાટા ટેક્નોલોજીસના શેર રૂ. 7.40ના ભાવે હસ્તગત કર્યા હતા. આથી શેરબજાર આગામી જાહેર ભરણામાં ટાટા મોટર્સને નાણાકીય લાભ થશે.