TCSએ લિવિંગ હાર્ટ પ્રોજેક્ટ બનાવવા માટે ડસોલ્ટ સિસ્ટમ સાથે ભાગીદારી કરી

ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ- TCS (Tata Consultancy Services)એ પોતાના લિવિંગ હાર્ટ પ્રોજેક્ટના માધ્યમથી ડસોલ્ટ સિસ્ટમ્સ (Dassault Systemes) સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી માનવના યથાર્થવાદી ડિજિટલ સિમુલેશનને વિકસિત કરવા અને માન્ય કરવા માટે કાર્ડિયોવેસ્કયુલર સંશોધકો, શિક્ષકો, ચિકિત્સા ઉપકરણ ડેવલપર્સ, યુએસ એફડીએ સહિતની નિયામક એજન્સીઓ અને અભ્યાસ કરનારા કાર્ડિયોલોજિસ્ટના પારિસ્થિતિકી તંત્ર (Ecosystem of Cardiologists)ને એકજૂથ કરે છે.  […]

Share:

ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ- TCS (Tata Consultancy Services)એ પોતાના લિવિંગ હાર્ટ પ્રોજેક્ટના માધ્યમથી ડસોલ્ટ સિસ્ટમ્સ (Dassault Systemes) સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી માનવના યથાર્થવાદી ડિજિટલ સિમુલેશનને વિકસિત કરવા અને માન્ય કરવા માટે કાર્ડિયોવેસ્કયુલર સંશોધકો, શિક્ષકો, ચિકિત્સા ઉપકરણ ડેવલપર્સ, યુએસ એફડીએ સહિતની નિયામક એજન્સીઓ અને અભ્યાસ કરનારા કાર્ડિયોલોજિસ્ટના પારિસ્થિતિકી તંત્ર (Ecosystem of Cardiologists)ને એકજૂથ કરે છે. 

નવા કાર્ડિયોવાસ્ક્યુલર ડિવાઈસના અનુમોદન માટે ડિજિટલ સાક્ષીના સ્ત્રોત તરીકે હાર્ટ સિમુલેશનના ઉપયોગનો પણ સમાવેશ થાય છે. તેમાં એક ઈન-સિલિકો ક્લિનિકલ પરીક્ષણ છે જે ક્લિનિકલ ટ્રાયલ્સ માટે પશુ પરીક્ષણ અને માનવ નામાંકનની આવશ્યકતાઓને ઘટાડીને ક્લિનિકલ સબજેક્ટ્સ દ્વારા મળેલા પુરાવાઓને પૂરક કરી શકે છે. 

TCSની આ ભાગીદારી હેલ્થ ટેક ક્ષેત્રે મહત્ત્વની

TCS અત્યાધિક સટીક, પર્સનલાઈઝ્ડ ડિજિટલ માનવ હૃદય મોડલને વિકસિત કરવા અને માન્ય કરવા માટે પોતાના ડોમેઈન, ટેક્નિકલ કુશળતા અને હૃદયના ડિજિટલ બાયોટ્વિન માટેના પોતાના સંશોધનોનો ઉપયોગ કરશે.

TCS ડિજિટલ બાયોટ્વિન એક બાયોફિઝિક્સ આધારીત હાઈ ફિડેલિટી કોમ્યુટિંગ મોડલ છે જે TCSના સંશોધકો દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે જે કોઈ વિશેષ માનવ અંગના કાર્યને દૂરથી અને નોન અગ્રેસિવ તપાસ કરવા માટે સક્ષમ છે. તે અનેક કારકોના વ્યક્તિગત યોગદાનને સમજવામાં મદદરૂપ બને છે અને સ્થાનિક રીતે તેની વાતચીતનું વિશ્લેષણ કરે છે. 

TCS ડિજિટલ બાયો ટ્વિનનું સંશોધન કરી રહી છે

TCS ત્વચા, નાક અને કોલન જેવા અંગોના ડિજિટલ બાયો ટ્વિન બનાવવાની દિશામાં વ્યાપક સંશોધન કરી રહ્યું છે. આ સંશોધનો પૂરા કરવા માટે TCS વર્ચ્યુઅલ હ્યુમન ટ્વિનના લક્ષ્યની દિશામાં ડસોલ્ટ સિસ્ટમ્સ અને અન્ય સાથે પણ સહયોગ કરશે. તેમાં ક્ષેત્રની ઉન્નતિ માટે મહત્વપૂર્ણ પસંદગીના અંગો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. 

ડસોલ્ટ સિસ્ટમ્સના વર્ચ્યુઅલ હ્યુમન મોડેલિંગના વરિષ્ઠ ડિરેક્ટર અને ધ લિવિંગ હાર્ટ પ્રોજેક્ટના સંસ્થાપક સ્ટીવ લેવિને જણાવ્યું હતું કે, “અમને અમારા લિવિંગ હાર્ટ પ્રોજેક્ટમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસનું સ્વાગત કરતા આનંદ થઈ રહ્યો છે. રિસર્ચ અને ટેક્નોલોજી ડેવલપમેન્ટમાં તેમનું ઉંડુ સ્પેશિયલાઈઝેશન અમૂલ્ય બની રહેશે. આ સહયોગ ચિકિત્સા વિજ્ઞાન અને રોગીની દેખભાળની પ્રગતિ માટે આભાસી દુનિયાનો લાભ ઉઠાવવાની અમારી સંયુક્ત પ્રતિબદ્ધતાને દર્શાવે છે.”

TCSના લાઈફ સાયન્સિઝ બિઝનેસના વૈશ્વિક પ્રમુખ વિક્રમ કારાકોટીએ જણાવ્યું હતું કે, “TCS લિવિંગ હાર્ટ પહેલનો હિસ્સો બનવા માટે અને માનવ હૃદયના એક અગ્રણી ડિજિટલ સિમુલેશન બનાવવામાં સહયોગ કરવા માટે ઉત્સાહિત છે જે કાર્ડિયાક ફંક્શનની આપણી સમજને સમૃદ્ધ કરી શકશે અને નવા કાર્ડિયાક ઉપચાર અને ઉત્પાદન વિકાસ માટે મદદરૂપ બનશે. અન્ય અંગો અને શરીરના અંગો માટેના ડિજિટલ બાયો ટ્વિન બનાવવા માટેનું અમારૂં વ્યાપક સ્પેશિયલાઈઝેશન અમને આ સહયોગી પહેલમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે મજબૂત બનાવે છે.”