ટેલિ મેન્ટલ હેલ્થ સેવાને એક લાખ કોલ્સ પ્રાપ્ત થયા 

કેન્દ્ર સરકાર દ્વારા લોકોનાં માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલી ટેલિ મેન્ટલ હેલ્થ સેવાને અત્યાર સુધીમાં એક લાખ કોલ્સ પ્રાપ્ત થયા છે. આ સેવા ઓકટોબર 2022 ના રોજ શરૂ કરાઇ હતી જેમાં, લોકો એક ટોલ ફ્રી નંબર અથવા શોર્ટ કોડ ડાયલ કરીને તેની સેવા મેળવી શકે છે. આ સેવા IVRS-આધારિત ઑડિયો કૉલિંગ છે.  જેમાં, […]

Share:

કેન્દ્ર સરકાર દ્વારા લોકોનાં માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલી ટેલિ મેન્ટલ હેલ્થ સેવાને અત્યાર સુધીમાં એક લાખ કોલ્સ પ્રાપ્ત થયા છે. આ સેવા ઓકટોબર 2022 ના રોજ શરૂ કરાઇ હતી જેમાં, લોકો એક ટોલ ફ્રી નંબર અથવા શોર્ટ કોડ ડાયલ કરીને તેની સેવા મેળવી શકે છે. આ સેવા IVRS-આધારિત ઑડિયો કૉલિંગ છે.  જેમાં, સમયસર ઑટો-કોલ-બેક ઉપલબ્ધ છે. 

ટેલિ માનસ હેલ્પલાઇનનાં નામે અપાતી આ સેવા 2022 માં 24×7 ટેલિ – મેન્ટલ હેલ્થ સેવાઓ પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી હતી, તેની શરૂઆતથી અત્યાર સુધીમાં 1 લાખ કોલ્સ પ્રાપ્ત થયા છે, એમ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ મનસુખ માંડવિયાએ સોમવારે જણાવ્યું હતું.

માંડવિયાએ તેમની ટ્વિટમાં લખ્યું કે, “માનસિક સ્વાસ્થ્ય માટે એકસાથે! ઑક્ટોબર 2022 માં તેની શરૂઆતથી ટેલિ માનસ હેલ્પલાઇન પર 100,000 કૉલ્સ પ્રાપ્ત થયા છે. PM @NarendraModiJi ની સરકાર દેશભરમાં તમામ લોકો માટે ગુણવત્તાયુક્ત માનસિક આરોગ્ય સંભાળ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. ” 

ઓટોમેટેડ કોલબેક સેવા દ્વારા, કોલ કરનારને પ્રથમ પ્રશિક્ષિત કાઉન્સેલર દ્વારા સાંભળવામાં આવશે. ત્યારબાદ જરૂરિયાતના આધારે તેની ક્ષમતાએ  જરૂરી સંભાળ લેશે અથવા કોલરને  નિષ્ણાતની સંભાળ માટે સૂચવશે. 

“જો કોલ કરનારને વિશિષ્ટ સંભાળની જરૂર હોય, તો કૉલને માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાત (ક્લિનિકલ સાયકોલોજિસ્ટ, સાયકિયાટ્રિક સોશ્યલ વર્કર, સાઇકિયાટ્રિક નર્સ, અથવા સાઇકિયાટ્રિસ્ટ) દ્વારા ધ્યાન અપાશે. આ માટે ઑડિયો તેમજ વિડિયો-આધારિત બંને વિકલ્પો હશે તેમ મંત્રાલયે જણાવ્યું હતું.

આ ઉપરાંત જો કોલ કરનારને વધુ તાકીદના  ધોરણે વ્યક્તિગત તપાસની આવશ્યકતા હશે તો તેને શારીરિક તપાસ માટે નજીકના વ્યક્તિગત સેવા કેન્દ્રમાં મોકલવામાં આવશે. ઇ સંજીવની દ્વારા નિષ્ણાત સાથે ઓડિયો વિઝ્યુઅલ ચર્ચા ગોઠવવામાં આવશે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, કેન્દ્ર સરકારે તેના કેન્દ્રીય બજેટ 2022 માં, ભારતના રાષ્ટ્રીય ટેલી મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ, ટેલી મેન્ટલ હેલ્થ આસિસ્ટન્સ અને નેટવર્કિંગ અક્રોસ સ્ટેટ્સ (ટેલિ માનસ) ની જાહેરાત કરી હતી અને તેના સંપૂર્ણ અમલીકરણ અને  માર્ગદર્શનની કામગીરી  આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) ને સોંપી હતી. 

“પરિણામે, MoHFW એ Tele MANAS ના ચોક્કસ ધ્યેયો અને ઉદ્દેશ્યોને હાંસલ કરવા માટે રાષ્ટ્રીય તકનીકી સલાહકાર જૂથ (NTAG) અને ત્રણ તકનીકી સલાહકાર પેટા સમિતિઓ (મેન્ટલ હેલ્થ સર્વિસ ડિલિવરી, ઇન્ફર્મેશન ટેક્નોલોજી આર્કિટેક્ચર અને હેલ્થ સિસ્ટમ્સ) ની રચના કરી હોવાનું યુનિયન હેલ્થ ફેમિલી વેલ્ફેરએ જણાવ્યું હતું. હાલ આ ટેલીમાનસ સેવા ર૦ ભાષાઓમાં ઉપલબ્ધ છે. મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ર૦રર-ર૩ માં રાષ્ટ્રીય ટેલી માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ માટે લગભગ ૧ર૧ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.