Gaganyaan Mission: ટેસ્ટ વ્હીકલને લોન્ચ પહેલા હોલ્ડ પર રાખવામાં આવ્યું, જાણો કારણ…

Gaganyaan Mission: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ શનિવારે ​​શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ગગનયાન મિશનના TV-D1 ટેસ્ટ વ્હીકલને સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ 8 વાગ્યે લોન્ચ થવાનું હતું પરંતુ એન્જિન યોગ્ય રીતે કામ કરી શક્યા ન હતા જેના કારણે તેને લોન્ચિંગ પહેલા હોલ્ડ પર રાખવામાં આવ્યું હતું. ISROના વડા એસ સોમનાથે (S Somnath) […]

Share:

Gaganyaan Mission: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ શનિવારે ​​શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ગગનયાન મિશનના TV-D1 ટેસ્ટ વ્હીકલને સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ 8 વાગ્યે લોન્ચ થવાનું હતું પરંતુ એન્જિન યોગ્ય રીતે કામ કરી શક્યા ન હતા જેના કારણે તેને લોન્ચિંગ પહેલા હોલ્ડ પર રાખવામાં આવ્યું હતું. ISROના વડા એસ સોમનાથે (S Somnath) આ જાણકારી આપી હતી.

કાઉન્ટડાઉન અપેક્ષા મુજબ શરૂ થયું અને T-6 સેકન્ડ સુધી બધું અપેક્ષા મુજબ જ ચાલ્યું, જ્યારે રોકેટ ઈગ્નિશન તેના ઈચ્છિત લિફ્ટ-ઓફ શેડ્યૂલની છ સેકન્ડ પહેલાં શરૂ થયું. ત્યારે આ વિસંગતતાને જોતા, ઓન-ગ્રાઉન્ડ કમ્પ્યુટરે તરત જ T-5 સેકન્ડમાં લિફ્ટ-ઓફને ઓવરરોડ કરી અને મિશનને હોલ્ડ પર મૂક્યું હતું.

ISROના વડા એસ સોમનાથે (S Somnath) જણાવ્યું હતું કે હાલ તેઓ આ મિશનને સ્થગિત કરી રહ્યા છે અને કયા કારણોસર ઈગ્નિશનમાં ખામી સર્જાઈ તેનો અભ્યાસ કરી રહ્યા છે. ત્યારબાદ ફરીથી આ મિશન લોન્ચ કરવામાં આવશે. TV-D1 ટેસ્ટ વ્હીકલ સંપૂર્ણ સુરક્ષિત છે.

વધુ વાંચો… Home Loan: હવે હોમ લોન પર મળશે રાહત, સરકાર લાવી રહી છે સબસિડીની યોજના

ઓન-ગ્રાઉન્ડ કોમ્પ્યુટર દ્વારા રોકેટના લિફ્ટ-ઓફને રદ કર્યાની મિનિટો પછી ISROના વડા એસ સોમનાથે (S Somnath) જણાવ્યું હતું કે, “ગગનયાન મિશન (Gaganyaan Mission) માટે TV-D1 ટેસ્ટ વ્હીકલ લિફ્ટ-ઓફ થઈ શક્યું નથી.” 

ISROએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ગગનયાન (Gaganyaan Mission)ના TV-D1 પ્રક્ષેપણને રોકવાનું કારણ ઓળખવામાં આવ્યું છે અને તેને સુધારી લેવામાં આવ્યું છે. ત્યાર પછી સવારે 10 વાગ્યે લોન્ચિંગ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. 

ISROના વડા એસ. સોમનાથે (S Somnath) ગગનયાનની સફળતા અંગે કહ્યું હતું કે ગગનયાન TV-D1 મિશનની સફળતાની જાહેરાત કરતાં મને ખૂબ જ આનંદ થાય છે. તેમણે કહ્યું કે અમે ઈતિહાસ રચ્યો છે. તેમણે આ મિશનના પ્રથમ તબક્કાની સફળતા માટે તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા.

વધુ વાંચો… RRTS Corridor: PM મોદીએ પ્રથમ RapidX ટ્રેનના RRTS કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું

આ મિશન 8.8 મિનિટનું હતું. આ મિશન (Gaganyaan Mission)માં 17 Km ઉપર ગયા પછી ક્રૂ મોડ્યૂલને શ્રીહરિકોટાથી 10 કિમી દૂર બંગાળની ખાડીમાં લેન્ડ કરવામાં આવ્યું હતું.

ગગનયાન મિશન (Gaganyaan Mission)નો ઉદ્દેશ્ય 2025માં ત્રણ દિવસના મિશનમાં 400 કિલોમીટરની ઊંચાઈએ પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં માનવોને મોકલવાનો અને પછી તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવાનો છે. ભારતીય અવકાશયાત્રીઓ ક્રૂ મોડ્યુલની અંદર બેસીને 400 કિલોમીટરની ઉંચાઈએ ઓછી ભ્રમણકક્ષામાં પૃથ્વીની આસપાસ ફરશે.

ISROએ દાવો કર્યો છે કે સુરક્ષાની દૃષ્ટિએ આ મિશન (Gaganyaan Mission) માટે જઈ રહેલા અવકાશયાત્રીઓને પૃથ્વી પર મળે તેવી લાઈફ સપોર્ટ સિસ્ટમ આપવામાં આવશે. તેમની સુરક્ષા માટે ખાસ કાળજી લેવામાં આવી છે. ગગનયાન મિશન શરૂ કરતા પહેલા અનેક ટેસ્ટ કરીને તેમની સુરક્ષાની ચકાસણી કરવામાં આવશે.