અંડરગ્રાઉન્ડ ટ્વીન ટનલ પ્રોજેક્ટ: થાણે-બોરીવલી માત્ર 15 મિનિટમાં પહોંચાશે

મુંબઈમાં મહત્વાકાંક્ષી થાણે-બોરીવલી અંડરગ્રાઉન્ડ ટ્વીન ટનલ પ્રોજેક્ટ પર બે બિડર્સ શોર્ટલિસ્ટ થયા બાદ ટૂંક સમયમાં કામ શરૂ કરવા માટેની તૈયારીઓ ચાલુ થઈ રહી છે. અંડરગ્રાઉન્ડ ટનલ મોટરચાલકોને માત્ર 15 મિનિટમાં આ અંતર કાપવામાં મદદ કરશે. શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગોને જોડતી ટનલ યોજના થાણે અને બોરીવલી વચ્ચેનો પ્રવાસ સમય 2 કલાકથી 15 મિનિટ સુધી ઘટાડશે […]

Share:

મુંબઈમાં મહત્વાકાંક્ષી થાણે-બોરીવલી અંડરગ્રાઉન્ડ ટ્વીન ટનલ પ્રોજેક્ટ પર બે બિડર્સ શોર્ટલિસ્ટ થયા બાદ ટૂંક સમયમાં કામ શરૂ કરવા માટેની તૈયારીઓ ચાલુ થઈ રહી છે. અંડરગ્રાઉન્ડ ટનલ મોટરચાલકોને માત્ર 15 મિનિટમાં આ અંતર કાપવામાં મદદ કરશે. શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગોને જોડતી ટનલ યોજના થાણે અને બોરીવલી વચ્ચેનો પ્રવાસ સમય 2 કલાકથી 15 મિનિટ સુધી ઘટાડશે તેવી અપેક્ષા છે. મહાનગર મુંબઈમાં ટ્રાફિક સમસ્યાના સમાધાન માટે સતત કોઈને કોઈ નવા પ્રોજેક્ટ્સનું નિર્માણ કાર્ય ચાલુ હોય છે. હાલમાં શહેરનો ઘોડબંદર રોડ થાણે અને બોરીવલી વચ્ચે એક લિંક છે. જેના કારણે બંન્ને વિસ્તારમાં પહોંચી શકાય છે.આ અંતર કાપવા માટે બે કલાક જેટલો સમય લાગે છે.

હાલમાં, ઘોડબંદર રોડ બે સ્થાનો વચ્ચે એક કડી તરીકે કામ કરે છે જો કે, આ રસ્તો – મીરા રોડ પાસેના કાશીમીરાથી થાણેના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સુધી – લાંબો રસ્તો છે અને તેમાં ટોલ પણ છે. સૂચિત અંડરગ્રાઉન્ડ રોડથી હાલના સૌથી વ્યસ્ત એવા ઘોડબંદર રોડ પરના દબાણને દૂર કરશે. આ સાથે જ ઘોડબંદર રોડ પર તેની સાથે હાઈરાઈઝના બાંધકામને કારણે ભારે ટ્રાફિક ફ્લો રહે છે. મેટ્રોપોલિટન કમિશનર એસવીઆર શ્રીનિવાસે જણાવ્યું હતું કે, “અમે બિડનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ અને કોન્ટ્રાક્ટરની નિમણૂક અંગે થોડા દિવસોમાં નિર્ણય લઈશું.” આમ એક તો આ વિસ્તાર આમ પણ પહેલેથી વ્યસ્ત છે તેની વચ્ચે બીજા વધારાના ટ્રાફિક્સના કારણે હજુ વધારે શહેરીજનો માટે મુશ્કેલ બની રહ્યો છે.

10.8 કિલોમીટર લાંબી ભૂગર્ભ ટનલ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ 8,900 કરોડ છે. ટનલની ઊંડાઈ 22 મીટર હશે અને તે થાણેના ટીકુ-જી-વાડીથી બોરીવલી ખાતેના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે (WEH) સુધી આવશે. જ્યારે હાલમાં ઘોડબંદર રોડ દ્વારા થાણે અને બોરીવલી વચ્ચે મુસાફરી કરવામાં બે કલાક લાગે છે, તે સૂચિત ભૂગર્ભ માર્ગ દ્વારા માત્ર 15 મિનિટ લેશે. પ્રોજેક્ટ પેકેજો અને શોર્ટલિસ્ટેડ બિડર્સ: પેકેજ 1માં, બોરીવલીથી 5.75 કિમી દૂર, સૌથી ઓછી બિડ L&T છે જ્યારે પેકેજ 2 માટે, થાણેથી 6.09 કિમી દૂર, સૌથી ઓછી બિડર મેઘા એન્જિનિયરિંગ (MEIL) છે. અત્યાર સુધી, 2015 માં પ્રસ્તાવિત પ્રોજેક્ટના ભાગ રૂપે જીઓ-ટેક્નિકલ સર્વે અને હાઇડ્રોલિક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે.

SGNP (સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન) જેમાંથી ટનલ પસાર થશે ત્યાં વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિને કોઈ નુકસાન ન પહોંચે તેની ખાતરી કરવા માટે ચોક્કસ સાવચેતીના પગલાં લેવામાં આવશે. આ માટે ટનલ બોરિંગ મશીન (TBM)નો ઉપયોગ કરવામાં આવશે. -દર 300 મીટરે ક્રોસ ટનલ પૂરી પાડવામાં આવશે, અને તેની ડિઝાઇન એવી હશે કે તે અહીં વાહનોને મહત્તમ 80 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવા સક્ષમ બનાવે. સ્મોક ડિટેક્ટર અને જેટ ફેન જેવી સુવિધાઓ હશે.