45 દિવસ સુધી ચાલનારા ક્રિકેટ વર્લ્ડ કપથી ભારતના અર્થતંત્રને મળશે 22,000 કરોડ રૂપિયાનો બૂસ્ટર ડોઝ

ગુરૂવારથી ક્રિકેટ વર્લ્ડ કપનો આરંભ થઈ ચુક્યો છે અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રથમ મેચ રમાઈ રહી છે. આશરે 12 વર્ષ બાદ ફરી એક વખત ભારતમાં ક્રિકેટનો વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. પ્રથમ વખત ભારત એકલું જ વર્લ્ડ કપને હોસ્ટ કરી રહ્યું છે. ક્રિકેટના રસિકો માટે વર્લ્ડ કપ એક ઉત્સવ સમાન ઘટના છે ત્યારે […]

Share:

ગુરૂવારથી ક્રિકેટ વર્લ્ડ કપનો આરંભ થઈ ચુક્યો છે અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રથમ મેચ રમાઈ રહી છે. આશરે 12 વર્ષ બાદ ફરી એક વખત ભારતમાં ક્રિકેટનો વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. પ્રથમ વખત ભારત એકલું જ વર્લ્ડ કપને હોસ્ટ કરી રહ્યું છે. ક્રિકેટના રસિકો માટે વર્લ્ડ કપ એક ઉત્સવ સમાન ઘટના છે ત્યારે વર્લ્ડ કપના યજમાન તરીકે ભારતા અર્થતંત્રને પણ ઘણો મોટો ફાયદો થવાનો છે. 

વર્લ્ડ કપને કારણે દેશમાં  22 હજાર કરોડ રૂપિયાની આવક થશે

એક અભ્યાસ પ્રમાણે વર્લ્ડ કપના હોસ્ટ તરીકે ભારતની એવિએશન ઈન્ડસ્ટ્રી, હોસ્પિટાલિટી સેક્ટર, હોટેલ્સ, ફૂડ ઈન્ડસ્ટ્રી, ડિલિવરી સર્વિસ વગેરેને ભારે મોટો લાભ થશે. સાર્વજનિક ક્ષેત્રે દિગ્ગજ બેંક ઓફ બરોડાએ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ અંગે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટમાં દર્શાવ્યું છે કે, કઈ રીતે વર્લ્ડ કપના કારણે ભારતના જીડીપીને 22,000 કરોડ રૂપિયા એટલે કે, 2.65 બિલિયન ડોલરનો બૂસ્ટર ડોઝ મળી શકે તેમ છે. 

બેંક ઓફ બરોડાના અર્થશાસ્ત્રી જાહ્ન્વી પ્રભાકર અને અદિતિ ગુપ્તા દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 5મી ઓક્ટોબરથી દેશ ક્રિકેટ ફીવરના ભરડામાં આવશે. ચોથી વખત ભારતમાં આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન થઈ રહ્યું છે. 45 દિવસ સુધી 10 દેશ વચ્ચે ભારતના વિવિધ સેન્ટર ખાતે કુલ 48 મેચ રમાશે. 

ભારતના અર્થતંત્રને થશે લાભ

એક અહેવાલ પ્રમાણે ઓછામાં ઓછા 25 લાખ લોકો દેશના 10 લોકેશન પર સ્ટેડિયમમાં 48 મેચને લાઈવ નિહાળશે. જ્યારે વિશ્વભરના કરોડો લોકો પોતાના ઘરે બેસીને વર્લ્ડ કપની મજા માણશે. આ પ્રકારની ટુર્નામેન્ટના આયોજનથી ભારતના અર્થતંત્રને સીધી રીતે લાભ થશે. 

બેંક ઓફ બરોડાના અહેવાલ પ્રમાણે વર્લ્ડ કપ 2023ના યજમાન બનવાથી ભારતના જીડીપીને 22,000 કરોડ રૂપિયાનું બૂસ્ટ મળશે. વર્લ્ડ કપની ટિકિટોના વેચાણ દ્વારા 1,600થી 2,200 કરોડ રૂપિયાની કમાણી થવાની શક્યતા છે. તે સિવાય સ્પોન્સર ટીવી રાઈટ્સથી 10,500થી 12,000 કરોડ રૂપિયાની કમાણી, વર્લ્ડ કપમાં સામેલ 10 ટીમના ટ્રાવેલના ખર્ચામાંથી 150થી 250 કરોડ રૂપિયાની કમાણી થશે. 

બેંક ઓફ બરોડાના અહેવાલ પ્રમાણે વિદેશી પ્રવાસીઓ દ્વારા 450થી 600 કરોડ રૂપિયાની કમાણી થશે. જ્યારે ડોમેસ્ટિક ટુરિઝમને 150થી 250 કરોડ રૂપિયાની કમાણી થશે. વર્લ્ડ કપ 2023ના કારણે ગિગ વર્કર્સને પણ 750થી 1,000 કરોડ રૂપિયાનો બૂસ્ટ મળશે. જ્યારે મર્ચેન્ડાઈઝને 100-200 કરોડ રૂપિયા, સ્પેક્ટેટર એક્સપેન્સથી 300-500 કરોડ રૂપિયા અને સ્ક્રીનિંગ, ફૂડ ડિલિવરી બિઝનેસને 4-5 હજાર કરોડ રૂપિયાનો બૂસ્ટ મળશે. 

નોંધનીય છે કે, ભારત 2011માં વર્લ્ડ કપનું યજમાન બન્યું હતું ત્યારે શ્રીલંકા અને બાંગ્લાદેશ સાથે સંયુક્ત રૂપે આ ટુર્નામેન્ટ હોસ્ટ કરી હતી.