વર્લ્ડ કપમાં ઓછી હાજરી અને ટિકિટના વેચાણ પર BCCIને આકરી ટીકાનો સામનો કરવો પડયો

BCCI (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ) ICC વર્લ્ડ કપ 2023ની પ્રારંભિક મેચો દરમિયાન ઓછી હાજરી અને ટિકિટ વેચાણની ગેરવ્યવસ્થાને કારણે ટીકાનો સામનો કરી રહ્યું છે. રવિવારે ચેન્નાઈમાં ભારત-ઓસ્ટ્રેલિયાની હાઈ-પ્રોફાઈલ મેચમાં સ્ટેડિયમમાં ખુબ જ ઓછી હાજરી જોવા મળી હતી. બુક માય શો વર્લ્ડ કપ માટે ટિકિટિંગ પાર્ટનર છે અને કંપનીનું મિસ મેનેજમેન્ટ સામે આવ્યું છે. X (અગાઉ […]

Share:

BCCI (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ) ICC વર્લ્ડ કપ 2023ની પ્રારંભિક મેચો દરમિયાન ઓછી હાજરી અને ટિકિટ વેચાણની ગેરવ્યવસ્થાને કારણે ટીકાનો સામનો કરી રહ્યું છે. રવિવારે ચેન્નાઈમાં ભારત-ઓસ્ટ્રેલિયાની હાઈ-પ્રોફાઈલ મેચમાં સ્ટેડિયમમાં ખુબ જ ઓછી હાજરી જોવા મળી હતી. બુક માય શો વર્લ્ડ કપ માટે ટિકિટિંગ પાર્ટનર છે અને કંપનીનું મિસ મેનેજમેન્ટ સામે આવ્યું છે.

X (અગાઉ ટ્વિટર) પર એક યુઝરે લખ્યું, “મેં સમગ્ર વિશ્વમાં વર્લ્ડ કપની મેચો જોઈ છે. તમારી પાસે બેલેટ છે અને એકવાર તમે એક મેચ પસંદ કરી લો તો તમે એક અથવા વધુ મેચોની ટિકિટ મેળવી શકો છો. વિમ્બલ્ડનમાં પણ, બેલેટ થોડા દિવસો માટે ખુલ્લું રહે છે અને પછી ડ્રો કરવામાં આવે છે.” 

તેણે વધુમાં એવો આક્ષેપ કર્યો હતો કે વર્લ્ડ કપ ક્રિકેટ સીટો આડેધડ રીતે ખોલવામાં આવી રહી હતી. તેથી ક્રિકેટ ચાહકોએ 24×7 લોગ ઈન રહેવું પડે.

પ્રથમ મેચમાં જોવા મળી પાંખી હાજરી

ભારતની પ્રથમ મેચ દરમિયાન ઓછી હાજરીને કારણે વૈશ્વિક સ્તરે ક્રિકેટ ચાહકોને આશ્ચર્યચકિત કર્યા હતા. ભારત 10 વર્ષ બાદ ક્રિકેટ ઈવેન્ટનું યજમાન છે. ચેપોક સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની મેચ દરમિયાન ખાલી બેઠકોની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી.

કેટલાક યુઝરે ટિકિટ બુક કરવાના વારંવાર નિષ્ફળ પ્રયાસો પર વેદના અને હતાશા વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X નો સહારો લીધો હતો અને દાવો કર્યો કે બુક માય શો સાથે કેટલીક આંતરિક સમસ્યા હતી.

સોશિયલ મીડિયા પર BCCI સામે રોષ

એક યુઝરે BCCI દ્વારા નબળા હેન્ડલિંગને બદલે લાલચને કારણે ટિકિટની ઉપલબ્ધતા ન હોવાનું કારણભૂત ગણાવ્યું હતું અને મેચ ટિકિટના ઊંચા ભાવ માટે BCCI અને જય શાહને જવાબદાર ઠેરવ્યા હતા.

એક યુઝરે મેચની ટિકિટો ઓનલાઈન ઉપલબ્ધ ન હોવા પર વ્યથા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, “સ્ટેડિયમ માત્ર 50% ભરાયેલું છે, તમે જણાવો કે કેવી રીતે ટિકિટો વેચાઈ ગઈ.”

એક યુઝરે ટ્વીટ કર્યું, “વર્લ્ડ કપ મેળવવા કરતાં ભારતીય મેચની ટિકિટ મેળવવી વધુ મુશ્કેલ છે.”

ભારત પાકિસ્તાન મેચની વાત કરીએ તો બુક માય શો પર ટિકિટો શોલ્ડ આઉટ બતાવે છે. BCCI એ વિશ્વની સૌથી ધનિક અને સૌથી શક્તિશાળી ક્રિકેટ સંસ્થા છે, જેણે નાણાકીય વર્ષ 2018 થી  2022 વચ્ચેના પાંચ વર્ષમાં રૂ. 27,411 કરોડની આવક ઊભી કરી છે.

BCCIના ભૂતપૂર્વ અધિકારીઓએ જણાવ્યું હતું કે BCCI એ ઈવેન્ટ શેડ્યૂલ જાહેર કરવામાં વિલંબ કરીને, પછી ભારત અને પાકિસ્તાન મેચ સહિત કેટલીક રમતોની તારીખો બદલીને અને અંતે માત્ર મર્યાદિત સંખ્યામાં તારીખો જાહેર કરીને મોટી ભૂલ કરી છે.