જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 3 વર્ષનો સૌથી મોટો આતંકવાદી હુમલો, કર્નલ સહિત 3 ઓફિસર્સ શહીદ થયા

જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 3 દિવસમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા 2 એનકાઉન્ટરમાં 3 ઓફિસર અને 2 જવાન શહીદ થયા છે. તે સિવાય અન્ય એક જવાન લાપતા છે. બુધવારના રોજ અનંતનાગ ખાતે આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશીષ ઢોંચક અને કાશ્મીર પોલીસના DSP હુમાયુ ભટ્ટ શહીદ થયા છે.  કાશ્મીરમાં છેલ્લા 3 વર્ષો દરમિયાનનો આ […]

Share:

જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 3 દિવસમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા 2 એનકાઉન્ટરમાં 3 ઓફિસર અને 2 જવાન શહીદ થયા છે. તે સિવાય અન્ય એક જવાન લાપતા છે. બુધવારના રોજ અનંતનાગ ખાતે આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશીષ ઢોંચક અને કાશ્મીર પોલીસના DSP હુમાયુ ભટ્ટ શહીદ થયા છે. 

કાશ્મીરમાં છેલ્લા 3 વર્ષો દરમિયાનનો આ સૌથી મોટો આતંકવાદી હુમલો છે જેમાં આટલા મોટા ઓફિસર્સ શહીદ થયા છે. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો અને બીજા દિવસે પણ અથડામણ ચાલુ જ છે. 

અનંતનાગમાં 1 જવાન શહીદ

અનંતનાગમાં એક જવાન શહીદ થયા છે અને અન્ય એક જવાન લાપતા છે. તેઓ ગંભીર રીતે ઘાયલ હોવાની આશંકા છે. લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા એક પ્રતિબંધિત સંગઠન રેઝિસ્ટેન્ટ ફ્રંટે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.

જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકોરેનાગ વિસ્તારના ઉંચાણવાળા ક્ષેત્રમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના કર્નલ મનપ્રીત સિંહ, બટાલિયન કમાન્ડિંગ મેજર આશીષ ઢોંચક અને જમ્મુ કાશ્મીર પોલીસના DSP હુમાયુ ભટ શહીદ થયા છે. અથડામણમાં 2 આતંકવાદી પણ માર્યા ગયા છે. 

સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે જોઈન્ટ ઓપરેશન કર્યું

જમ્મુ કાશ્મીરના અનંતનાગ અને રાજૌરીમાં સુરક્ષાબળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓના આ દુસાહસથી ફરી એક વખત ઘાટીમાંથી આતંકવાદનો સફાયો કરવાનો બાકી હોવાનો મેસેજ મળ્યો છે. મંગળવારે અને બુધવારે રાતે ગુપ્ત બાતમીના આધારે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે જોઈન્ટ ઓપરેશન શરૂ કર્યું તે સાથે જ આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે અનંતનાગમાં કોકરનાગના હલૂરા ગંડૂલ વિસ્તારમાં ઘેરાબંધી કરીને તલાશ હાથ ધરી હતી. સંયુક્ત ટીમ શંકાસ્પદ વિસ્તાર તરફ આગળ વધી તે સાથે જ સુરક્ષાબળના અધિકારીઓ 2-3 આતંકવાદી સંતાયા હોવાની સૂચના મળી હતી ત્યાં ઉપર ચઢી ગયા હતા. તેઓ ઉપર ચઢવા લાગ્યા એટલે આતંકવાદીઓએ સુરક્ષાબળ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો અને અથડામણ શરૂ થઈ હતી. 

ગોળીબારમાં સેનાના એક અધિકારી અને એક પોલીસ અધિકારીને ગોળી વાગી હતી અને તેમને હેલિકોપ્ટર દ્વારા તાત્કાલિક એરલિફ્ટ કરવા પડ્યા હતા. 

મંગળવારે સાંજના સમયે આતંકવાદીઓ સામેનું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું પણ રાતે તેને બંધ કરી દેવું પડ્યું હતું. બુધવારે સવારે ફરી આતંકવાદીઓની તલાશી શરૂ કરવામાં આવી હતી અને મનપ્રીત સિંહે ટીમનું નેતૃત્વ કરીને આતંકવાદીઓ પર હુમલો કરી દીધો હતો. આતંકવાદીઓએ પણ તેમના પર ગોળીબાર કર્યો હતો અને તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. કર્નલ મનપ્રીત સિંહ કમાન્ડિંગ ઓફિસર પણ હતા અને રાષ્ટ્રીય રાઈફલ્સનું યુનિટ પણ તેમના હવાલે હતું.