અવકાશમાં તાજેતરમાં જ જોવા મળી શૌથી શક્તિશાળી ફ્લેશ

અવકાશમાં અત્યાર સુધી જોવા મળેલી તમામ તેજસ્વી લાઇટોમાંથી, સૌથી શક્તિશાળી ફ્લેશ તાજેતરમાં જોવા મળી હતી. આ ફ્લેશને ગામા-રે બર્સ્ટ કહેવામાં આવે છે. ફ્લેશ એ બ્રહ્માંડમાં હાજર સૌથી વધુ ઊર્જા ઇલેક્ટ્રોમેગ્નેટિક વિસ્ફોટ છે. આ ફ્લેશ 9 ઓક્ટોબર 2022ના રોજ ટેલિસ્કોપમાંથી જોવા મળી હતી. તે અત્યાર સુધીની સૌથી મજબૂત ફ્લેશ હતી. જે લગભગ 18 ટેરાઈલેક્ટ્રોનવોલ્ટ ઊર્જા મુક્ત […]

Share:

અવકાશમાં અત્યાર સુધી જોવા મળેલી તમામ તેજસ્વી લાઇટોમાંથી, સૌથી શક્તિશાળી ફ્લેશ તાજેતરમાં જોવા મળી હતી. આ ફ્લેશને ગામા-રે બર્સ્ટ કહેવામાં આવે છે. ફ્લેશ એ બ્રહ્માંડમાં હાજર સૌથી વધુ ઊર્જા ઇલેક્ટ્રોમેગ્નેટિક વિસ્ફોટ છે.

આ ફ્લેશ 9 ઓક્ટોબર 2022ના રોજ ટેલિસ્કોપમાંથી જોવા મળી હતી. તે અત્યાર સુધીની સૌથી મજબૂત ફ્લેશ હતી. જે લગભગ 18 ટેરાઈલેક્ટ્રોનવોલ્ટ ઊર્જા મુક્ત કરતી હતી. વૈજ્ઞાનિકો હજુ પણ તેનું વિશ્લેષણ કરી રહ્યા છે. અગત્યની વાત તો એ છે કે આપણું સૌભાગ્ય હતું કે આ પ્રકાશ પૃથ્વીથી લગભગ અઢી પ્રકાશ વર્ષ દૂર છે. જો તે નજીક હોત તો તે ઓઝોન સ્તરને ફાડીને પૃથ્વી પર હોલોકોસ્ટ જેવી સ્થિતિનું નિર્માણ કરી શક્યું હોત.

શરૂઆતમાં ખગોળશાસ્ત્રીઓએ વિચાર્યું કે આ વિસ્ફોટ એટલો ઝડપી હતો, કારણ કે તે નજીકના સ્ત્રોતમાંથી ઉદ્ભવ્યો હોવો જોઈએ. એવું પણ બની શકે કે આ ઊર્જા ગામા-કિરણોને બદલે એક્સ-રેમાંથી આવતી હોય. પરંતુ સિગ્નલના પૃથ્થકરણથી જાણવા મળ્યું કે તે વાસ્તવમાં 2.4 અબજ પ્રકાશ-વર્ષ દૂર ગામા-રે વિસ્ફોટ હતો. જો આ ગામા કિરણો આપણી પૃથ્વીની નજીક હોત તો ભયંકર વિનાશ સર્જાય. 

મહત્વનું છે કે, 1960 ના દાયકામાં યુએસ લશ્કરી સેટેલાઇટ્સ દ્વારા ગામા-રે વિસ્ફોટોની શોધ કરવામાં આવી હતી. તે ત્યારે થાય છે જ્યારે વિશાળ તારાઓ તેમના જીવનના અંતમાં બ્લેક હોલમાં તૂટી પડતા પહેલા વિસ્ફોટ કરે છે. એટલે કે, જ્યારે ન્યુટ્રોન તારાઓ તરીકે ઓળખાતા અલ્ટ્રાડેન્સ તારાઓના અવશેષો અથડાવે છે, ત્યારે આ પ્રકાશ ઉત્પન્ન થાય છે. તે 10 અબજ વર્ષોમાં સૂર્ય છોડશે તેટલી ઊર્જા છોડે છે.

ગામા- રે વિસ્ફોટના પ્રકારોના વાત કરીએ તો આપણી આકાશગંગામાં તે બે પ્રકારે જોવા મળે છે. એક લાંબા ગામા રે વિસ્ફોટ અને બીજા છે ટૂંકા ગામા રે વિસ્ફોટ. ટૂંકા ગામા વિસ્ફોટો 2 મિનિટથી વધુ નથી ચાલતા જ્યારે લાંબા વિસ્ફોટો ખૂબ જ વધુ સમય સુધી ચાલે છે.

વિશ્વભરના તમામ ટેલિસ્કોપ્સ હવે ધૂળવાળી આકાશગંગા તરફ વળ્યા છે, જ્યાં આ ફ્લેશ દેખાઈ હતી. તેઓ વિસ્ફોટના પ્રકાશને શક્ય તેટલી વધુ તરંગલંબાઇમાં જોવાનો પ્રયાસ કરશે, જેથી તેના વિશે વધુ માહિતી મેળવી શકાય. સંશોધનના પરિણામો એસ્ટ્રોનોમર્સ ટેલિગ્રામમાં પ્રકાશિત થયા છે.

લગભગ 450 મિલિયન વર્ષો પહેલા, આવા એક ફ્લેશે પૃથ્વી પર વિનાશ સર્જ્યો હતો. જેના કારણે ઓર્ડોવિશિયન લુપ્ત થઈ ગયું. અત્યારે જે ફ્લેશ દેખાઈ રહી છે તેનું નામ GRB221009A છે. તે સરેરાશ ગામા-રે વિસ્ફોટ કરતા પૃથ્વીથી 20 ગણું વધુ દૂર છે. તે એટલું દૂર છે કે તેનાથી પૃથ્વીને કોઈ નુકસાન થયું નથી.