કેન્દ્ર સરકાર 8 લાખ કરોડની રોકડ બજારમાં લાવવાની તૈયારીમાં…!

કેન્દ્ર સરકાર નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ છ મહિનામાં સરકારી બોન્ડ જાહેર કરીને બજારમાંથી રૂ. 8.88 લાખ કરોડ એકત્ર કરશે. સરકારે બજેટમાં સમગ્ર નાણાંકીય વર્ષ દરમિયાન 15.43 લાખ કરોડ રૂપિયાના ઉધારનો અંદાજ મૂક્યો હતો. આ રીતે કેન્દ્ર સરકાર પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કુલ લક્ષ્યના આશરે 57.6 ટકા એકત્ર કરશે. નાણામંત્રાલયની જાહેરાત નાણા મંત્રાલયે 29 માર્ચે એક પ્રેસ […]

Share:

કેન્દ્ર સરકાર નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ છ મહિનામાં સરકારી બોન્ડ જાહેર કરીને બજારમાંથી રૂ. 8.88 લાખ કરોડ એકત્ર કરશે. સરકારે બજેટમાં સમગ્ર નાણાંકીય વર્ષ દરમિયાન 15.43 લાખ કરોડ રૂપિયાના ઉધારનો અંદાજ મૂક્યો હતો. આ રીતે કેન્દ્ર સરકાર પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કુલ લક્ષ્યના આશરે 57.6 ટકા એકત્ર કરશે.

નાણામંત્રાલયની જાહેરાત

નાણા મંત્રાલયે 29 માર્ચે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર 1 એપ્રિલથી શરૂ થતા નાણાંકીય વર્ષના પ્રથમ છ મહિનામાં બજારમાંથી બોન્ડ મારફતે રૂ. 8.88 લાખ કરોડ ઉછીના લેવાની યોજના બનાવી છે. કેન્દ્રનું દેવું 2019ના સ્તર કરતા બમણાથી વધુ વધી ગયું છે. કારણ કે, ફ્રી રાશન અને સબસિડી પર સરકારનો સામાજિક ખર્ચ મોટા પ્રમાણમાં વધી ગયો છે. જે કોરોનાની મહામારીને કારણે રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. નાણા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, સરકાર રિડેમ્પશન પ્રોફાઇલને સરળ બનાવવા માટે સ્વિચ ઓપરેશન ચાલુ રાખશે અને નાણાકીય વર્ષ 2024ના બીજા ભાગમાં સોવરિન ગ્રીન બોન્ડની જાહેરાત કરશે.

સરકારી બોન્ડનું કદમાં થશે વધારો

બેન્ચમાર્ક 10-વર્ષના સરકારી બોન્ડ પરની યીલ્ડ આ મહિને 15 બેસિસ પોઈન્ટ્સ ઘટી છે, જે નવેમ્બર પછીનો સૌથી મોટો ઘટાડો છે, જ્યારે પાંચ વર્ષના બોન્ડ પરની યીલ્ડ 25 બેસિસ પોઈન્ટ્સ ઘટી છે. એપ્રિલથી સપ્ટેમ્બર 2023 દરમિયાન જારી કરાયેલા સરકારી બોન્ડ્સ રૂ. 31000 કરોડથી રૂ. 39000 કરોડની રેન્જમાં હશે.

ફ્રી રાશનની નીતિથી સરકારને ફટકો

મહત્વનું છે કે, RBI ભારત સરકાર વતી આ રકમ એકત્રિત કરે છે. જે માટે RBI દર શુક્રવારે હરાજી દ્વારા બોન્ડ જાહેર કરે છે. કેન્દ્રીય બજેટમાં નાણાંકીય વર્ષ 2023-24 માટે અંદાજિત 15.43 લાખ કરોડના ગ્રોસ માર્કેટ બોરોઇંગના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં રૂ. 8.88 લાખ કરોડ અથવા 57.55 ટકા એકત્ર કરવાની યોજના બનાવી છે. જેમાં 31,000થી 39,000 કરોડ 26 સાપ્તાહિક તબક્કામાં ઉધાર લેવાની યોજના છે. આ ઉધાર 3, 5, 7, 10, 14, 30 અને 40 વર્ષની સિક્યોરિટીઝ હેઠળ લેવાશે. જેમકે 3 વર્ષ (6.31%), 5 વર્ષ (11.71%), 7 વર્ષ (10.25%), 10 વર્ષ (20.50%), 14 વર્ષ (17.57%), 30 વર્ષ (16.10%) અને 40 વર્ષ (17.57%) નો રહેશે. 

નાણાંકીય વર્ષ 2023-24ના બીજા ભાગમાં સોવરિન ગ્રીન બોન્ડની જાહેરાત થશે. એપ્રિલથી સપ્ટેમ્બર 2023 દરમિયાન સાપ્તાહિક હરાજી થનાર સરકારી બોન્ડનું કદ રૂ. 31,000 કરોડથી રૂ. 39 કરોડની વચ્ચે છે. 3 વર્ષમાં પાકતા બોન્ડ દ્વારા 6.31 ટકા ઉધાર લેવામાં આવશે. આમ, 40 વર્ષમાં પાકતા બોન્ડ દ્વારા 17.57 ટકા ઉધાર લેશે.