IMFએ ભારતના GDP વૃદ્ધિ અનુમાનને 6.1%થી વધારીને 6.3% કર્યો

IMF (ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ) એ નાણાકીય વર્ષ 2024 માટે ભારતના GDP વૃદ્ધિ અનુમાનમાં 0.2% નો વધારો  કર્યો છે, જેણે તેને 6.1% થી વધારીને 6.3% કર્યો છે. નાણાકીય વર્ષ 2025 માટે GDP વૃદ્ધિ અનુમાન 6.3% પર યથાવત રાખવામાં આવ્યું છે. IMF અનુસાર, ભારત આવનારા સમયમાં સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બની રહેશે. IMFના જણાવ્યા અનુસાર, ભારતમાં […]

Share:

IMF (ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ) એ નાણાકીય વર્ષ 2024 માટે ભારતના GDP વૃદ્ધિ અનુમાનમાં 0.2% નો વધારો  કર્યો છે, જેણે તેને 6.1% થી વધારીને 6.3% કર્યો છે. નાણાકીય વર્ષ 2025 માટે GDP વૃદ્ધિ અનુમાન 6.3% પર યથાવત રાખવામાં આવ્યું છે. IMF અનુસાર, ભારત આવનારા સમયમાં સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બની રહેશે.

IMFના જણાવ્યા અનુસાર, ભારતમાં GDP વૃદ્ધિ  અનુમાન 2023 અને 2024 બંનેમાં 6.3%ના દરે મજબૂત રહેવાનો અંદાજ છે, જે 2023 માટે 0.2 ટકાના વધારા સાથે એપ્રિલ-જૂન દરમિયાન અપેક્ષા કરતાં વધુ મજબૂત વપરાશને પ્રતિબિંબિત કરે છે.” 

GDP વૃદ્ધિ અનુમાન વધવાથી માર્કેટમાં હિલચાલ વધી

IMFનું નવીનતમ GDP વૃદ્ધિ અનુમાન 31 ઓગસ્ટના રોજ આંકડા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટાના લગભગ એક મહિના પછી આવું છે. એપ્રિલ-જૂનમાં ભારતીય અર્થતંત્રમાં 7.8 ટકાનો વધારો થયો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ GDP વૃદ્ધિ  અનુમાન 6.5 ટકા સુધી પહોંચવાનો અંદાજ મૂક્યો છે.

IMFના અનુમાન અનુસાર, દક્ષિણ એશિયાઈ દેશમાં ગ્રાહક ભાવ ફુગાવો 2023/24માં 5.5 ટકા સુધી વધીને 2024/25માં ધીમે ધીમે 4.6 ટકા થઈ જશે. વધુમાં, IMFનો અંદાજ છે કે દેશની ચાલુ ખાતાની ખાધ FY24 અને FY25 બંનેમાં GDPના 1.8 ટકા પર સ્થિર રહેશે.

વૈશ્વિક GDP વૃદ્ધિ અનુમાન શું છે?

તેના નવીનતમ વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક (WEO)માં, IMF એ 2023 માં વૈશ્વિક વાસ્તવિક GDP વૃદ્ધિ  અનુમાન માટેનો તેના અગાઉના અનુમાનને 3 ટકા જાળવી રાખ્યો છે. જો કે, સંસ્થાએ તેની 2024ના અનુમાનને સહેજ સમાયોજિત કરી છે, તેને જુલાઈમાં કરેલા અનુમાન કરતાં 0.1 ટકા ઘટાડીને 2.9% કરી દીધી છે.

IMFએ બ્રાઝિલ, રશિયા અને મેક્સિકો જેવી ઉભરતી અર્થવ્યવસ્થાઓના GDP વૃદ્ધિ અનુમાનમાં વધારો કર્યો છે, જ્યારે ચીનના GDP વૃદ્ધિ અનુમાનમાં 0.2 ટકાનો ઘટાડો કર્યો છે અને તેને 2023માં 5.2 ટકાથી વધારીને 5 ટકા કરવામાં આવ્યો છે. IMFનું કહેવું છે કે કોરોના મહામારી બાદ પ્રારંભિક તબક્કામાં ઝડપી રિકવરી બાદ આર્થિક વૃદ્ધિની ગતિ ધીમી પડી છે. 

એક અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થા રોગચાળા, રશિયા-યુક્રેન યુદ્ધ અને જીવન ખર્ચની કટોકટીમાંથી ધીમે ધીમે બહાર આવી રહી છે.

IMFએ રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઘટાડામાં ચીન માટે GDP વૃદ્ધિ અનુમાન 20 બેસિસ પોઈન્ટ્સ ઘટાડીને 5 ટકા અને 2024 માટે 30 બેસિસ પોઈન્ટ્સ ઘટાડીને 4.2 ટકા કર્યું. ચીન પ્રોપર્ટી માર્કેટ સંકટનો સામનો કરી રહ્યું છે અને રોકાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 2023માં અમેરિકાની GDP વૃદ્ધિ અનુમાન2.1 ટકા રહી શકે છે, જે 0.3 ટકા વધુ છે.