Apple યુઝર્સને ભારત સરકારે ડિવાઈસ કંટ્રોલ છીનવાઈ જવા મામલે ચેતવ્યા, જાણો જોખમી ડિવાઈસની યાદી

ભારતીય કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-IN) દ્વારા Mac, iPhones, iPads અને Apple Watch સહિતની વિવિધ Apple પ્રોડક્ટ્સના યુઝર્સ માટે ચેતવણી જાહેર કરી છે. Apple યુઝર્સને હેકર્સ દ્વારા તેમને ફાવે એ રીતના કોડ લાગુ કરવાથી બચવા અને સુરક્ષિત રહેવા માટે બ્રાઉઝર અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે. ભારત સરકારે Apple ડિવાઈસનો ઉપયોગ કરનારા લાખો યુઝર્સને ગંભીર […]

Share:

ભારતીય કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-IN) દ્વારા Mac, iPhones, iPads અને Apple Watch સહિતની વિવિધ Apple પ્રોડક્ટ્સના યુઝર્સ માટે ચેતવણી જાહેર કરી છે. Apple યુઝર્સને હેકર્સ દ્વારા તેમને ફાવે એ રીતના કોડ લાગુ કરવાથી બચવા અને સુરક્ષિત રહેવા માટે બ્રાઉઝર અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે.

ભારત સરકારે Apple ડિવાઈસનો ઉપયોગ કરનારા લાખો યુઝર્સને ગંભીર ચેતવણી આપી છે. સરકારી એજન્સી CERT-INના કહેવા પ્રમાણે અનેક Apple ડિવાઈસમાં એવી ખામીઓ છે જેના કારણે યુઝર્સ હેકિંગ અને સાઈબર એટેકનો શિકાર બની શકે તેમ છે. આ યુઝર્સ માટે હાઈ સીવિએરિટી એટલે કે ગંભીર ચેતવણી જાહેર કરવામાં આવી છે અને તેમને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. 

CERT-INના કહેવા પ્રમાણે આ ખામી WebKit બ્રાઉઝર એન્જિન સાથે સંબંધિત છે. તેનો ઉપયોગ Appleના Safari સહિતના અન્ય બ્રાઉઝર્સમાં કરવામાં આવે છે. આ કારણે જ પ્રભાવિત પ્રોડક્ટ્સની યાદીમાં મોંઘા iPhonesથી લઈને વોચ મોડલ્સ પણ સામેલ છે. 

Appleના પ્રભાવિત ડિવાઈસની યાદી નીચે મુજબ છેઃ

– Apple macOS Monterey versions prior to 12.7

– Apple macOS Ventura versions prior to 13.6

– Apple watchOS versions prior to 9.6.3

– Apple watchOS versions prior to 10.0.1

– Apple iOS versions prior to 16.7 and iPadOS versions prior to 16.7

– Apple iOS versions prior to 17.0.1 and iPadOS versions prior to 17.0.1

– Apple Safari versions prior to 16.6.1

એટેકર્સને થઈ શકે છે ફાયદો

CERT-INના સત્તાવાર નિવેદન પ્રમાણે “Apple પ્રોડક્ટ્સની આ ખામીઓ સિક્યોરિટી કોમ્પોનેન્ટ્સમાં સર્ટિફિકેટ વેલિડેશન સાથે સંકળાયેલી એક મુશ્કેલીના કારણે આવી છે. ડિવાઈસના કર્નેલ અને વેબકિટ કોમ્પોનેન્ટ્સની આ ખામીઓનો ફાયદો એટેકર્સને મળી શકે છે.” એજન્સીના કહેવા પ્રમાણે એટેકર્સ આ ખામીઓનો ફાયદો ખાસ પ્રકારે તૈયાર કરેલી રિક્વેસ્ટ મોકલીને ઉઠાવી શકે તેમ છે. 

સીધા શબ્દોમાં કહીએ તો હેકર્સ આ ખામીઓનો ઉપયોગ કરીને યાદીમાં દર્શાવેલા કોઈ પણ Apple ડિવાઈસને હેક કરીને તેનો ડેટા ચોરી કરી શકે છે. હેકર્સ આ ડેટાનો પોતાના દુર્ભાવનાપૂર્ણ ઈરાદાઓ પૂરા કરવા માટે પણ ઉપયોગ કરી શકે છે માટે યુઝર્સે પોતાના ડેટાની સલામતીને ધ્યાનમાં રાખીને જરૂરૂ પગલા ભરવા ખૂબ જરૂરી છે.
Apple યુઝર્સને તેમના ડિવાઈસ તાત્કાલિક લેટેસ્ટ સોફ્ટવેર વર્ઝન પર અપડેટ કરવા માટે કહેવામાં આવ્યું છે. જો આવું નહીં કરવામાં આવે તો યુઝર્સનો પર્સનલ ડેટા ચોરી થઈ શકે છે અને તેઓ અનેક પ્રકારના સ્કેમનો શિકાર બની શકે તેમ છે.