ભારતીય હાઈ કમિશનરે nijjar killing મામલે આપ્યું નિવેદન, કહ્યું- કેનેડાની તપાસને ઉચ્ચ સ્તરીય અધિકારીના નિવેદનથી નુકસાન થયું

nijjar killing: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા (nijjar killing) બાદ બને દેશો વચ્ચે વિવાદ ઉભો થયો છે. આ મામલે કેનેડામાં ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ કહ્યું છે કે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં કેનેડિયન પોલીસની તપાસને ઉચ્ચ સ્તરીય કેનેડિયન અધિકારીના જાહેર નિવેદનોથી નુકસાન થયું છે.  ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ ધ ગ્લોબ એન્ડ […]

Share:

nijjar killing: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા (nijjar killing) બાદ બને દેશો વચ્ચે વિવાદ ઉભો થયો છે. આ મામલે કેનેડામાં ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ કહ્યું છે કે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં કેનેડિયન પોલીસની તપાસને ઉચ્ચ સ્તરીય કેનેડિયન અધિકારીના જાહેર નિવેદનોથી નુકસાન થયું છે. 

ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ ધ ગ્લોબ એન્ડ મેલને જણાવ્યું હતું કે નિજ્જરની જૂનમાં થયેલી હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હોવાના આરોપને સમર્થન આપવા માટે ભારતને કેનેડા અથવા તેના સહયોગી દેશો તરફથી કોઈ વિશ્વસનીય પુરાવા મળ્યા નથી.

nijjar killing કેસમાં પુરાવા ક્યાં છે?: ભારતીય હાઈ કમિશનર

સંજય કુમાર વર્માએ જણાવ્યું હતું કે, “આ કેસમાં અમને તપાસમાં મદદ કરવા માટે કોઈ ચોક્કસ અથવા સંબંધિત માહિતી આપવામાં આવી નથી. પુરાવા ક્યાં છે? તપાસનું નિષ્કર્ષ ક્યાં છે? હું એક ડગલું આગળ જઈને કહીશ કે હવે તપાસ પહેલાથી જ શંકાના ઘેરામાં છે. નિજ્જરની હત્યા (nijjar killing) માટે ભારત અને તેની એજન્સીઓને જવાબદાર ઠરાવવા કેનેડામાં ઉચ્ચ સ્તરીય અધિકારીઓ તરફથી આદેશો પહેલાંથી જ આવી ગયા છે.”

વધુ વાંચો… India-Canadaના રાજદ્વારી વિવાદ પર વિદેશમંત્રી એસ જયશંકરે આપ્યું મહત્વનું નિવેદન

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરે કેનેડાની નાગરિકતા લીધી હતી. સરેમાં રહીને તે ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરતો હતો. જૂનમાં હરદીપ સિંહ નિજ્જરની ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ પછી કેનેડાએ સપ્ટેમ્બરમાં નિજ્જરની હત્યા (nijjar killing)માં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. ભારતે આ આરોપોને સખત રીતે નકારી કાઢ્યા હતા. 

કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો સપ્ટેમ્બરના અંતથી વણસેલા છે, જ્યારે ભારતે 41 કેનેડિયન રાજદ્વારીઓની રાજદ્વારી પ્રતિરક્ષા રદ કરી હતી અને તેમને 20 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની ફરજ પાડી હતી.

કેનેડિયન ઈન્ટેલિજન્સ સ્ત્રોતો દાવો કરે છે કે તેઓએ સંદેશાવ્યવહારને અટકાવ્યો હતો અને નિજ્જરની હત્યા માટે ભારતીય ઓપરેટિવ્સ પાસેથી અનામી ફાઈવ આઈઝ (યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની બનેલી ગુપ્ત માહિતી-શેરિંગ એલાયન્સ) પાસેથી ગુપ્ત માહિતી મેળવી હતી.  

વધુ વાંચો… Cyber scams: ગજબ!! શાકભાજી વેચનારાએ નોકરીની લાલચ આપી 6 મહિનામાં કરી 21 કરોડની ઠગાઈ

નિજ્જરની હત્યા (nijjar killing)માં ભારતની સંડોવણીના આરોપોને નકારી કાઢતા ભારતીય હાઈ કમિશનરે કહ્યું કે રાજદ્વારીઓ વચ્ચેની વાતચીતનો કોર્ટમાં કે જાહેરમાં પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય નહીં. આ આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ છે.

સંજય વર્માએ વધુમાં કહ્યું કે કેનેડા ગેરકાયદે વાયરટેપ અને પુરાવાની વાત કરી રહ્યું છે. હું એ જોવા માગું છું કે તેઓને આ પુરાવા કેવી રીતે મળ્યા અને તેઓએ તે કેવી રીતે એકત્રિત કર્યા. આ વાતની શું સાબિતી છે કે આ ડિપ્લોમેટ્સના અવાજની નકલ નથી.

સંજય વર્માને પૂછવામાં આવ્યું કે શું કેનેડાએ ભારતને નિજ્જરની હત્યામાં સામેલ કોઈપણને પ્રત્યાર્પણ કરવા કહ્યું છે. આના પર તેમણે જવાબ આપ્યો કે આ બે સરકારો વચ્ચેનો મામલો છે.