સંસદના વિશેષ સત્ર પહેલા સર્વદળીય બેઠકમાં મહિલા આરક્ષણ બિલનો મુદ્દો ચર્ચાયો

સંસદના વિશેષ સત્ર પહેલા સર્વદળીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વદળીય બેઠકમાં વિપક્ષના અનેક નેતાઓ પણ સામેલ થયા હતા. સર્વદળીય બેઠક દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષ સહિત અને પક્ષોએ મહિલા આરક્ષણ બિલ સંસદમાં રજૂ કરવામાં આવે તેના સમર્થનમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.. ત્યારે સરકારે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવો જવાબ આપ્યો હતો.  […]

Share:

સંસદના વિશેષ સત્ર પહેલા સર્વદળીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વદળીય બેઠકમાં વિપક્ષના અનેક નેતાઓ પણ સામેલ થયા હતા. સર્વદળીય બેઠક દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષ સહિત અને પક્ષોએ મહિલા આરક્ષણ બિલ સંસદમાં રજૂ કરવામાં આવે તેના સમર્થનમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.. ત્યારે સરકારે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવો જવાબ આપ્યો હતો.
 

સર્વદળીય બેઠક દરમિયાન અનેક નેતાઓએ લાંબા સમયથી પેન્ડિંગ મહિલા આરક્ષણ બિલ રજૂ થવું જોઈએ તેવો મત દર્શાવ્યો હતો. તેને સામાન્ય સહમતીથી રજૂ કરી શકાશે તેવી લાગણી જોવા મળી હતી. મહિલા આરક્ષણ બિલમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠક અનામત રાખવાની જોગવાઈ છે.

સર્વદળીય બેઠક બાદ કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, પ્રથમ દિવસે જૂના સંસદ ભવનમાં કાર્યવાહી ચાલશે. બીજા દિવસે 19મી સપ્ટેમ્બરના રોજ જૂની સંસદમાં ફોટો સેશન થશે અને 11 વાગ્યે સેન્ટ્રલ હોલ ખાતે એક સમારંભ યોજાશે ત્યાર બાદ નવી સંસદમાં પ્રવેશ કરવામાં આવશે. 19મી સપ્ટેમ્બરે નવી સંસદમાં સત્ર ચાલશે અને 20મી તારીખથી નિયમિત સરકારી કામકાજ કરવામાં આવશે. 

સર્વદળીય બેઠક દરમિયાન બીજૂ જનતા દળ (બીજદ) અને ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) સહિત અનેક ક્ષેત્રીય દળોએ મહિલા આરક્ષણ બિલને સંસદમાં રજૂ કરવામાં આવે તેવી માગણી પર ભાર આપ્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, લોકસભામાં સદનના ઉપનેતા અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, રાજ્યસભામાં સદનના નેતા પ્રહલાદ જોશીએ સર્વદળીય બેઠકમાં સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 


કોંગ્રેસી નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે, સર્વદળીય બેઠક દરમિયાન તમામ વિપક્ષી દળોએ સંસદના વિશેષ સત્રમાં મહિલા આરક્ષણ બિલ રજૂ કરવાની માગણી કરી. સર્વદળીય બેઠક બાદ ભાજપના સહયોગી અને રાકાંપા નેતા પ્રફુલ પટેલે તેઓ સંસદ સત્ર દરમિયાન સરકારને મહિલા આરક્ષણ બિલ પાસ કરવા વિનંતી કરે છે તેમ જણાવ્યું હતું.

NCP નેતા પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે, સંસદના વિશેષ સત્રમાં 4 બિલ લાવવાની વાત થઈ રહી છે. દેશમાં 50 ટકા મહિલાઓ છે. અમે એવું સૂચન આપ્યું છે કે, આ સત્રમાં મહિલા આરક્ષણ બિલ પાસ કરવામાં આવે. કોંગ્રેસી નેતા અધીર રંજન ચૌધરીએ સંસદના વિશેષ સત્રને લઈ એમ પણ જણાવ્યું હતું કે, “અમને લાગી રહ્યું હતું કે, સંસદનું વિશેષ સત્ર થઈ રહ્યું છે પરંતુ હવે તે એક રેગ્યુલર સેશન જ હોય તેમ લાગે છે. વિપક્ષને સરકારના વલણને લઈ ભ્રમ છે. અમને કેટલીક બાબતોથી દૂર રાખવામાં આવી રહ્યા છે. ઝીરો અવર અને ક્વેશ્ચન સેશન ખતમ કરવામાં આવ્યા છે તે યોગ્ય નથી.”