હવામાન વિભાગે આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી જાહેર કરી

હાલ ગુજરાત વરસાદે વિરામ લીધો છે, પરંતુ જુન અને જુલાઈ મહિનામાં કેટલાક જિલ્લામાં વરસાદે ધરતીને જાણે કે તરબોળ કરી નાખી હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. જૂન અને જુલાઈ મહિનામાં સિઝનના સરેરાશ વરસાદ કરતા વધુ વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં વરસાદની સ્થિતિ ટકાવારીની દ્રષ્ટિએ એકંદરે સારી છે પરંતુ હવે વરસાદે વિરામ લીધો છે. લગભગ 22 દિવસ […]

Share:

હાલ ગુજરાત વરસાદે વિરામ લીધો છે, પરંતુ જુન અને જુલાઈ મહિનામાં કેટલાક જિલ્લામાં વરસાદે ધરતીને જાણે કે તરબોળ કરી નાખી હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. જૂન અને જુલાઈ મહિનામાં સિઝનના સરેરાશ વરસાદ કરતા વધુ વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં વરસાદની સ્થિતિ ટકાવારીની દ્રષ્ટિએ એકંદરે સારી છે પરંતુ હવે વરસાદે વિરામ લીધો છે. લગભગ 22 દિવસ કરતા વધુ સમય થઈ ગયો છે અને રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. શહેરી વિસ્તારમાં વરસાદ ન પડતા ગરમીમાં મહદઅંશે વધારો જોવા મળ્યો છે.

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ મધ્યમ રહેશે

ગુજરાતમાં આગામી પાંચ દિવસના સમયગાળા માટે હવામાન વિભાગ (IMD) દ્વારા કરેલી જાહેરાત અનુસાર, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ 21મી ઓગસ્ટે ભારે વરસાદ પડવાની સંભાવના છે જયારે ગુજરાતનાં બાકીના જિલ્લોમાં આગામી પાંચ દિવસ, 19 થી 23 ઓગસ્ટ સુધી શુષ્ક હવામાન રહેશે અને ગરમીનો પારો યથાવત રહેશે.

આ જિલ્લામાં વરસાદની શક્યતા

19 ઓગસ્ટ શનિવાર માટે, મુખ્યત્વે મધ્ય અને દક્ષિણ ગુજરાત પ્રદેશોમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા અને નગર હવેલી અને દમણના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

આ ઉપરાંત, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની અપેક્ષા છે જયારે ગુજરાતના બાકીના જિલ્લાઓમાં શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે.

રવિવારે તમામ જિલ્લામાં વરસાદની સંભાવના

20 ઓગસ્ટ એટલે કે રવિવારના રોજ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં થોડાક સ્થળોએ વરસાદ પડી શકે છે, જ્યારે મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે.

21 ઓગસ્ટે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા સહિત જિલ્લાઓ શુષ્ક રહેશે આ જિલ્લાઓમાં વરસાદની સંભાવના નહિવત પ્રમાણમાં છે. આ સિવાયનાં ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. 

ડાંગ માટે જાહેર કરાયું યલો એલર્ટ

જો કે, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કારણ કે આ વિસ્તારોમાં 21 ઓગસ્ટે ભારે વરસાદ થવાની સંભાવના છે. 

22થી 24 ઓગસ્ટ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે, જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓ સિવાય ગુજરાતના તમામ ભાગોમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. 

ચોમાસાની સીઝનને કારણે હાલ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને રાજ્યના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે. વધુમાં હવામાન વિભાગ દ્વારા દરિયાકિનારાના વિસ્તારોમાં પવન સ્થિર હોવાને કારણે માછીમારોને કોઈ ચેતવણી આપવામાં આવી નથી.