હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી જાહેર કરી

ગુજરાતમાં હાલ ચોમાસુ સક્રિય છે. ઓગસ્ટ મહિનો શુષ્ક રહ્યા બાદ સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ ઘણા જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા ભારતીય હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે 14 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થવાની આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે […]

Share:

ગુજરાતમાં હાલ ચોમાસુ સક્રિય છે. ઓગસ્ટ મહિનો શુષ્ક રહ્યા બાદ સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ ઘણા જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા ભારતીય હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે 14 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થવાની આગાહી જાહેર કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે 14 સપ્ટેમ્બરે પાટણ, મોરબી, આણંદ, બોટાદ અને પોરબંદર સિવાય રાજ્યના ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આજે અમદાવાદમાં સામાન્ય વરસાદની સંભાવના છે.

15 સપ્ટેમ્બરે સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહિસાગર, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, દાહોદ, પંચમહાલ. વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ. અમરેલી, ભાવનગર, દમણ અને દીવ, દાદર નગર હવેલી જેવા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 16 સપ્ટેમ્બરે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, દમણ અને દીવ, દાદર નગર હવેલી જેવા જિલ્લાઓમાં મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

17 સપ્ટેમ્બરે દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ અને જૂનાગઢ અને પોરબંદર જેવા જિલ્લાઓમાં શુષ્ક હવામાન રહેશે જયારે આ સિવાયના ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

વધુમાં, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદની સંભાવના છે. જેને કારણે યલો એલર્ટ  આપવામાં આવું છે. વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગે જણાવ્યું કે 18 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં માત્ર 3 જિલ્લા જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં વરસાદની સંભાવના નહિવત છે. ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ અને તાપી જિલામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો કે, સુરત, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતના વરસાદના સત્તાવાર ડેટા મુજબ, રાજ્યમાં આ વર્ષે ચોમાસાની સિઝનનો સામાન્ય સરેરાશ વરસાદના 86.30% વરસાદ થયો છે, જે કુલ 756.51 મીમી છે.

કચ્છમાં એકંદર ચોમાસાની સિઝનનો સરેરાશના 136.69% સાથે સૌથી વધુ વરસાદ નોંધાયો છે. આ પછી સૌરાષ્ટ્રનો ક્રમ આવે છે, જ્યાં સરેરાશ ચોમાસાનો વરસાદ 110.80% નોંધાયો છે. તેનાથી વિપરીત, ઉત્તર ગુજરાત પ્રદેશમાં સૌથી ઓછો વરસાદ પડયો છે, જે અત્યાર સુધીના સરેરાશ વરસાદના 71.08% જેટલો છે.

દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં ચોમાસાનો સરેરાશ વરસાદ અનુક્રમે 81.16% અને 72.22% થયો છે.