પીએમ મોદીએ લખેલું ગીત Abundance in Millets ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ થયું

Abundance in Millets: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલું ગીત ‘એબન્ડન્સ ઈન મિલેટ્સ (Abundance in Millets)’ ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. આ ગીત પીએમ મોદીએ ભારતીય-અમેરિકન ગાયિકા ગાયક ફાલ્ગુની શાહ સાથે વિશ્વને બાજરીના ફાયદા જણાવવા માટે લખ્યું હતું. આ ગીત ફાલ્ગુની શાહ અને તેના પતિ ગૌરવ શાહે ગાયું છે. મુંબઈમાં જન્મેલી ગાયિકા ફાલ્ગુની શાહ અને […]

Share:

Abundance in Millets: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલું ગીત ‘એબન્ડન્સ ઈન મિલેટ્સ (Abundance in Millets)’ ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. આ ગીત પીએમ મોદીએ ભારતીય-અમેરિકન ગાયિકા ગાયક ફાલ્ગુની શાહ સાથે વિશ્વને બાજરીના ફાયદા જણાવવા માટે લખ્યું હતું. આ ગીત ફાલ્ગુની શાહ અને તેના પતિ ગૌરવ શાહે ગાયું છે.

મુંબઈમાં જન્મેલી ગાયિકા ફાલ્ગુની શાહ અને તેમના પતિ અને ગાયક ગૌરવ શાહ દ્વારા પ્રસ્તુત ગીત ‘એબન્ડન્સ ઈન મિલેટ્સ (Abundance in Millets)’ને ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. ફાલ્ગુની શાહ તેના સ્ટેજ નામ ફાલુથી ઓળખાય છે. ગ્રેમી એવોર્ડ્સની રેસમાં અન્ય નોમિનેશનમાં ‘શેડો ફોર્સિસ’ માટે અરુજ આફતાબ, વિજય અય્યર અને શેહઝાદ ઈસ્માઈલી, ‘અલોન’ માટે બર્ના બોય અને ‘ફીલ’ માટે ડેવિડોનો સમાવેશ થાય છે.

વાસ્તવમાં, વર્ષ 2023ને “મિલેટ્સનું આંતરરાષ્ટ્રીય વર્ષ” તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે, જેના માટે ભારત અને યુનાઈટેડ નેશન્સ (FAO) ના ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO)ના સંચાલક મંડળના સભ્યો દ્વારા પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. 

વધુ વાંચો: National Ayurveda Day શા માટે ઉજવવામાં આવે છે?

યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના 75મા સત્ર દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. આ વર્ષની શરૂઆતમાં, ગીતના રિલીઝ પહેલા ફાલ્ગુની શાહે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ મારી અને મારા પતિ ગૌરવ શાહ સાથે મળીને એક ગીત લખ્યું છે. એબન્ડન્સ ઈન મિલેટ્સ (Abundance in Millets) ગીત 16 જૂને રિલીઝ થયું હતું.

ફાલ્ગુની શાહ એટલે કે ફાલુને 2022માં ગ્રેમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે, તેને આ એવોર્ડ અ કલરફુલ વર્લ્ડ માટે બેસ્ટ ચિલ્ડ્રન્સ આલ્બમ કેટેગરીમાં મળ્યો છે. એવોર્ડ જીત્યા પછી, તે નવી દિલ્હીમાં પીએમ મોદીને મળ્યા અને તે દરમિયાન તેમણે પીએમ મોદી સાથે બાજરી પર ગીત કંપોઝ કરવાનો વિચાર શેર કર્યો હતો.

વધુ વાંચો: કચરો વીણનારને કચરાના ઢગલામાંથી 30 લાખ યુએસ ડોલર ડોલર મળ્યા!

બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પરફોર્મન્સ કેટેગરીમાં Abundance in Millets નોમિનેટ થયું છે

તેમણે કહ્યું હતું કે તેમણે પરિવર્તન લાવવા અને માનવતાના ઉત્થાનમાં સંગીતની શક્તિ પર પીએમ મોદી સાથે ચર્ચા કરી હતી અને તે દરમિયાન પ્રધાનમંત્રીએ તેમને ભૂખમરાને સમાપ્ત કરવાનો સંદેશ આપનારા ગીત લખવાનું સૂચન આપ્યું હતું. ફાલ્ગુની શાહે કહ્યું કે સંગીત સીમામાં બંધાયેલું હોતું નથી. આથી પીએમ મોદીએ મિલેટ્સ પર એક ગીત લખવાનું સૂચન આપ્યું હતું. એબન્ડન્સ ઈન મિલેટ્સ (Abundance in Millets) ગીતને ગ્રેમી એવોર્ડ્સની બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પરફોર્મન્સ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યું છે.

ફાલ્ગુની શાહે એમ પણ કહ્યું હતું કે પીએમ મોદીએ તેમને જણાવ્યું કે મિલેટ્સ એ એક અત્યંત પોષક અન્ન છે અને સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી છે. પીએમ મોદી બરછટ અનાજને દેશના આહારનો મુખ્ય ભાગ બનાવવા પર સતત ભાર આપી રહ્યા છે.