સુપ્રીમ કોર્ટે વિપક્ષોની અરજી ફગાવી, મોદીએ કર્યો કટાક્ષ

દેશમાં મોદી સરકાર CBI અને EDનો દુરુપયોગ કરીને ખોટી રીતે વિપક્ષના નેતાને હેરાન કરતી હોવાની ફરિયાદ સાથે 14 વિપક્ષોએ સુપ્રીમ કોર્ટમાં સરકાર સામે દાદ માંગતી અરજી કરી હતી. આ અરજી કોર્ટે સાંભળ્યા વિના જ ફગાવી દીધી હતી. જેના પર નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર કટાક્ષ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, દેશમાં અત્યાર સુધી ભ્રષ્ટાચાર […]

Share:

દેશમાં મોદી સરકાર CBI અને EDનો દુરુપયોગ કરીને ખોટી રીતે વિપક્ષના નેતાને હેરાન કરતી હોવાની ફરિયાદ સાથે 14 વિપક્ષોએ સુપ્રીમ કોર્ટમાં સરકાર સામે દાદ માંગતી અરજી કરી હતી. આ અરજી કોર્ટે સાંભળ્યા વિના જ ફગાવી દીધી હતી. જેના પર નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર કટાક્ષ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, દેશમાં અત્યાર સુધી ભ્રષ્ટાચાર આચરતા વિરોધ પક્ષો સરકારની કાર્યવાહીથી બચવા સુપ્રીમ કોર્ટમાં ગયા પણ કોર્ટે જ વિપક્ષોને ઝટકો આપ્યો છે. મહત્વનું છે કે, વિપક્ષોની અરજી અંગે કોર્ટે કહ્યું હતું કે, દેશના કાયદા સૌના માટે સમાન છે. નેતાઓ માટે અલગ કાયદા ઘડી શકાય નહીં. જેથી સુપ્રીમ કોર્ટે વિપક્ષી દળોને મોટો ઝટકો આપ્યો હતો.

14 વિપક્ષી દળોએ મોદી સરકાર પર કેન્દ્રીય એજન્સીઓના દુરઉપયોગનો આરોપ લગાવતા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટે વિપક્ષની અરજીને ફગાવી સુનાવણી કરવાની જ ના પાડી દીધી હતી. વિપક્ષી દળો વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ એક અરજીમાં દાવો કર્યો હતો કે, CBI અને ED દ્વારા દાખલ થયેલા કેસની સંખ્યામાં ભારે વધારો થયો છે. પીએમ મોદીના 2014માં સત્તામાં આવ્યા બાદથી વિપક્ષી દળોના નેતાઓ સામે કેન્દ્રીય એજન્સીઓએ મનમાની રીતે કેસ દાખલ કર્યા છે.

સિંઘવીએ આંકડાનો આપતા કહ્યું કે, EDએ છેલ્લા 7 વર્ષમાં ગત દાયકાની સરખામણીમાં 6 ગણા વધારે કેસ નોંધ્યા, પરંતુ આ મામલાઓમાં સજાનો દર માત્ર 23 ટકાનો હતો. સિંઘવી આરોપ લગાવ્યો કે CBI અને EDના 95 ટકા કેસ દેશભરના વિપક્ષી નેતાઓ સામે હતા અને આ રાજકીય બદલા અને પૂર્વાગ્રહનો સ્પષ્ટ સંકેત છે.

આરોપોનો જવાબ આપતા ભારતના ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડે અરજીની યોગ્યતા અને વ્યવહાર્યતા પર શંકા વ્યક્ત કરી હતી. ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ ફક્ત રાજનેતાઓ માટે સામાન્ય દિશાનિર્દેશ કે સિદ્ધાંત નિર્ધારિત કરી શકે નહીં. આ અરજીને ફગાવતા કોર્ટે કહ્યુ કે, દેશમાં તમામ નાગરિકો સમાન છે. જેથી દેશના કાયદા સૌના માટે સમાન છે. નેતાઓ માટે કોઈ અલગ કાયદા ઘડી શકાય નહીં.

મહત્વનું છેકે, વડાપ્રધાને વિપક્ષને તેલંગાણાના એક કાર્યક્રમમાં ઘેરી હતી. PM મોદી હૈદરાબાદની વિવિધ પરિયોજનાઓનું ઉદ્દઘટન કરવા પહોંચ્યા હતા.જ્યાં તેમણે વિપક્ષ પર આકરા પ્રહાર કરતા કોર્ટમાં કરેલી અરજી વિશે વાત કરી હતી. નોંધનીત છેેેકે, હાલ તેલંગાણામાં ચંદ્રશેખર રાવની સરકાર છે. જ્યાં ભાજપ છેલ્લા 3 વર્ષથી પોતાનું સ્થાન બનાવવાનો પ્રયાસ કરી રહી છે.