અમેરિકાની બેન્કિંગ કટોકટીથી ભારતીય આઇટી કંપનીઓની વૃધ્ધિને અસર થશે

હાલ ચારી રહેલી અમેરિકાની બેન્કિંગ કટોકટીની અસર ભારતની ટોપ IT કંપની પર થઈ શકે છે. ભારતની ટોચની ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીઓના આવકનો મોટો હિસ્સો અમેરિકાની બેન્કિંગ, ફાયનાન્સ, સેવાઓ  તેમજ વીમા કંપનીઓ (BSFI) નો હોય છે ત્યારે યુરોપ અને અમેરિકામાં બૅન્કિંગ ક્ષેત્રે સર્જાયેલી કટોકટીની અસર અહીની આઇટી કંપનીઓની આવક અને વિકાસને થશે તેવું આ ક્ષેત્રના વિશ્લેષકોનું માનવું […]

Share:

હાલ ચારી રહેલી અમેરિકાની બેન્કિંગ કટોકટીની અસર ભારતની ટોપ IT કંપની પર થઈ શકે છે. ભારતની ટોચની ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીઓના આવકનો મોટો હિસ્સો અમેરિકાની બેન્કિંગ, ફાયનાન્સ, સેવાઓ  તેમજ વીમા કંપનીઓ (BSFI) નો હોય છે ત્યારે યુરોપ અને અમેરિકામાં બૅન્કિંગ ક્ષેત્રે સર્જાયેલી કટોકટીની અસર અહીની આઇટી કંપનીઓની આવક અને વિકાસને થશે તેવું આ ક્ષેત્રના વિશ્લેષકોનું માનવું છે. 

ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS), ઈન્ફોસિસ , વિપ્રો, એલટીઆઈ માઇન્ડટ્રી  અને કોગ્નિઝન્ટ જેવી આઈટી કંપનીઓ કે જેઓ યુએસ બેન્કિંગ સંસ્થાઓ સાથે વધુ એક્સપોઝર ધરાવે છે, તેઓને બેન્કિંગ સેક્ટરમાં ઉથલપાથલ વધુ વણસે તો તેને અસર થઈ શકે છે.

વિશ્લેષકોના મતે, મોટી બેંકિંગ સંસ્થાઓના પતનથી માત્ર હાલના કારોબારમાં ઘટાડો જ નહીં પરંતુ વિલંબિત ડીલ બંધ થવા સાથે ભવિષ્યમાં ટેકનોલૉજી  ખર્ચમાં ઘટાડો પણ થઈ શકે છે.

યુએસમાં  સિલ્વરગેટ, એસવીબી અને સિગ્નેચર બેંકની નાદારીની ઘટના અને યુરોપમાં યુબીએસ – સીએસ મર્જર વર્ષ 2024 નાં પ્રથમ છ માસિક ગાળા માં ભારતીય આઇટી કંપનીઓની  વૃદ્ધિને અસર કરશે અને 2024 નાં નાંણાંકીય વર્ષની એકંદર વૃદ્ધિને નીચે  લાવશે, એમ સ્થાનિક બ્રોકરેજ હાઉસ કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝે જણાવ્યું હતું.

બ્રોકરેજ માને છે કે ટીસીએસ અને ઇન્ફોસિસ સારી સ્થિતિમાં છે, જ્યારે વિપ્રો અને કોગ્નિઝન્ટને વધુ અસર થાય તેમ લાગે છે. 

કોટક માને છે કે, નજીકના ગાળામાં વિવેકાધીન ખર્ચમાં કાપને કારણે ડિજિટલ/ક્લાઉડ પ્રોગ્રામ્સની ગતિમાં સ્થગિતતા અથવા મંદી આવી શકે છે. વિવેકાધીન ખર્ચમાં ઘટાડો તમામ કંપનીઓને અસર કરશે.

બેન્કિંગ, ફાયનાન્સ તેમજ સેવા ક્ષેત્રે પ્રમાણમાં એચસીએલ ટેકનું અને ટેક મહિન્દ્રાનું ઓછું કામકાજ તેનાં પરની વિપરીત અસરને ઘટાડશે. બ્રોકરેજે જણાવ્યું હતું કે, ખર્ચમાં ઘટાડો કંપનીઓને ઘરેલુ કંપનીઓમાં કામ વધારવાની તક,  એપ્લીકેશન તર્કસંગતતા, કેપ્ટિવ કાર્વ-આઉટ, સ્વચાલનને  સક્ષમ કરવાની તેમજ વેન્ડર કોન્સોલિડેશનને સક્ષમ કરવાના રૂપમાં તકો પેદા કરશે. .“ટીસીએસ અને ઇન્ફોસીસ ટાયર 1 આઇટીમાં વધુ સારી સ્થિતિમાં છે. એલટીઆઈએમ અને એમફેસીસ  મધ્ય-સ્તર વચ્ચે લાભ મેળવી શકે છે; 

બ્રોકરેજે એમ પણ જણાવ્યું હતું કે સિટીએસએચ  અને વિપ્રોનું ત્યાંની કન્સલ્ટિંગ ક્ષેત્રે વધુ કામકાજ હોવાથી તેની નબળાઈમાં વધારો કરે છે.

નોંધમાં જણાવવામાં આવ્યું હતું, “યુએસમાં સિલ્વરગેટ, સિલિકોન વેલી બેંક અને સિગ્નેચર બેંક અને યુરોપમાં યુબીએસ-સીએસ મર્જરની નાદારીની આસપાસના તાજેતરના વિકાસને પગલે વિકસિત બજારોમાં BFS કંપનીઓમાં સાવચેતી નજીકના ગાળામાં વિવેકાધીન ટેક ખર્ચમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે.”