Mukesh Ambaniને ધમકીભર્યા ઈમેલ મોકલનાર યુવકની તેલંગાણાથી ધરપકડ કરાઈ

Mukesh Ambani: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને ધમકીભર્યા ઈમેલ (threatening email) મોકલવા બદલ તેલંગાણાના 19 વર્ષીય છોકરાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી યુવકની ઓળખ ગણેશ રમેશ વનપારધી તરીકે થઈ છે. આ વ્યક્તિને ગામદેવી પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી શોધી કાઢ્યો હતો અને બાદમાં શનિવારે તેને મુંબઈ લઈ જવામાં આવ્યો હતો. વનપારધીએ પોતે શાદાબ ખાનના નામે મેઈલ […]

Share:

Mukesh Ambani: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને ધમકીભર્યા ઈમેલ (threatening email) મોકલવા બદલ તેલંગાણાના 19 વર્ષીય છોકરાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી યુવકની ઓળખ ગણેશ રમેશ વનપારધી તરીકે થઈ છે. આ વ્યક્તિને ગામદેવી પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી શોધી કાઢ્યો હતો અને બાદમાં શનિવારે તેને મુંબઈ લઈ જવામાં આવ્યો હતો.

વનપારધીએ પોતે શાદાબ ખાનના નામે મેઈલ મોકલ્યો હતો અને પહેલા ઈમેલમાં 20 કરોડ રૂપિયાની માંગણી કરી હતી, પછી તેણે ડિમાન્ડને વધારીને 400 કરોડ રૂપિયા કરી દીધી હતી. તેણે લગભગ પાંચથી છ ઈમેલ મોકલ્યા હતા. આ અગાઉ અંબાણી (Mukesh Ambani)ને ઈમેલ મોકલવા માટે વપરાયેલા VPN નેટવર્કની બેલ્જિયમમાંથી માહિતી મળી હતી.

વધુ વાંચો… CJIએ વકીલોને કરી અપીલ, કહ્યું- સુપ્રીમ કોર્ટને ‘તારીખ પે તારીખ’ વાળી કોર્ટ ન બનવા દઈએ

મહારાષ્ટ્ર પોલીસ દ્વારા આરોપી વનપારધીની ધરપકડ કરીને શનિવારે મુંબઈની નીચલી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને 8 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. મુકેશ અંબાણીને અગાઉના મેઈલ અવગણવા બદલ ગંભીર પરિણામોની ચેતવણી આપતા હાલના ધમકીભર્યા ઈમેલ (threatening email) મળ્યાના થોડા સમય બાદ જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “વનપારધી એક વિદ્યાર્થી છે. 27 ઓક્ટોબર અને 1 નવેમ્બરની વચ્ચે મુકેશ અંબાણી (Mukesh Ambani)ને મૃત્યુની ધમકીના બહુવિધ ઈ-મેઈલ મોકલવા પાછળના તેના હેતુને સમજવા માટે પોલીસ હાલમાં તેની પૂછપરછ કરી રહી છે.”

પોલીસે જણાવ્યું હતું, “અમે તેના વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક (VPN) ના ઉપયોગ વિશે અને આ સંબંધમાં તેને કોઈ સહાય મળી છે કે કેમ તે અંગે પૂછપરછ કરી રહ્યા છીએ. તમામ મેઈલ એક જ ઈમેઈલ આઈડી પરથી મોકલવામાં આવ્યા હતા અને તેમાં ખંડણીની માંગણીઓ હતી.” 

વધુ વાંચો… Andhra Pradeshમાં જાતિ આધારિત વસ્તી ગણતરીના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી મળી

Mukesh Ambaniને 27 ઓક્ટોબરે પહેલો ધમકીભર્યો મેઈલ આવ્યો હતો

નોંધનીય છે કે 27 ઓક્ટોબરે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ની કંપનીના ઓફિશિયલ ઈમેલ આઈડી પર પહેલો ધમકીભર્યો મેઈલ આવ્યો હતો. ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું હતું કે જો તેને 20 કરોડ રૂપિયા નહીં મળે તો તે મુકેશ અંબાણીને જાનથી મારી નાખશે. આ પછી બીજા દિવસે એટલે કે 28 ઓક્ટોબરે ફરી એક ધમકીભર્યો મેઈલ (threatening email) આવ્યો હતો, પરંતુ આ વખતે રકમ વધારીને 200 કરોડ રૂપિયા કરી દેવામાં આવી હતી. બીજા મેઈલના ત્રણ દિવસ પછી, 30 ઓક્ટોબરે ત્રીજો મેઈલ આવ્યો, જેમાં ખંડણીની રકમ 400 કરોડ રૂપિયા હતી.  

મુકેશ અંબાણી (Mukesh Ambani)ને મોકલવામાં આવેલા ઈમેલમાં લખ્યું હતું કે, “જો તમે અમને 20 કરોડ રૂપિયા નહીં આપો તો અમે તમને મારી નાખીશું, અમારી પાસે ભારતમાં શ્રેષ્ઠ શાર્પ શૂટર્સ છે.” આ  બાદ મુકેશ અંબાણીના સિક્યોરિટી ઈન્ચાર્જ દ્વારા મુંબઈના ગામદેવી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ સામે આઈપીસીની કલમ 387 અને 506 (2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.