ગીર સોમનાથના ધામળેજ બંદર પાસે ચરસના 5 પેકેટ મળતાં ચકચાર મચી

ગીર સોમનાથના સુત્રાપાડામાં ધામળેજ બંદર પાસેથી સર્ચ ઓપરેશન દરમિયાન ચરસના 5 પેકેટ મળી આવ્યા છે. આશરે 1 કિલોના ચરસને ગીર સોમનાથ LCB અને SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)એ પકડી પાડ્યું છે. આ જથ્થાની કીંમત બજારમાં લાખોની હોઈ શકે છે.  જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા અને એલ.સી.બી. પી.આઇ. વી.કે.ઝાલાએ જણાવ્યું કે, ધામળેજ બંદરે કામ કરતા માછીમારના ધ્યાને […]

Share:

ગીર સોમનાથના સુત્રાપાડામાં ધામળેજ બંદર પાસેથી સર્ચ ઓપરેશન દરમિયાન ચરસના 5 પેકેટ મળી આવ્યા છે. આશરે 1 કિલોના ચરસને ગીર સોમનાથ LCB અને SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)એ પકડી પાડ્યું છે. આ જથ્થાની કીંમત બજારમાં લાખોની હોઈ શકે છે. 

જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા અને એલ.સી.બી. પી.આઇ. વી.કે.ઝાલાએ જણાવ્યું કે, ધામળેજ બંદરે કામ કરતા માછીમારના ધ્યાને દરીયા કાંઠે શંકાસ્પદ પેકેટો નજરે આવ્યા હતા જે અંગેની જાણ પોલીસને કરી હતી જેના પગલે એસ.ઓ.જી. ની ટીમ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરતા પ્લાસ્ટીકમાં વીટોળેલા પાંચ પેકેટો કબ્જામાં લઇ તપાસ હાથ ધરતા પેકેટોમાં નશાદાવ્યક ચરસ પદાર્થ હોવાનું જાણવા મળ્યું હતું. 

ધામળેજથી મળી આવેલા ચરસની કિંમત લાખોમાં

ધામળેજ પાસે મળી આવેલા પાંચ પૈકી ચાર પેકેટો એક-એક કીલોના તથા પાંચમાં પેકેટમાં અડધા કિલોથી વધુનો ચરસનો જથ્થો હતો. આ ચરસના જથ્થાની કિંમત આશરે 4.50 લાખની હોઈ શકે છે. પોલીસે  અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધી શોધખોળ હાથ ધરી છે.

વધુમાં માહિતી આપતા જણાવ્યું કે, ચરસનો જથ્થો મળી આવ્યાના પગલે સુરક્ષા એજન્સીઓની જુદી-જુદી ટીમોએ સુત્રાપાડા, સોમનાથ, કોડીનાર પંથકના દરીયા કાંઠે સર્ચ ઓપરેશન હાથ ધર્યું, જેમાં મોડી સાંજ સુધી વધુ જથ્થો મળી આવ્યો નથી. જો કે આવતી કાલે પણ આ સર્ચની કામગીરી ચાલુ રહેશે.

પોલીસ આગામી 72 કલાક સર્ચ ઓપરેશન હાથ ધરશે

ધામળેજમાં ચરસ મળી આવતાં જિલ્લાના દરિયા કાંઠે રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આગામી 72 કલાક સુધી ચેકિંગ હાથ ધરવામાં આવતી તેમજ બોટનું પણ ચેકિંગ થશે. પોલીસે ખલાસીઓને અપીલ કરી છે કે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જણાય તો તરત પોલીસનો સંપર્ક કરે.

તો બીજી બાજુ ગુજરાતના કચ્છ દરિયાકાંઠથી પણ ચરસ મળી આવવાનો સિલસિલો યથાવત છે. એક જ અઠવાડિયાંમાં ચરસ મળવાની ત્રીજી ઘટના બની છે. જખૌના પિંગલેશ્વર દરિયાઈ વિસ્તારમાંથી ચરસ અને વિસ્ફોટક સેલ જેવી વસ્તુ મળી આવતા દોડધામ મચી ગઈ હતી. ત્યારે સ્ટેટ આઈબી, NIU અને જખૌ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ચરસના 10 જેટલા પેકેટ મળી આવ્યા હતા. આ ઉપરાંત સ્ટેટ આઈબી એને NIUને એક વિસ્ફોટક સેલ જેવી વસ્તુ મળી આવી હતી. હાલ તપાસ એજન્સીઓએ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બે દિવસ પહેલાં જ દરિયાકિનારેથી ચરસ અને હેરોઇન મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 15 એપ્રિલ બાદ 40 ચરસના પેકેટ મળી આવ્યા છે. ત્યારે આ મામલે BSFના જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.