દેશભરમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત, બંગાળમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું

હવામાન વિભાગે બંગાળ, બિહાર અને આંધ્રપ્રદેશમાં આકરી ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ ઝારખંડ, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને સિક્કિમમાં ગરમી ફરી વળવાની આગાહી કરવામાં આવી છે. સોમવારે (17 એપ્રિલ) પંજાબ અને હરિયાણામાં હીટવેવની સ્થિતિ પ્રવર્તી રહી હતી, જે મંગળવારે પણ ચાલુ રહી શકે છે. દરમિયાન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયુ છે, જેના […]

Share:

હવામાન વિભાગે બંગાળ, બિહાર અને આંધ્રપ્રદેશમાં આકરી ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ ઝારખંડ, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને સિક્કિમમાં ગરમી ફરી વળવાની આગાહી કરવામાં આવી છે. સોમવારે (17 એપ્રિલ) પંજાબ અને હરિયાણામાં હીટવેવની સ્થિતિ પ્રવર્તી રહી હતી, જે મંગળવારે પણ ચાલુ રહી શકે છે. દરમિયાન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયુ છે, જેના કારણે પશ્ચિમ હિમાલય અને આસપાસના મેદાનોમાં વરસાદ પડશે.

IMD એ લોકોને હીટવેવની અસરો અંગે કેટલાક સાવચેતીનાં પગલાં લેવાની સલાહ આપી છે. આ દરમિયાન, હવામાન વિભાગે આગાહી કરી છે કે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને પંજાબના ભાગોને થોડી રાહત મળી શકે છે કારણ કે પશ્ચિમી વિક્ષેપના કારણે વિસ્તારોમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેટલાક વિસ્તારોમાં વરસાદથી થોડી રાહત મળ્યા બાદ ફરીથી તાપમાનમાં વધારો થશે. ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના વિસ્તારોમાં તાપમાન 40-42 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું હતું. આગામી ત્રણ દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતના તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થશે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 18 એપ્રિલે અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં 18-19 એપ્રિલે હીટવેવની શક્યતા છે. મધ્ય ભારતમાં પણ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.

હીટવેવ સ્થિતિની વ્યાખ્યા

જ્યારે મહત્તમ તાપમાન મેદાની વિસ્તારમાં ઓછામાં ઓછું 40 ° સે, દરિયાકાંઠાના વિસ્તારોમાં ઓછામાં ઓછું 37 ° સે અને પહાડી વિસ્તારોમાં ઓછામાં ઓછું 30 ° સે સુધી પહોંચે છે. જે સામાન્ય કરતાથી વધારે પ્રસ્થાન ઓછામાં ઓછું 4.5 ° સે છે, જો આવી સ્થિતિ બને તો તે હીટવેવ તરીકે જાહેર કરવામાં આવે છે. મહત્વનું છેકે, આ વધારો એર કન્ડીશનીંગના વધતા ઉપયોગને કારણે ગરમીના તરંગોમાં વાયુ પ્રદુષણ અને ઉર્જાની માંગમાં પણ વધારો કરી શકે છે.

ઓરેન્જ એલર્ટમાં વૃદ્ધો તેમજ બાળકો માટે પરિસ્થિતિ જોખમી બને છે. ક્રોનિક રોગોવાળા લોકો પણ આ સ્થિતિ માટે સંવેદનશીલ ગણાય છે. આવા સમયે  આરોગ્ય નિષ્ણાતો લોકોને પુષ્કળ પાણી પીવાની સલાહ આપે છે જેનાથી શરીર હાઇડ્રેટેડ રહે. ભલે તમને તરસ ન લાગે તો પણ ORS તેમજ લસ્સી, ચોખાનું પાણી, લીંબુ પાણી, છાશ વગેરે જેવા ઘરે બનાવેલા પીણાંનો ઉપયોગ કરો.