કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર પાંચ વર્ષ પૂરા નહીં કરે: બસનાગૌડા પાટિલ યાતનાલ

કર્ણાટક રાજ્યમાં હાલમાં સ્થપાયેલી કોંગ્રેસની સરકાર પાંચ વર્ષ પુરા કરશે નહીં તેમ ભાજપના MLA બસનાગૌડા પાટિલ યાતનાલે દાવો કર્યો હતો તેમણે જણાવ્યું કે, ટૂંક સમયમાં મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા અને ઉપમુખ્યપ્રધાન `એકબીજાને ચપ્પલ વડે મારશે’ તથા તેમણે જણાવ્યું કે, આ સ્થપાયેલી સરકાર પડી જશે. રવિવારે બસનાગૌડા પાટિલ યાતનાલે જણાવ્યું કે, સિદ્ધારમૈયા સાથે જોડાયેલા સાથીદારોમાં ઘણો અસંતોષ છે […]

Share:

કર્ણાટક રાજ્યમાં હાલમાં સ્થપાયેલી કોંગ્રેસની સરકાર પાંચ વર્ષ પુરા કરશે નહીં તેમ ભાજપના MLA બસનાગૌડા પાટિલ યાતનાલે દાવો કર્યો હતો તેમણે જણાવ્યું કે, ટૂંક સમયમાં મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા અને ઉપમુખ્યપ્રધાન `એકબીજાને ચપ્પલ વડે મારશે’ તથા તેમણે જણાવ્યું કે, આ સ્થપાયેલી સરકાર પડી જશે.

રવિવારે બસનાગૌડા પાટિલ યાતનાલે જણાવ્યું કે, સિદ્ધારમૈયા સાથે જોડાયેલા સાથીદારોમાં ઘણો અસંતોષ છે અને તેમની સરકાર પાંચ વર્ષ પૂરા કરશે નહીં. તેમણે જણાવ્યું કે, આવનારા સમયમાં મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા અને ઉપમુખ્યપ્રધાન `એકબીજાને ચપ્પલ વડે મારશે’ 

બસનાગૌડા પાટિલ યાતનાલે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, હાલમાં ડી કે શિવકુમાર પૂર્વ સીએમ બોમાઈની મુલાકાતે ગયા હતા. આ મુલાકાત દ્વારા તેઓ કોંગ્રેસની નેતાગીરી અને સોનિયા ગાંધીને એ જણાવવા માંગતા હતા કે, જો તેઓ સીએમ નહીં બને તો તેઓ બોમાઈનો સાથ આપશે. આમ કરીને તેઓ કોંગ્રેસને બ્લૅકમેઈલ કરી રહ્યા છે. 

23 જૂનના રોજ ડી કે શિવકુમાર પૂર્વ સીએમ બોમાઈના ઘરે મુલાકાતે ગયા હતા અને બંને નેતાઓએ એકબીજાનું હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું તથા હાથ મિલાવ્યા હતા. આ બેઠક અંગે પ્રતિક્રિયા આપતા બસનાગૌડા પાટિલ યાતનાલે બોમાઈને જણાવ્યું કે, તેઓ તમને મળશે અને તેઓ આ મુલાકાતનો લાભ તેમના સીએમ બનવા માટે કરશે તો તેમને અંદર આવવાની મંજૂરી શા માટે આપવી જોઈએ?

ચુંટણી બાદ જ્યારે કર્ણાટકના મુખ્યપ્રધાનની પસંદગીની વાત આવી ત્યારે માંડ ચાર દિવસની મંત્રણાઓ પછી સિદ્ધારમૈયા પર મુખ્યપ્રધાનનો કળશ ઢોળવામાં આવ્યો હતો. અનેક મંત્રણાઓ કર્યા પછી ડી કે શિવકુમાર કે જેઓ મુખ્યપ્રધાન પદની રેસમાં હતા તેમને કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતા. 

આ સમારંભ બેંગ્લુરુમાં 20મે 2023ના રોજ યોજવામાં આવ્યો હતો. 

હાલની વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસને 224 માંથી 135 બેઠકો મળી હતી. જયારે  કર્ણાટકમાં ભાજપને આ ચુંટણીમાં 66 બેઠકો પ્રાપ્ત થઈ હતી. 

આ અગાઉ કર્ણાટકમાં ભાજપની સરકાર હતી અને ભાજપને હરાવીને કોંગ્રેસે સરકાર બનાવી હતી. 2018 ની ચૂંટણીમાં મુકાબલો કોંગ્રેસ, ભાજપ અને BSP સાથે જોડાણ કરીને લડી રહેલા JDS વચ્ચે હતો. ભાજપે 223 ઉમેદવાર ઉભા રાખ્યા હતા જેમાં ભાજપને 104 બેઠક મળી હતી. બીજી તરફ કોંગ્રેસે 221 બેઠક ઉપર ઉમેદવાર ઉભા રાખ્યા હતા અને તેને 78 બેઠક મળી હતી.