ચહેરા પર ત્રિરંગા દોર્યો હોવાથી મહિલાને સુવર્ણ મંદિરમાં પ્રવેશ મનાઈ  

પંજાબના અમૃતસરમાં સ્થિત સુવર્ણ મંદિરમાં એક મહિલાને તેનાં ચહેરા પર ત્રિરંગાનું પેઇન્ટિંગ હોવાથી તેને મંદિરમાં પ્રવેશતા રોકવામાં આવી હતી અને આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જેને લઈને લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. એક વ્યક્તિએ તો તેની પ્રતિક્રિયામાં લખ્યું છે કે, આ વ્યક્તિને પાકિસ્તાનનાં પંજાબ મોકલી દો.  વાયરલ થયેલા આ […]

Share:

પંજાબના અમૃતસરમાં સ્થિત સુવર્ણ મંદિરમાં એક મહિલાને તેનાં ચહેરા પર ત્રિરંગાનું પેઇન્ટિંગ હોવાથી તેને મંદિરમાં પ્રવેશતા રોકવામાં આવી હતી અને આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જેને લઈને લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. એક વ્યક્તિએ તો તેની પ્રતિક્રિયામાં લખ્યું છે કે, આ વ્યક્તિને પાકિસ્તાનનાં પંજાબ મોકલી દો. 

વાયરલ થયેલા આ વિડીયોમાં મંદિરના પરિસરમાં એક વ્યક્તિ મહિલા સાથે દલીલબાજી કરતો જોવા મળી રહ્યો છે. તે વ્યક્તિએ આ મહિલાને સુવર્ણ મંદિરમાં પ્રવેશતા રોકી હતી. આ વ્યક્તિને પૂછવામાં આવ્યું કે, કેમ તે દર્શન માટે આવેલી મહિલાને રોકી રહ્યો છે ત્યારે તેને જણાવ્યું કે, “તેના ચહેરા પર ધ્વજ છે.” જ્યારે મહિલાએ કહ્યું કે તે ભારતીય ધ્વજ છે, ત્યારે તેણે કહ્યું, “આ પંજાબ છે, ભારત નથી.”

ઝડપથી વાયરલ થયેલા વિડીયોને ધ્યાનમાં લઈ  સિરોમની ગુરુદ્વારા પ્રબંધક કમિટીના જનરલ સેક્રેટરી ગુરુચરણ સિંહે  એક ખુલાસો બહાર પાડ્યો હતો. જેમાં, તેમણે જણાવ્યું કે, આ શીખોનું ધાર્મિક સ્થળ છે.  દરેક ધાર્મિક સ્થળનાં  પોતાના નિયમો હોય છે અને તે પળાવા જોઈએ. આ મહિલા એ તેનાં ચહેરા પર દોરેલા ત્રિરંગામાં અશોક ચક્ર નહતું. તે કોઈ રાજકીય પક્ષનો પણ લોગો હોય શકે. અમે અમારા અધિકારી દ્વારા કરાયેલા ગેરવર્તન માટે માફી માંગી છીએ. 

વિડીયોમાં સુવર્ણ મંદિરનો કર્મચારી જેણે યુવતીના પ્રવેશ પર રોક લગાવી તે કહેતા સંભળાય છે કે, આ ભારત નથી, પંજાબ છે. ત્યારબાદ ધાર્મિક અને આધ્યાત્મિક હસ્તીઓની સાથે સાથે ફિલ્મ કલાકારોએ પણ ટ્વીટર પર આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. ઈસ્કોનના વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રવક્તા રાધારમણ દાસે આ મામલે ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આ ઘટના માટે જવાબદારો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. રાધારમણ દાસે કહ્યું કે, જો આવી પ્રવૃત્તિઓને સમયસર રોકવામાં નહીં આવે તો સ્થિતિ વધુ વણસી શકે છે. રાધારમણ દાસે ટ્વીટમાં કહ્યું કે, આ આઘાતજનક છે! મહિલાને સુવર્ણ મંદિરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા કારણ કે તેમના ચહેરા પર ભારતીય ધ્વજનું ટેટૂ હતું. આ ખાલિસ્તાનીની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ. તેને નજરઅંદાજ કરવો એ કોઈ ઉકેલ નથી. કારણ કે તેમનો ઘમંડ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. આ મામલે ફિલ્મ અભિનેત્રી દેવોલિનાએ કહ્યું કે, એક સેકન્ડ માટે તો હું વિશ્વાસ ન કરી શકી કે આ સુવર્ણ મંદિરની અંદર થઈ રહ્યું છે. આપણે ક્યાં જઈ રહ્યા છીએ એ જોઈને દુઃખ થાય છે.