PM મોદી સહિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની મળી ધમકી, 500 કરોડ રૂપિયાની માંગ કરી 

NIA (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)ને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ ઈમેલમાં PM મોદી સહિત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ઈમેલ મોકલનાર વ્યક્તિએ 500 કરોડ રૂપિયા અને જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની મુક્તિની માંગ કરી છે. આ ધમકીભર્યા ઈમેલની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું છે કે તે પ્રોટોન મેઈલ પ્લેટફોર્મનો ઉપયોગ […]

Share:

NIA (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)ને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ ઈમેલમાં PM મોદી સહિત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ઈમેલ મોકલનાર વ્યક્તિએ 500 કરોડ રૂપિયા અને જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની મુક્તિની માંગ કરી છે. આ ધમકીભર્યા ઈમેલની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું છે કે તે પ્રોટોન મેઈલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને મોકલવામાં આવ્યો હતો અને આ પ્લેટફોર્મના સર્વર સ્વિટ્ઝર્લેન્ડમાં હતા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાવાની છે.

એક અધિકારીએ જણાવ્યું કે સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત આ ઈમેલ પ્લેટફોર્મ પ્રદાન કરતી કંપની તેના યુઝર્સની માહિતી શેર કરતી નથી જેના કારણે આ ઈમેલ ક્યાંથી આવ્યો છે તે શોધવાનું મુશ્કેલ છે.

આ ઈમેલ NIA (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)ને મળ્યો હતો, જેને બાદમાં વધુ તપાસ માટે મુંબઈ પોલીસને મોકલવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ ઈમેલ પ્રોટોન મેઈલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને મોકલવામાં આવ્યો હતો અને ઈમેલ આઈડી ‘ઓસામા બિન લાદેનના ભાડા’ના નામથી રજીસ્ટર કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે ઈમેલમાં 7-8 સ્તરથી વધુ સુરક્ષા છે અને તેનું ડોમેન સ્વિટ્ઝર્લેન્ડમાં છે. NIAએ સંબંધિત સરકારને ઈમેલ આઈડી વિશે વધુ માહિતી શેર કરવા વિનંતી કરી છે.

ઈમેલમાં શું ધમકી આપવામાં આવી હતી?

આ ધમકીભર્યા ઈમેલમાં લખવામાં આવ્યું છે કે, “અમે તમારી સરકાર પાસેથી 500 કરોડ રૂપિયા અને લોરેન્સ બિશ્નોઈ ઈચ્છીએ છીએ, નહીં તો આવતીકાલે અમે PM મોદી સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દઈશું. ભારતમાં બધું જ વેચાય છે, કંઈક ખરીદાય છે, પછી ભલે તે ગમે તેટલું સુરક્ષિત હોય. તેને તમે બચાવી શકશો નહીં. જો તમારે વાત કરવી હોય તો આ ઈમેલ પર જ વાત કરો.”

ભૂતકાળમાં સ્વિટ્ઝર્લેન્ડના સર્વરનો ઉપયોગ ધમકીભર્યા મેઈલ માટે થયો હતો

આ જ ઈમેલ પ્લેટફોર્મનો ઉપયોગ આ વર્ષની શરૂઆતમાં વિદેશી ચાર્ટર્ડ પ્લેનને બોમ્બની ધમકીનો ઈમેલ મોકલવા માટે કરવામાં આવ્યો હતો. પ્રથમ ઘટનામાં 240 મુસાફરો સાથે મોસ્કોથી ગોવા જતી ચાર્ટર્ડ ફ્લાઈટ સામેલ હતી, જેમાં બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી હતી, જેના કારણે ઉઝબેકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. એ જ રીતે, થોડા દિવસો પછી, તે જ વિમાન વિશે અન્ય એક ઈમેઈલ પ્રાપ્ત થયો, જેના કારણે તેને ગુજરાતના જામનગરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડયું.

અગાઉ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ પણ વર્લ્ડ કપ મેચમાં હુમલાની ધમકી આપી હતી. ત્યારબાદ તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. તેણે આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો બદલો લેવાની ધમકી પણ આપી હતી.