જયપુરમાં 30 મિનિટની અંદર 3 ભૂકંપના આંચકા આવ્યા 

21 જુલાઈ, 2023ની વહેલી સવારે રાજસ્થાનના જયપુરમાં અડધા કલાકની અંદર ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ તાજેતરનો ભૂકંપ 3.4ની તીવ્રતા તરીકે નોંધ્યો હતો, જે લગભગ સવારે 4:25 વાગ્યે આવ્યો હતો. ત્યારબાદ સવારે 4:22 વાગ્યે 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. NCS એ જણાવ્યું કે […]

Share:

21 જુલાઈ, 2023ની વહેલી સવારે રાજસ્થાનના જયપુરમાં અડધા કલાકની અંદર ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ તાજેતરનો ભૂકંપ 3.4ની તીવ્રતા તરીકે નોંધ્યો હતો, જે લગભગ સવારે 4:25 વાગ્યે આવ્યો હતો. ત્યારબાદ સવારે 4:22 વાગ્યે 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. NCS એ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. સદનસીબે, આ આંચકાઓથી કોઈ નોંધપાત્ર નુકસાન અથવા ઈજાના અહેવાલો નથી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી ( NCS)એ ટ્વિટ કરીને જણાવ્યું કે, “ભૂકંપની તીવ્રતા: 3.4, 21 જુલાઈ, 2023 ના રોજ ભૂકંપ આવ્યો, 04:25:33 IST, અક્ષાંશ: 26.87 અને લંબાઈ : 75.69, ઊંડાઈ: 10 કિમી, સ્થાન: ભારતના રાજસ્થાનમાં આવેલું જયપુર છે.”  

આ પહેલા સવારે 4.22 કલાકે 5 કિલોમીટરની ઉંડાઈએ 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. NCS એ આપેલી માહિતી અનુસાર,”ભૂકંપની તીવ્રતા: 3.૧ હતી, 21 જુલાઈ, 2023ના રોજ ભુકંપ આવ્યો, 04:22:57 IST, અક્ષાંશ: 26.67 અને લંબાઈ : 75.70, ઊંડાઈ: 5 કિમી, સ્થાન: જયપુર છે.” 

આ પહેલા સવારે 4.09 કલાકે 10 કિલોમીટરની ઉંડાઈએ પ્રથમ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપ માટે NCS એ જણાવ્યું કે, “ભૂકંપની તીવ્રતા : 4.૪ હતી, 21 જુલાઈ, 2023 ના રોજ ભૂકંપ આવ્યો, 04:09:38 IST, અક્ષાંશ: 26.88 અને લંબાઈ: 75.70, ઊંડાઈ: 10 કિમી, સ્થાન: જયપુર છે.”

ભૂકંપના આંચકા પર પ્રતિક્રિયા આપતા રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ જણાવ્યું કે, “જયપુર સહિત રાજ્યના અન્ય સ્થળોએ ભૂકંપના આંચકા અનુભવાયા છે. મને આશા છે કે તમે બધા સુરક્ષિત હશો.”

રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા, ખાસ કરીને ચાંદપોલ બજાર, મોટી ચૌપર, જોહરી બજાર સહિતના વોલ્ડ સિટી વિસ્તારોમાં, અને બહુમાળી એપાર્ટમેન્ટમાં રહેતા લોકોએ પણ તેમની ઇમારત ખાલી કરીને ગ્રાઉન્ડ ફ્લોર પર ગયા હતા. લોકોએ તેમના ગ્રોમા પાંચ ફર્યા ત્યારબાદ ફરીથી સવારે 4.25 વાગ્યે ત્રીજા ભૂકંપનો પિંક સિટીમાં આંચકો આવ્યો.

શ્યામ નગરના રહેવાસી રાજ બંસલે કહ્યું, “મેં રસ્તાની બાજુએ લગાવેલા મારા સીસીટીવીનું રેકોર્ડિંગ જોયું. અમે બ્લાસ્ટ જેવા અવાજો પણ સાંભળ્યા હતા. ફરીથી ભૂકંપ આવવાના ડરથી અમારા વિસ્તારના લોકો ઊંઘી શક્યા ન હતા. મેં ક્યારેય ત્રણ ભૂકંપ જોયા નથી.”

લોકોએ સંબંધીઓની સુખાકારી જાણવા માટે તેમને ફોન કર્યા અને તેઓ તેમના સોશિયલ મીડિયા સ્ટેટસ અપડેટ કરી રહ્યા હતા અને સુરક્ષિત હોવાનું જણાવી રહ્યા હતા. હોસ્પિટલોમાં, દર્દીઓના પરિવારના લોકો જેઓ લોબીમાં સુતા હતા તેઓ બહાર દોડી આવ્યા હતા. કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર, જયપુર અને તેની આસપાસના વિસ્તારમાં કોઈ જાનહાનિ કે નુકસાનની જાણ થઈ નથી.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું  કે, “આજે સવારે જયપુર અને રાજ્યના કેટલાક અન્ય ભાગોમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હજુ સુધી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી.”