Tilak Nagar: સાંકળથી બાંધેલી વિદેશી મહિલાની લાશના કેસમાં આરોપી ઝડપાયો

Tilak Nagar: પશ્ચિમી દિલ્હીના તિલક નગર (Tilak Nagar) વિસ્તારમાં આવેલી દિલ્હી નગર નિગમ દ્વારા સંચાલિત શાળા પાસેથી શુક્રવારના રોજ એક મહિલાનો મૃતદેહ (Dead body of a Woman) મળી આવ્યો હતો. દિલ્હી પોલીસે આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. ઉપરાંત મૃતક મહિલા સ્વિત્ઝરલેન્ડની હોવાનું પણ જાણવા મળ્યું છે.  પોલીસે દિલ્હીના તિલક નગર વિસ્તારમાંથી મળી […]

Share:

Tilak Nagar: પશ્ચિમી દિલ્હીના તિલક નગર (Tilak Nagar) વિસ્તારમાં આવેલી દિલ્હી નગર નિગમ દ્વારા સંચાલિત શાળા પાસેથી શુક્રવારના રોજ એક મહિલાનો મૃતદેહ (Dead body of a Woman) મળી આવ્યો હતો. દિલ્હી પોલીસે આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. ઉપરાંત મૃતક મહિલા સ્વિત્ઝરલેન્ડની હોવાનું પણ જાણવા મળ્યું છે. 

પોલીસે દિલ્હીના તિલક નગર વિસ્તારમાંથી મળી આવેલો મૃતદેહ એક સ્વિડીશ મહિલાનો હોવાનું જાહેર કર્યું હતું. આ ઉપરાંત દિલ્હી પોલીસે ગુરપ્રીત નામના એક શખ્સને ટેક્નિકલ અને મેન્યુઅલ ઈન્ટેલિજન્સ દ્વારા ઝડપી પાડ્યો છે. હાલમાં ગુરપ્રીતની પુછપરછ હાથ ધરવામાં આવી છે જેમાં પીડિતાની ઓળખ અને હત્યા મામલે વધારે વિગતો બહાર આવવાની શક્યતા છે. 

વધુ વાંચો: Mumbai: પ્રદૂષણ મામલે તોડ્યો દિલ્હીનો રેકોર્ડ, હવા સતત બની રહી છે ઝેરી

Tilak Nagarમાંથી મળી આવ્યો હતો મૃતદેહ

દિલ્હી પોલીસને તિલક નગર વિસ્તારમાં આવેલી એમસીડી શાળાની દીવાલ પાસેથી એક મહિલાનો મૃતદેહ (Dead body of a Woman) મળી આવ્યો હતો. મૃતક મહિલા સ્વિસ નાગરિક હોવાનો ખુલાસો થયો છે. પોલીસે તે મહિલા જ્યુરિખની રહેવાસી હોવાની અને આ મામલે આઈપીસીની કલમ 302/201 અતંર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હોવાની માહિતી આપી છે. 

શબના નિકાલ માટે ખરીદી જૂની કાર

પોલીસના સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે આરોપીએ એક જૂની કાર ખરીદી હતી અને હત્યા કર્યા બાદ મૃતદેહને તેમાં મુકી દીધો હતો. કારમાંથી દુર્ગંધ આવવા લાગી એટલે તેણે મૃતદેહને રસ્તાના કિનારે ફેંકી દીધો હતો અને ભાગી ગયો હતો. આરોપી પાસેથી આશરે 2 કરોડ રૂપિયા મળી આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. 

મહિલાનો મૃતદેહ (Dead body of a Woman)ને કચરાના નિકાલ માટેની કાળી પ્લાસ્ટિકની બેગમાં રાખવામાં આવ્યો હતો. મૃતક મહિલાએ સ્કર્ટ અને સેન્ડલ પહેરેલા હતા અને તેના હાથ-પગને સાંકળથી બાંધી તેના પર લોક મારેલુ હતું. સીસીટીવી ફુટેજ દ્વારા પોલીસને એક કાર દ્વારા મૃતદેહ ત્યાં મુકવામાં આવ્યો હોવાની જાણ થઈ હતી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. 

વધુ વાંચો: Lunar Eclipse: વર્ષનું અંતિમ ગ્રહણ જોવાનો સમય અને રીત જાણો

કારના માલિકે પોતે 2 મહિના પહેલા જ કાર વેચી દીધી હોવાનું જણાવ્યું હતું અને તેના આધારે ગુરપ્રીતનું પગેરુ શોધવામાં આવ્યું હતું. ગુરપ્રીત પ્રોપર્ટી ડીલિંગનું કામ કરતો હોવાનું અને મિત્રો પાસેથી ઉધારી લેતો હોવાનું પણ સામે આવ્યું છે. 30-32 વર્ષીય મૃતક સાથે તેની મુલાકાત સ્વિત્ઝરલેન્ડમાં જ થઈ હતી. 

તિલક નગરમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો તેનો ચહેરો સળગેલો હતો અને શરીર પર ઈજાના નિશાન હતા માટે શરૂમાં તેની ઓળખ શોધવી અઘરી બની ગઈ હતી. સીસીટીવી ફુટેજમાં સવારે 8-9 વાગ્યે એક કાર દ્વારા મૃતદેહ ફેંકી  દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું ત્યાર બાદ પોલીસ આરોપી સુધી પહોંચી શકી હતી.