ટામેટાના ભાવમાં ધરખમ વધારો, ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ.200ને પાર

ગુજરાત રાજ્યમાં ટામેટાના ભાવમાં વધારો થતા ગ્રાહકોમાં મનમાં ચિંતા વ્યાપી છે. ટામેટાના ભાવમાં થયેલા આ વધારાએ સામાન્ય સ્થિતિ ધરાવતા લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરી છે જેઓ તેમના રોજિંદા ભોજન માટે ટામેટા પર આધાર રાખે છે. અમદાવાદની VS હોસ્પિટલ અને SVP હોસ્પિટલની મુલાકાત લેતા લોકો તેમજ PGમાં રહેતા લોકોનો એવો અભિપ્રાય હોય છે કે મેન્યુમાં જણાવ્યા […]

Share:

ગુજરાત રાજ્યમાં ટામેટાના ભાવમાં વધારો થતા ગ્રાહકોમાં મનમાં ચિંતા વ્યાપી છે. ટામેટાના ભાવમાં થયેલા આ વધારાએ સામાન્ય સ્થિતિ ધરાવતા લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરી છે જેઓ તેમના રોજિંદા ભોજન માટે ટામેટા પર આધાર રાખે છે.

અમદાવાદની VS હોસ્પિટલ અને SVP હોસ્પિટલની મુલાકાત લેતા લોકો તેમજ PGમાં રહેતા લોકોનો એવો અભિપ્રાય હોય છે કે મેન્યુમાં જણાવ્યા મુજબની ડિશ નથી અથવા ટામેટાના ભાવમાં વધારો થવાથી તે ડિશ ઉપલબ્ધ નથી.

ટામેટા  ભારતના લોકોના ભોજનમાં મુખ્ય ઘટક છે અને તેનો ઉપયોગ કરીને, ચટણીઓ અને સલાડ સહિત વિવિધ વાનગીઓ બનાવી શકાય છે. ટામેટાના ભાવમાં ભારે વધારો થવાથી પરિવારો પર આર્થિક દબાણ વધ્યું છે, જેના કારણે તેમની આવકનો નોંધપાત્ર હિસ્સો આ આવશ્યક શાકભાજી પર ખર્ચવાની ફરજ પડી છે.

ટામેટાના ભાવમાં ઉછાળા પાછળ અનેક કારણો જવાબદાર છે. ભારે વરસાદ અને તાપમાનમાં વધારો તેમજ  પ્રતિકૂળ હવામાન ન મળતા ટામેટાના પાકને ગણું નુકસાન થયું છે. આ પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે ટામેટાનો પુરવઠો ઓછો થયો છે, જેના કારણે બજારમાં અછત સર્જાઈ છે.

આ ઉપરાંત, વાહનવ્યવહારની સમસ્યાઓએને કારણે ભાવમાં વધારામાં થયો છે. ઈંધણના વધતા ભાવને કારણે ખેતરોમાંથી ટામેટાને બજારમાં લઈ જવાનો ખર્ચ વધી ગયો છે. આનાથી ટામેટાની એકંદર કિંમતમાં વધારો થયો છે.

આ ગગનચુંબી કિંમતોની અસર માત્ર સામાન્ય પરિવારો પર જ નહીં પરંતુ રેસ્ટોરાં અને સ્ટ્રીટ ફૂડ વેન્ડર જેવા નાના વ્યવસાય ધરાવતા લોકો પર પણ પડી છે. આ વ્યવસાયો તેમની રાંધણની તૈયારીઓ માટે ટામેટા પર વધુ આધાર રાખે છે, અને વધેલી કિંમતોને કારણે તેની કિંમતો વધારવા અથવા વૈકલ્પિક ઘટકો શોધવાની ફરજ પાડી છે, જે તેમને વ્યવસાયમાં થતા નફા પર અસર કરે છે.

રાજ્ય સરકાર અને કૃષિ ક્ષેત્રના અગ્રણીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને આ સમસ્યાને ઉકેલવા માટે જરૂરી પગલાં લઈ રહ્યા છે. ટામેટાનો પુરવઠો વધારવા માટે ખેડૂતોને ટામેટાની ખેતી કરવા પ્રોત્સાહન આપવું તેમજ ખેડૂતોને અન્ય જરૂરી મદદ કરવા જેવા પગલાં લઈને ટામેટાના ભાવને સ્થિર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદના APMC અધિકારીઓએ કહ્યું કે ટામેટાના ભાવમાં ઘટાડો થવામાં હજુ થોડો સમય લાગી શકે છે.

ગ્રાહકોને એવી સલાહ આપવામાં આવી રહી છે કે તેઓ ટામેટાનો અન્ય વિકલ્પ શોધે અથવા તેના ઊંચા ભાવનો સામનો કરવા માટે અસ્થાયી રૂપે ટામેટાનો વપરાશ ઓછો કરે. બટાકા, ડુંગળી અને કેપ્સિકમ જેવા અન્ય શાકભાજીને ટામેટાના ઊંચા ભાવ પોસાય નહિ ત્યાં સુધી રેસિપીમાં તેનો અવેજી તરીકે ઉપયોગ કરે.