ભરૂચમાં કેમિકલ ફેક્ટરીમાં ઝેરી ગેસ લીકેજ, 28 લોકો હોસ્પિટલમાં દાખલ

ગુજરાતના ભરૂચ જિલ્લાના જંબુસર નજીક એક કેમિકલ ફેક્ટરીમાં 24 ઓગસ્ટના રોજ ગેસ લીકેજની ઘટના બની હતી, જેના પરિણામે 28 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના સારોદ ગામની નજીકમાં આવેલી પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ ફેસિલિટી ખાતે બની હતી. જેમાં સ્ટોરેજ ટાંકીમાં આગ ફાટી નીકળી હતી. જેના કારણે બ્રોમિન ગેસ લીકેજ થયો હતો. જેના પરિણામે 28 લોકોને […]

Share:

ગુજરાતના ભરૂચ જિલ્લાના જંબુસર નજીક એક કેમિકલ ફેક્ટરીમાં 24 ઓગસ્ટના રોજ ગેસ લીકેજની ઘટના બની હતી, જેના પરિણામે 28 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના સારોદ ગામની નજીકમાં આવેલી પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ ફેસિલિટી ખાતે બની હતી. જેમાં સ્ટોરેજ ટાંકીમાં આગ ફાટી નીકળી હતી. જેના કારણે બ્રોમિન ગેસ લીકેજ થયો હતો. જેના પરિણામે 28 લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને તેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા હતા. 

ગેસ લીકેજ કેવી રીતે થયો તેની તપાસ ચાલુ

ગુજરાતના ભરૂચ નિવાસી અધિક કલેક્ટર એન આર ધાંધલે ગેસ લીકેજ આસપાસના ગંભીર સંજોગોને ઉજાગર કરીને ઘટનાની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે હાલમાં ઘટનાની વધુ તપાસ ચાલુ છે, અને જેમ વધુ વિગતો ઉપલબ્ધ થશે તેમ આપવામાં આવશે.

   

ભરૂચ જિલ્લામાં ગેસ લીકેજ સમયે ફેક્ટરીમાં લગભગ 2,000 કામદારો હાજર હતા, જેની જાણ બપોરે 1 વાગ્યાની આસપાસ થઈ હતી. તમામ કામદારોને ફેક્ટરીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. વેડચ પોલીસ સ્ટેશનના સબ-ઈન્સ્પેક્ટર વૈશાલી આહિરે જણાવ્યું હતું કે, “ભરૂચ જિલ્લાના વેડજ ગામમાં સ્થિત કેમિકલ ફેક્ટરીની ટાંકીમાંથી બ્રોમિન ગેસ લીકેજ શ્વાસમાં લીધા પછી 28 જેટલા કામદારોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “સ્ટોરેજ ટાંકીની નજીક રહેલા કામદારોએ સ્વાસ્થ્ય સમસ્યાઓની ફરિયાદ કરી હતી અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલ ગેસ લીકેજ નિયંત્રિત કરવામાં આવ્યું છે.” 

એક અહેવાલમાં જણાવ્યા મુજબ, અગાઉ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) એ ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) ને 26 મેના રોજ ભરૂચ જિલ્લામાં તેની એક પાઈપલાઈનમાંથી ક્રૂડ ઓઈલના લીકેજના કારણે પર્યાવરણને થતા નુકસાન માટે વળતર પેટે ₹ 50 લાખ ચૂકવવા માટે નિર્દેશ જાહેર કર્યો હતો. 

રવિવારના રોજ  ભરૂચ જિલ્લામાં બનેલી આ ઘટનાએ ચિંતામાં વધારો કર્યો છે કારણ કે એવો આરોપ છે કે ઓઈલના પ્રદૂષણથી દૂષિત પાણી પીવાથી 25 ઊંટ મૃત્યુ પામ્યા હતા. જોકે, ONGCએ ઈંટોના મૃત્યુ અને ઓઈલ લીકેજ વચ્ચે કોઈ પણ સંબંધ હોવાનો ઈન્કાર કર્યો છે.

પાઈપલાઈનના દૂષણથી કાછીપુરા ગામ નજીકના એક કૃષિ ક્ષેત્રને અસર થઈ હતી, જેના કારણે GPCBએ ઊંટના મૃત્યુના અહેવાલોને પગલે તપાસનો આદેશ આપ્યો હતો. ભરૂચ જિલ્લામાં GPCBના પ્રાદેશિક અધિકારી માર્ગી પટેલે જણાવ્યું હતું કે, “અમે ONGCને રાજ્ય સત્તાધિકારીઓને પર્યાવરણીય નુકસાનના વળતર તરીકે ₹ 50 લાખ ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે.”

અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાત ઔદ્યોગિક રાજ્ય છે અને દૂષિત ગેસ લીકેજ ને કારણે રાજ્યમાં ઔદ્યોગિક અકસ્માતો વારંવાર બનતા રહે છે તેમ છતાં પણ આ મોરચે સરકાર દ્વારા કે કંપનીના માલિકો દ્વારા તકેદારીના જોઈએ તેવા પગલાં લેવામાં આવતા નથી.