હાઇ સ્પીડ ટ્રેન ટેસ્ટિંગ માટે અલાયદા ટ્રેકનું કામ પૂર જોશમાં 

ભારતીય રેલવે દ્વારા તેની ટ્રેનની સ્પીડ કલાકના 220 કિમીની ઝડપે લઈ જવા માટે વિવિધ ટેસ્ટિંગ માટે એક અલાયદા ટ્રેકની જોગવાઈ કરી રહી છે. લગભગ 59 કિલોમીટરનો હાઇસ્પીડ ટ્રેન માટેનો ટ્રેક જયપુરથી 70 કિલોમીટર દૂર ગૂઢા- થાણા મિત્રી  વચ્ચે જોધપુર ડિવિઝન ખાતે બનાવવામાં આવશે. આગામી વર્ષોમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ટેસ્ટિંગ માટે પણ તમામ એલિવેટેડ ટેસ્ટ […]

Share:

ભારતીય રેલવે દ્વારા તેની ટ્રેનની સ્પીડ કલાકના 220 કિમીની ઝડપે લઈ જવા માટે વિવિધ ટેસ્ટિંગ માટે એક અલાયદા ટ્રેકની જોગવાઈ કરી રહી છે. લગભગ 59 કિલોમીટરનો હાઇસ્પીડ ટ્રેન માટેનો ટ્રેક જયપુરથી 70 કિલોમીટર દૂર ગૂઢા- થાણા મિત્રી  વચ્ચે જોધપુર ડિવિઝન ખાતે બનાવવામાં આવશે. આગામી વર્ષોમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ટેસ્ટિંગ માટે પણ તમામ એલિવેટેડ ટેસ્ટ ટ્રેકનો ઉપયોગ કરાશે. 

આ પ્રોજેક્ટ હેઠળ 4.5 કિલોમીટરની લંબાઈ ધરાવતો રોલિંગ સ્ટોકની સ્ટેટિક ટેસ્ટિંગ માટેનો ટ્રેક તૈયાર થઈ ગયો છે અને તે શરૂ કરી દેવામાં આવ્યો છે. રેલવેએ જણાવ્યું કે, 31.5 કિમી લંબાઈ ધરાવતો હાઇ સ્પીડ સ્ટ્રેચ અને 3 કિમી લાંબા એક્સિલરેટેડ ટેસ્ટિંગ લૂપની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે અને તેનું કામકાજ ડિસેમ્બર 2023 સુધીમાં પૂરું થઈ જશે. ભારતીય રેલવે તેની આધુનિક  સેમી હાઇ સ્પીડ ધરાવતી વંદે ભારત ટ્રેન સહિતની અન્ય ટ્રેનોનું આ નવા ટ્રેક પર ચાલુ નાણાંકીય વર્ષ દરમ્યાન જ ટેસ્ટિંગ શરૂ કરશે તેવી આશા છે. 

આ ટેસ્ટિંગ રેલવે ટ્રેકનું કામ પૂર્ણ થતાં ભારત આંતરરાષ્ટ્રીય ધારાધોરણ પ્રમાણેની સર્વગ્રાહી પરીક્ષણ સુવિધા  ધરાવતો દુનિયાનો પ્રથમ દેશ બનશે. આ હાઇ સ્પીડ રેલવે ટ્રેકનું પ્રથમ તબક્કાનું કામ ડિસેમ્બર 2023 માં પૂર્ણ થશે. પ્રોજેક્ટ સારી રીતે પ્રગતિ કરી રહ્યો છે અને અમને આશા છે કે તેનાં બીજા તબક્કાનું કામ ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ થશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે આ હાઇ સ્પીડ રેલવે ટ્રેકમાં 23 કિલોમીટર લાંબી મુખ્ય લાઇન હશે, 13 કિલોમીટર લાંબી હાઇસ્પીડ લૂપ ગઢા પાસે રહેશે તદુપરાંત 3 કિલોમીટર લાંબી  એક્સિલરટેડ ટેસ્ટિંગ લૂપ નવા ખાતે રહેશે અને મીથરી પાસે 20 કિમી લાંબી કરવ ટેસ્ટિંગ લૂપ બનાવવામાં આવશે. 

મહત્વનું છે કે આ ટેસ્ટિંગ ટ્રક પર ટ્રેનની સ્થિરતાનું ટેસ્ટિંગ, અથડામણ સામે સુરક્ષાનુ ટેસ્ટિંગ, બોગી રોટેશનલ ટેસ્ટ, વ્હીલ ઓફલોડિંગ ટેસ્ટ જેવા ઘટકોનું ઝડપી પરીક્ષણ વિકસાવવામાં આવી રહ્યું છે. વધારામાં 220 કિલોમીટર પ્રતિ કલાક ઓવેરેડ ઇક્વિપમેન્ટ અને દરેક પ્રકારની સિગ્નલિંગને લગતા સાધનો પણ આ ટેસ્ટ ટ્રેક માટે પૂરા પાડવામાં આવશે. 

વધુમાં, 220 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેનોના પરીક્ષણ માટેનો તેમનો પ્રોજેક્ટ મહત્ત્વપૂર્ણ છે કારણ કે ભારતીય રેલવે 100 એલ્યુમિનિયમ વંદેભારત ટ્રેનના સેટના ટેન્ડરની પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપવા જઇ રહી છે. આશા રાખીએ કે આ અદ્ભુત પ્રોજેકટ અપાર સફળતા મેળવશે.