મુશ્કેલીના સમયમાં આ રીતે તમારા EPFને તમારા બેંક ખાતામાં કરો ટ્રાન્સફર

EPFO (એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન) એ નિવૃત્તિ પછી ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને નાણાકીય સલામતી આપવા માટે માટે કર્મચારી ભવિષ્ય નિધિ અથવા EPF સાથે વ્યવહાર કરે છે. EPF યોજના તેના સદસ્યોને તેમની નિવૃત્તિ પછી નાણાકીય સુરક્ષા મેળવવા માટેનું કોર્પસ ફંડ બનાવવા પ્રેરણા આપે છે. EPFમાં દર વર્ષે કર્મચારીના બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થામાંથી આશરે 12 ટકા કાપવામાં […]

Share:

EPFO (એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન) એ નિવૃત્તિ પછી ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને નાણાકીય સલામતી આપવા માટે માટે કર્મચારી ભવિષ્ય નિધિ અથવા EPF સાથે વ્યવહાર કરે છે. EPF યોજના તેના સદસ્યોને તેમની નિવૃત્તિ પછી નાણાકીય સુરક્ષા મેળવવા માટેનું કોર્પસ ફંડ બનાવવા પ્રેરણા આપે છે.

EPFમાં દર વર્ષે કર્મચારીના બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થામાંથી આશરે 12 ટકા કાપવામાં આવે છે અને એમ્પ્લોયર દ્વારા સમકક્ષ રકમનું યોગદાન આપવામાં આવે છે. EPFO દ્વારા EPF થાપણો પર એક નિશ્ચિત વાર્ષિક વ્યાજ દર આપવામાં આવે છે. 

જાણો કેટલા દિવસમાં EPFની રકમ પાછી મેળવી શકાય?

કર્મચારીઓ ઈમરજન્સીની સ્થિતિમાં ફોર્મ 19નો ઉપયોગ કરીને PF દાવો ફાઈલ કરી શકે છે. વ્યક્તિ પોતાના EPFની રકમ સંપૂર્ણ અથવા હપ્તામાં ઉપાડી શકે છે. EPFO દ્વારા X (ટ્વિટર) પર કરવામાં આવેલી ટ્વિટ પ્રમાણે, “જો સંબંધિત EPFO ઓફિસને સંપૂર્ણ રીતે સબમિટ કરવામાં આવે તો સામાન્ય રીતે દાવાની પતાવટ કરવામાં અથવા PFની રકમ છૂટી કરવામાં 20 દિવસનો સમય લાગે છે.”

જે-તે વ્યક્તિ મેમ્બર ઈન્ટરફેસમાંથી પીએફ ફાઈનલ સેટલમેન્ટ (ફોર્મ 19), પેન્શન ઉપાડ લાભ (ફોર્મ 10-સી) અને પીએફ ભાગ ઉપાડ (ફોર્મ 31) માટે સરળતાથી અરજી કરી શકે છે. જોકે કર્મચારીનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) સક્રિય હોવો જોઈએ અને UAN માટે ઉપયોગમાં લેવાતો મોબાઈલ નંબર પણ ઓનલાઈન ઉપાડ માટે ચાલુ સ્થિતિમાં હોવો જોઈએ.

જો 20 દિવસમાં પતાવટ ન થાય તો EPFO FAQ પેજ મુજબ, “ફરિયાદોના પ્રભારી પ્રાદેશિક PF કમિશનરનો સંપર્ક કરી શકાય. વેબસાઈટ પર EPFiGMS સુવિધાનો ઉપયોગ કરીને ‘કર્મચારીઓ માટે’ વિભાગમાં ફરિયાદ દાખલ કરો.”

EPFના ઓનલાઈન ઉપાડ માટે આ પ્રક્રિયા અનુસરો

1:EPFO પોર્ટલ પર મેમ્બર ઈ-સેવા પોર્ટલ https://unifiedportal-em.epfindia.gov.in/memberinterface/ પર જાઓ.

2: UAN, પાસવર્ડ અને કેપ્ચા કોડ આપી તમારૂં એકાઉન્ટ ખોલો.

3: એકવાર લોગઈન થયા પછી ‘ઓનલાઈન સેવાઓ’ ટેબ હેઠળ ‘દાવો (ફોર્મ-31, 19, 10C અને 10D)’ પર ક્લિક કરો.

4: એક નવી ટેબ પ્રદર્શિત થશે જ્યાં બેંક એકાઉન્ટ નંબર (UAN સાથે) લખીને વેરીફાઈ પર ક્લિક કરો.

5: વિગતોની ચકાસણી થઈ ગયા બાદ તમારે EPFO દ્વારા ઉલ્લેખિત નિયમો અને શરતોની પુષ્ટિ કરવી પડશે.

6. ‘ઓનલાઈન દાવા માટે આગળ વધો’ પર ક્લિક કરો. 

7. ડ્રોપ-ડાઉન મેન્યુમાંથી EPF ખાતામાંથી ઉપાડ માટે અરજી કરવાનું કારણ પસંદ કરશો એટલે તમારા માટે ઉપયોગી વિકલ્પો સામે આવશે. 

ઓનલાઈન ક્લેમ સબમિશનને પ્રમાણિત કરવા માટે અરજીકર્તાએ તેનાUIDAI રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવેલા OTPનો ઉપયોગ કરવો પડશે. જે UIDAIને તેમના ઈ-KYC (આધાર) ઓળખપત્રો EPFOને શેર કરવા માટે સંમતિ આપે છે.