ભૂલથી ખોટાં એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર થઈ ગયા, ગભરાશો નહીં

બેંકમાંથી નાણાં ઓનલાઈન ટ્રાન્સફર કરવા હોય પણ જો તે ખોટાં ખાતામાં  નાણાં ટ્રાન્સફર થઈ જાય તો શું કરી શકાય? તે પાછા  મેળવી શકાય? અને તેના માટે શું કાર્યવાહી કરી શકાય તે જાણવું મહત્વનું છે. હાલમાં જ સ્ટેટ બેંકમાં એક ખાતાધારક દ્વારા ખોટા એકાઉન્ટમાં તેના નાણાં ટ્રાન્સફર થઈ ગયા હતા. તેણે બેંકના કસ્ટમર કેરમાં ફોન કર્યો […]

Share:

બેંકમાંથી નાણાં ઓનલાઈન ટ્રાન્સફર કરવા હોય પણ જો તે ખોટાં ખાતામાં  નાણાં ટ્રાન્સફર થઈ જાય તો શું કરી શકાય? તે પાછા  મેળવી શકાય? અને તેના માટે શું કાર્યવાહી કરી શકાય તે જાણવું મહત્વનું છે. હાલમાં જ સ્ટેટ બેંકમાં એક ખાતાધારક દ્વારા ખોટા એકાઉન્ટમાં તેના નાણાં ટ્રાન્સફર થઈ ગયા હતા. તેણે બેંકના કસ્ટમર કેરમાં ફોન કર્યો અને તેના જણાવ્યા પ્રમાણે બેંકમાં આવશ્યક વિગતો પણ આપી પરંતુ તેના નાણાં કેવી રીતે પરત આવશે તેની તેને ખબર નથી. 

આ બાબત માટે તેણે પછી SBIના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર તેના વિશે ફરિયાદ કરી હતી. તેણે તેમાં લખ્યું કે, મેં ભૂલથી ખોટા એકાઉન્ટમાં ચુકવણી કરી છે અને હેલ્પલાઈન પર જણાવવામાં આવેલી વિગતો મેં મારી બ્રાન્ચમાં પણ આપી છે. પરંતુ, મને હજુ સુધી તે ટ્રાન્ઝેક્શન રિવર્સ કરવાની કોઈ માહિતી આપવામાં આવી નથી. મને મદદ કરો. 

સ્ટટબેંકના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા જણાવાયું કે, આવા કિસ્સામાં હોમ બ્રાન્ચ કોઈ પણ દંડ વિના અન્ય બેંક સાથે ફોલોઅપ હાથ ધરશે. 

તમે પણ ધ્યાનમાં રાખો કે, જો ગ્રાહક દ્વારા લાભાર્થીનો ખોટો એકાઉન્ટ નંબર રજૂ કરાયો હોય તો હોમ બ્રાન્ચ કોઈપણ દંડનીય કાર્યવાહી વિના અન્ય બેંક સાથે ફોલોઅપ પ્રક્રિયા હાથ ધરશે. જો તમને શાખામાં સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો તમે https://crcf.sbi.co.in/ccf પર વ્યક્તિગત ધોરણે ફરિયાદ કરી શકો છો. સંબંધિત ટીમ તેની તપાસ કરશે. 

આવી જ એક સમસ્યા અન્ય ગ્રાહકને પણ થઈ હતી અને તેણે તેના ખાતામાંથી ખોટા એકાઉન્ટમાં રૂ. 10 હજાર ટ્રાન્સફર કરી દીધા હતા. તેણે પણ તેના નાણાં પરત મળે તે માટેની જોગવાઈ કરવા જણાવવામાં આવ્યું હતું. 

આ માટે બેંકો હંમેશા ગ્રાહકોને તેમના નાણાં અન્ય કોઈ એકાઉન્ટમાં ડિજિટલ રીતે ટ્રાન્સફર કરતાં પહેલા તે એકાઉન્ટની ચકાસણી કરવા જણાવે છે. આ સાથે જ બેંકો વિનંતી કરે છે કે ગ્રાહક દ્વારા ખોટા ટ્રાન્સફર માટે બેંકની કોઈપણ જવાબદારી રહેતી નથી અને તેથી હંમેશા નાણાં ટ્રાન્સફર કરતી વખતે સાવચેત રહેવું અત્યંત જરૂરી છે. આથી, હંમેશા બેંક અંગેના ટ્રાન્ઝેક્શન કરતાં પહેલા તેના અંગેની તમામ માહિતી જાણવી અને તકેદારી રાખવી જરૂરી છે.