અમદાવાદની મહિલાના બંને ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરી સફળ ઓપરેશ કરાયું

અમદાવાદમાં આજે ત્રીજા અને કોઈ મહિલામાં પ્રથમ વખત થઈ રહેલા લંગ ટ્રાન્સપ્લાન્ટ અર્થાત ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરવાનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું. અમદાવાદની 40 વર્ષીય મહિલા પર આ સફળ ઓપરેશન કરાયું હતું. અને તેની તબિયત સારી છે. સુરતની એક 26 વર્ષીય છોકરીના અંગદાન થકી ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન હાથ ધરાયું હતું જે, 12 કલાક જેટલું ચાલ્યું હતું. અમદાવાદની […]

Share:

અમદાવાદમાં આજે ત્રીજા અને કોઈ મહિલામાં પ્રથમ વખત થઈ રહેલા લંગ ટ્રાન્સપ્લાન્ટ અર્થાત ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરવાનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું. અમદાવાદની 40 વર્ષીય મહિલા પર આ સફળ ઓપરેશન કરાયું હતું. અને તેની તબિયત સારી છે. સુરતની એક 26 વર્ષીય છોકરીના અંગદાન થકી ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન હાથ ધરાયું હતું જે, 12 કલાક જેટલું ચાલ્યું હતું. અમદાવાદની હાલમાં બનેલી કે. ડી. હોસ્પિટલ ખાતે આ ઓપરેશન કર્યું ત્યાર બાદ હોસ્પિટલના સૂત્રો દ્વારા આ માહિતી મળી હતી. 

ગુજરાત  અને અમદાવાદમાં આ ત્રીજું ઓપરેશન છે અને મહિલા પર આ ઓપરેશન પ્રથમ વાર કરવામાં આવ્યું છે.

અમદાવાદની કે. ડી. હોસ્પિટલમાં કરાયેલા લંગ ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન ડૉ સંદીપ અત્તાવાર , ડૉ. ભાવિન દેસાઇ, ડૉ. હારજીત ડુમરા, ડૉ. મુકેશ પટેલ, ડૉ. પ્રદીપ ડાભી, ડૉ. માનસી દંડનાયક અને ડૉ. વિનીત પટેલની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. 

જ્યારે દેશમાં અંગદાન વિષે જાગૃતિ વધી રહી છે ત્યારે વધુને વધુ અંગદાન થઈ રહ્યા છે અને તેને કારણે ઘણી હોસ્પિટલોએ ટ્રાન્સપ્લાન્ટની સુવિધા તેમની હોસ્પિટલોમાં વિકસાવી છે. જેને  કારણે ઘણા રોગોની સારવાર શક્ય બની છે. 

વિશ્વભરમાં શ્વાસના રોગો સામાન્ય છે, આ રોગ વારંવાર થાય છે પણ બિન સંક્રમણક્ષમ  છે, કમનસીબે આ રોગો પર અન્ય રોગ જેવા કે હૃદય, કેન્સર વગેરેના પ્રમાણમાં ઓછું ધ્યાન અપાય છે. પરંતુ ભારતમાં શ્વાસના રોગોનું પ્રમાણ વધતા હવે મહત્વપૂર્ણ પગલાં લેવા જરૂરી બન્યા છે. કેમ કે પલ્મોનરી મેડિસીનના ક્ષેત્રે ઉત્કૃષ્ટતા તાતી જરૂરિયાત છે. અમદાવાદની કુસુમ ધીરજલાલ (KD) હોસ્પિટલમાં ફેફસા ટ્રાન્સપ્લાન્ટ ક્લિનિકનો પ્રારંભ થયો છે.

KD હોસ્પિટલના વરિષ્ટ કન્સલ્ટન્ટ ઇન્ટરવેનશનલ પલ્મોનોલોજીસ્ટ તથા ફેફસા ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાત ડો. મુકેશ પટેલે જણાવ્યું હતું કે, અંતિમ તબક્કામાં ફેફસાના રોગો માટે ફેફસા ટ્રાન્સપ્લાન્ટ એક ચોક્કસ સારવાર વિકલ્પ છે. દર્દીઓને લાબું અને સ્વસ્થ જીવન જીવવા માટે આધુનિક ટ્રાન્સપ્લાન્ટ કેન્દ્ર સ્થાપિત કરવા મહત્વપૂર્ણ છે. ભારતમાં શ્વાસના રોગોનું પ્રમાણ વધતું જાય છે તેના માટે આપણે બધાએ ભેગા મળીને પ્રયાસ કરવા પડશે.

વિશ્વભરમાં અંતિમ તબક્કાના શ્વાસના રોગો દર્દીઓ માટે બહુ મુશ્કેલ હોય છે. ઘણા દર્દીઓ પથારીવશ થઇ જાય છે, ઓક્સિજન લેવું પડે છે અને જીવન સાથે સમાધાન કરીને જીવવું પડતું હોય છે. આવી સ્થિતિમાં ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ જ ચોક્કસ પુરવાર થયેલ થેરાપી છે.

કે ડી  હોસ્પિટલ અને હૈદરાબાદની કેઆઈએમેસ હોસ્પિટલે  ગુજરાતમાં  સૌથી આધુનિક ફેફસા ટ્રાન્સપ્લાન્ટ માટે જોડાણ કર્યું છે. કે ડી હોસ્પિટલ રાજ્યની સૌથી અનુભવી પલ્મોનોલોજી ટીમ અને દેશની સૌથી અનુભવી ફેફસાની ટ્રાન્સપ્લાન્ટ ટીમ, સમાજના બધા વર્ગના લોકોને પોષાય તેવા ભાવે શ્રેષ્ઠ પલ્મોનોરી સારવાર આપવાનો ધ્યેય રાખે છે.