રાહુલ ગાંધીનું નિવેદન-  ટ્રાયલ કોર્ટ દ્વારા કઠોર વલણ અપનાવાયું

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ આજે તેમની સજાને ભૂલભરેલી ગણાવી હતી અને તેમને જાણે સાંસદ પદેથી હટાવવા માટે જ આ સજા કરવામાં આવી હોય તેમ લાગે છે તેવું જણાવ્યું હતું.  સુરતની નીચલી કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાને પડકારતી એક અરજી  રાહુલ ગાંધીની લીગલ ટીમે સુરતની સેશન્સ કોર્ટમાં  કરી છે.  આજે આ માટે રાહુલ ગાંધી સુરત આવ્યા હતા […]

Share:

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ આજે તેમની સજાને ભૂલભરેલી ગણાવી હતી અને તેમને જાણે સાંસદ પદેથી હટાવવા માટે જ આ સજા કરવામાં આવી હોય તેમ લાગે છે તેવું જણાવ્યું હતું.  સુરતની નીચલી કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાને પડકારતી એક અરજી  રાહુલ ગાંધીની લીગલ ટીમે સુરતની સેશન્સ કોર્ટમાં  કરી છે. 

આજે આ માટે રાહુલ ગાંધી સુરત આવ્યા હતા પરંતુ આ અરજી પર આજે ચુકાદો આવવાની શક્યતા ઓછી છે.  કારણકે  ફરિયાદી પક્ષ હાજર ના હોય તો ચુકાદો આવવાની સંભાવના ઘટી જાય છે. 

તેમણે તેમની અરજીમાં તેમને  દોષિત જાહેર કરવામાં આવેલા  આ ચુકાદાને તાત્કાલિક ધોરણે  નીલંબિત કરવા જણાવ્યું છે. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે,  આ ચુકાદો કોઈ પણ સાબિતી વિના અને માત્ર ધારણાને આધારે આપવામાં આવ્યો છે. અને ક્રિમિનલ લોમાં ધારણાને કોઈ સ્થાન નથી. 

રાહુલ ગાંધી સામે મોદી સરનેમને લઈને થયેલા માનહાનિ કેસમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા અને 15000નો દંડ કર્યો છે. આ ચુકાદા બાદ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પણ રદ્દ થઈ છે. ત્યારે સુરત કોર્ટના આ નિર્ણય બાદ આજે રાહુલ ગાંધી 11 દિવસ બાદ સુરત સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી.   જો કે આ કેસમાં આજે જ નિર્ણય આવવાની શક્યતા ઘણી ઓછી છે. હજુ વધુ એક મુદ્દત પડે તેની પ્રબળ શક્યતા છે. જો ફરિયાદી પક્ષ આજે કોર્ટમાં હાજર ન રહે તો આ કેસમાં આજે નિર્ણય આવવાની શક્યતા નહિવત છે. જો કે ફરિયાદી પક્ષ હાજર રહે તેવી પણ શક્યતા ઘણી ઓછી છે.

લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર નિશાન તાકતાં તેમણે દેશનાં કૌભાંડોની વાત જાહેર મંચ પરથી કરી હતી. એ સમય દરમિયાન જે અલગ-અલગ કૌભાંડો બહાર આવ્યા હતા. જેમાં નીરવ મોદી અને લલિત મોદીનાં નામ પણ બહાર આવ્યા હતા. રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે, આ તમામ કૌભાંડીઓ અને ચોરોનાં નામ પાછળની અટક ‘મોદી’ જ કેમ હોય છે. એ પ્રકારનું નિવેદન કરતાં ‘મોદી’ અટક ધરાવતા સમાજમાં રોષ વ્યાપ્યો હતો.

તારીખ 13 એપ્રિલ 2019 એ રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યા પછી 15 અપ્રિલે પુરનેશ મોદી સુરતની નીચલી કોર્ટમાં રાહુલગાંધી સામે ફરિયાદ નોંધાવી હતી અને 7 જૂન 2019 એ કોર્ટે રાહુલ ગાંધીને સમન્સ મોકલ્યું હતું. કોર્ટમાં પહેલી વાર રાહુલ ગાંધી 16 જુલાઇ 2019 એ હાજર થયા હતા અને 23 માર્ચ 2023 નાં રોજ આ કેસનો ચુકાદો આવ્યો હતો.